બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat માં પરેશ ગોસ્વામી, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની અલગ અલગ આગાહી
11 ફોટો ગેલેરી
Last Updated: 05:41 PM, 25 June 2025
1/11
રાહત નિયામક અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં IMD ના અધિકારીએ રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે.
2/11
અંબાલાલની આગાહી પ્રમાણે રાજ્યમાં 25 જૂનથી એટલે કે આવતીકાલથી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. વરસાદી માહોલ જામેલો છે. સુરત જિલ્લામાં તો મેઘરાજા બે દિવસથી તોફાની બેટિંગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. આ બધા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે .
3/11
અંબાલાલની આગાહી પ્રમાણે રાજ્યમાં 25 જૂનથી એટલે કે આવતીકાલથી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના અંબાલાલે દર્શાવી છે. 26 જૂનથી બંગાળના ઉપસાગરમાં ફરી સિસ્ટમ બનશે તેવું અંબાલાલે જણાવ્યું. અને 1, 2 તેમજ 3 જૂલાઇએ ભારે વરસાદની આગાહી કરી છે.
4/11
5/11
હવામાન એક્સપર્ટ પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ભારે વરસાદની સાથે મેઘ તાંડવ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યુ કે આજે 25મી જૂનની રાત સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આજે આણંદ, નડિયાદ, ખેડા, ખંભાત અને વડોદરા જેવા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.
6/11
દાહોદ, ગોધરા, મહીસાગર, અરવલ્લી, મહેસાણા તથા અમદાવાદ અને ગાંધીનગરના ઉત્તરના ભાગોમાં આગામી 24 કલાકમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. આગામી 24 કલાકમાં મેઘ તાંડવ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો અને ગાંધીનગરથી ઉત્તરના ભાગોમાં આગામી 24 કલાક દરમિયાન અતિભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે.
7/11
પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા અને વાવ થરાદના કેટલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટાં જોવા મળી શકે છે. કચ્છમાં વધારે વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટીછવાઈ જગ્યાએ વરસાદ થઈ શકે છે. અહીં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે.સૌરાષ્ટ્રમાં વરસાદ અંગે તેમણે જણાવ્યુ કે સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાઇ શકે છે. દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે.
8/11
9/11
આગામી 7 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. 28 જૂન સુધી વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રથયાત્રાના દિવસે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, ભરૂચ, સુરત, નવસારીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડ, દમણ, દાહોદ, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઇ છે. સૌરાષ્ટ, કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી અપાઇ. અમરેલી, ભાવનગરમાં, રાજકોટ, જૂનાગઢ, દીવમાં ભારે વરસાદની આગાહી છે.
10/11
ગુજરાતમાં વરસાદની સ્થિતિની વાત કરીએ તો દક્ષિણથી લઈને ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થયો છે. રાજ્યના 125 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લાના નાંદોદમાં 8.66 ઇંચ વરસાદ નોંધાયો છે જે રાજ્યમાં સૌથી વધુ છે. દાહોદ અને તિલકવાડામાં 7.13 ઇંચ વરસાદ થયો છે. વલસાડના ધરમપુરમાં 6.57 ઇંચ, પંચમહાલના શહેરામાં 6.50 ઇંચ, અને વાપીમાં 6.06 ઇંચ વરસાદ નોંધાયો છે. અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે.
11/11
પંચમહાલ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.ત્યારે જિલ્લાના હાલોલ તાલુકામાં 2 ઈંચથી વધુ વધારે વરસાદ નોંધાયો છે.પાવાગઢ ડુંગર અને તળેટી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. પાવાગઢ ડુંગર વિસ્તારમાં ભારે વરસાદને લઈને રેવા પથના પગથિયાઓમાં પાણીનો ભારે પ્રવાહ જોવા મળ્યો છે.પગથિયામાં ભારે પાણીના વહી રહેલા પ્રવાહનો વીડિયો સામે આવ્યો છે. પાવાગઢ ડુંગર વિસ્તારમાં વરસાદને લઈને નયનરમ્ય વાતાવરણ સર્જાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ