બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / વિશ્વ / Worlds Most Expensive house with 100 rooms is on sale

OMG / વિશ્વનું સૌથી મોંઘુ 100 રૂમવાળું ઘર વેચાશે, ભાવ એટલા વધારે કે અંદાજો પણ ન લગાવી શકાય

Vidhata

Last Updated: 11:13 AM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્રાન્સમાં આવેલી એક હવેલી વેચાવાની છે. જે 12મી સદીમાં બની હતી. આ હવેલીની કીંમત એટલી બધી છે કે તેને એક અમીર વ્યક્તિ પણ ખરીદતા પહેલા દસ વખત વિચાર કરે.

દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તે પોતાનું એક ઘર ખરીદે. આ ઘર તે તેની આર્થિક શક્તિ મુજબ ખરીદતો હોય છે. ઘરમાં કેટલીક બેઝિક સુવિધા ઉપલબ્ધ હોય એટલામાં લોકો સંતોષ માની લેતા હોય છે. પરંતુ અમીર લોકોના ઘર ખૂબ જ આલીશાન અને મોંઘા હોય છે. અત્યારે આવા જ એક મોંઘા ઘરની ચર્ચા આખા વિશ્વમાં થઈ રહી છે. આ ઘર એટલુ મોંઘુ છે કે તેને સૌથી ધનિક વ્યક્તિ પણ ખરીદતા પહેલા દસ વાર વિચાર કરે. આ દિવસોમાં પ્રોપર્ટીની કિંમતો કેવી રીતે આસમાને છે તે તો સૌને ખબર જ હશે. કોઈપણ મોટા શહેરમાં માત્ર થોડાક યાર્ડનો પ્લોટ કરોડોમાં વેચાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તમે જ વિચારો કે જો ત્યાં વધુ જમીન છે અને ત્યાં બનેલા મકાનમાં ઘણા રૂમ્સ છે તો તેની કિંમત કેટલી વધારે હશે. ફ્રાન્સમાં આવેલુ આ ઘર વેચાવા માટે તૈયાર છે પરંતુ તેને ખરીદનાર નથી મળી રહ્યો.

100 રૂમ વાળી આ હવેલીની કિંમત હજારો કરોડમાં

આ ઘર પેરિસની નજીક આવેલું છે. તમને જાણીને નવાઈ લાગશે કે એક હજાર હેક્ટરથી વધુ જમીન પર બનેલા આ ઘરમાં 100 રૂમ છે. આ ઘર એક સમયે શાહી પરિવારની સંપત્તિ હતી, પરંતુ હવે તે વેચાવા માટે તૈયાર છે. બજારમાં તેની કિંમત 363 મિલિયન પાઉન્ડ એટલે કે 3743 કરોડ રૂપિયાથી વધુ અંદાજવામાં આવી છે. તેને દુનિયાનું સૌથી મોંઘુ ઘર માનવામાં આવે છે. આ ઘરનું નામ "શૈટો ડી આર્મેનવિલિયર્સ" છે જે પેરિસની પાસે સીન-એટ-માર્ન નામની જગ્યા પર આવેલું છે.

ખૂબ જ વિશાળ છે આ હવેલી 

જાણકારી અનુસાર, આ વિશાળ હવેલી 12મી સદીમાં બનાવવામાં આવી હતી. તેને 19મી સદીના અંતમાં રોથ્સચાઈલ્ડ બેંકિંગ સામ્રાજ્ય દ્વારા ખરીદવામાં આવી હતી. જે પછી 1980ના દાયકામાં આ હવેલીને મોરક્કોના રાજા હસન દ્વિતિયએ ખરીદી હતી. તેમને હવેલીમાં અનેક ફેરફાર કરાવ્યા હતા, જેમાં હમામ સ્પા, હેર ડ્રેસિંગ સલૂન અને ડેન્ટલ ક્લિનિક સહિત ઘણી વસ્તુઓ સામેલ હતી. તેણે ઘરની અંદર સુરંગ પણ બનાવી હતી. આ સિવાય કોલ્ડ સ્ટોરેજ, સ્ટાફ માટે ઘણા ક્વાર્ટર્સ પણ બનાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, આ હવેલીમાં એક મોટો ઘોડાઓનો તબેલો પણ છે જેમાં 50 ઘોડા રહી શકે છે.

વધુ વાંચો: 1.2 કરોડનું મોબાઈલ બીલ આવતાં ધબકારા ચૂક્યું કપલ, આટલું કરજો નહીંતર તમારે પણ

આ હવેલીને વર્ષ 2008માં એક અજ્ઞાત ખરીદદારને વેચી દેવામાં આવી હતી. ત્યારે આ પ્રોપર્ટીની કિંમત 170 મિલિયન પાઉન્ડ હતી. પરંતુ હવે કેટલાક જાણકારોનું કહેવું છે કે, આ હવેલીની કિંમત 425 મિલિયન પાઉન્ડ એટલે કે 4300 કરોડની આસપાસ પણ હોઈ શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ