બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / દરિયાકાંઠે બની ભયાનક દુર્ઘટના, 68 લોકોના કમકમાટી ભર્યા મોત, અનેક ગુમ

અરેરાટી / દરિયાકાંઠે બની ભયાનક દુર્ઘટના, 68 લોકોના કમકમાટી ભર્યા મોત, અનેક ગુમ

Jay Bhatt

Last Updated: 08:51 AM, 4 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરિયાકાંઠે એક ભયાનક દુર્ઘટના બની છે જેમાં 68 લોકોના મોત થયા જ્યારેં 74 લોક હજુ પણ ગુમ છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

Boat Capsizing: છેલ્લા કેટલાક સમયથી બધુ બરાબર ચાલી રહ્યું નથી. પ્લેન ક્રેશની ઘટનાઓના કિસ્સાઓ પ્રકાશિત થઈ રહ્યા છે ત્યારે હવે દરિયાકાંઠે એક એક ભયાનક ઘટના બની છે જેમાં 68 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે હજુ પણ 74 લોકો ગુમ છે.

બોટ પલટી અને દુર્ઘટના સર્જાઈ

સંયુક્ત રાષ્ટ્ર સ્થળાંતર એજન્સી દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, સ્થાનિક સમય અનુસાર રવિવારે (03 ઓગસ્ટ) યમનના દરિયાકાંઠે એક બોટ પલટી ગઈ. જેમાં 68 આફ્રિકન સ્થળાંતરીઓના મોત થયા અને 74 અન્ય લોકો ગુમ થયા. અગાઉ પણ આવી ઘટના બની છે.

આ માર્ગ પર અનેક લોકોએ જીવ ગુમાવ્યા

નોંધનીય છે કે, આ માર્ગ પર ઓછામાં ઓછા 1,860 લોકો માર્યા ગયા હતા અથવા ગુમ થયા હતા, જેમાં અનેક લોકો ડૂબી ગયા છે. યમનમાં લગભગ એક દાયકાથી ચાલેલા યુદ્ધની વિનાશક અસરો છતાં વધુ શરણાર્થીઓ અને સ્થળાંતર કરનારાઓ આ માર્ગ અપનાવી રહ્યા છે.

vtv app promotion

બોટમાં કુલ 154 લોકો સવાર હતા

યમનમાં આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સંગઠનના વડા અબ્દુસત્તોર અસોવે જણાવ્યું હતું કે, 'દક્ષિણ યમનના પ્રાંત અબ્યાન નજીક રવિવારે વહેલી સવારે એડનના અખાતમાં 154 ઇથોપિયન સ્થળાંતરીઓને લઈ જતી એક બોટ ડૂબી ગઈ હતી. ખાનફર જિલ્લામાં કિનારે 68 લોકોના મોત થયા હતા. તમામ મૃતદેહોને અબ્યાનની પ્રાંતીય રાજધાની ઝિંજીબારમાં એક હોસ્પિટલના શબઘરમાં લઈ જવામાં આવ્યા હતા'.

વધુ વાંચો : પિકઅપ વાન નદીમાં ખાબકતાં 5થી વધુ યુવાનોના કરુણ મોત, સોમવાર બન્યો ગોઝારો

સૌથી ખરાબ દુર્ઘટનાઓમાં એક : IOM

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સંગઠન (IOM)એ આ ભયાનક ઘટનાને હાલના વર્ષોમાં થયેલી સૌથી ખરાબ દુર્ઘટનાઓમાંની એક ગણાવી છે. રાહત અને બચાવ કાર્યા ચાલુ છે અને ગુમ થયેલા લોકોની શોધખોળ કરવામા આવી રહી છે. જો કે સતત આવી ઘટના બનતા સવાલો પણ ઉભા થયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Yemen Boat Capsizing World
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ