ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / દુનિયાના એવાં દેશ, જ્યાં મહિલાઓ માટે છે 5 અજીબોગરીબ કાયદા, જાણીને ચોંકી જશો

ચોંકાવનારું / દુનિયાના એવાં દેશ, જ્યાં મહિલાઓ માટે છે 5 અજીબોગરીબ કાયદા, જાણીને ચોંકી જશો

Published By: Nidhi Panchal

Last Updated: 11:53 AM, 26 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દર વર્ષે 26 ઓગસ્ટે સમગ્ર વિશ્વમાં મહિલા સમાનતા દિવસ ઉજવાય છે. છતાં પણ દુનિયાના અનેક દેશોમાં મહિલાઓ સામેના વિચિત્ર અને ભેદભાવપૂર્ણ કાયદા આજે પણ અસ્તિત્વમાં છે.

ADVERTISEMENT

દર વર્ષે 26 ઓગસ્ટે મહિલા સમાનતા દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસ મહિલાઓએ તેમના અધિકારો માટે કરેલી લાંબી લડતની યાદ અપાવે છે. ઇતિહાસમાં મહિલાઓએ શિક્ષણ, મતાધિકાર, રોજગાર અને સમાજમાં પોતાની ઓળખ માટે અનેક મુશ્કેલીનો સામનો કર્યો છે. આજે મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં સફળતા હાંસલ કરી રહી છે, છતાં પણ દુનિયાના અનેક દેશોમાં મહિલાઓને લઈને કેટલાક એવા કાયદા છે જે ખૂબ જ વિચિત્ર અને ભેદભાવપૂર્ણ લાગે છે. આ કાયદાઓ બતાવે છે કે સાચી સમાનતા માટેનો માર્ગ હજી અધૂરો છે.

women

યમનની મહિલાનો કાયદો

સૌપ્રથમ વાત કરીએ યમનની. અહીં મહિલાઓને "અડધી સાક્ષી" માનવામાં આવે છે. તેનો અર્થ એવો થાય છે કે જો કોઈ મહિલા કોર્ટમાં સાક્ષી આપે તો તેની જુબાનીને સંપૂર્ણ સત્ય માનવામાં આવતી નથી. જો પુરુષની સાક્ષી સાથે તેની વાતનું સમર્થન ન હોય તો મહિલાની જુબાનીને માન્યતા આપવામાં આવતી નથી. કાયદાનો આ પ્રકાર મહિલાઓના ન્યાય મેળવવાના અધિકાર પર સીધી અસર કરે છે.

women-2

ઇઝરાયલની મહિલાનો કાયદો

હવે વાત કરીએ ઇઝરાયલની. અહીં અદાલતો યહૂદી ધાર્મિક કાયદાઓના આધારે કાર્ય કરે છે. આ નિયમો મુજબ, જો કોઈ મહિલા પોતાના પતિથી છૂટાછેડા લેવા માંગે, તો તેને સૌથી પહેલા પોતાના પતિની મંજૂરી લેવી પડે છે. જો પતિ મંજૂરી ન આપે તો મહિલાને છૂટાછેડા મળતા નથી. આ કાયદાને કારણે ઘણી મહિલાઓ મુશ્કેલીમાં ફસાઈ જાય છે અને પોતાની જિંદગી પરનો નિયંત્રણ ગુમાવી દે છે.

women-3

ઇરાનની મહિલાનો કાયદો

ઇરાનમાં મહિલાઓ પર રમતો જોવાના મામલે કડક પ્રતિબંધ છે. ધાર્મિક નેતાઓના નિયમ મુજબ, મહિલાઓને પુરુષોની રમતો જોવા માટે સ્ટેડિયમમાં જવાની મંજૂરી નથી. ખાસ કરીને ફૂટબોલ જેવી રમતોમાં મહિલાઓ પ્રવેશ મેળવી શકતી નથી. ઘણી મહિલાઓએ આ પ્રતિબંધ સામે અવાજ ઉઠાવ્યો છે, છતાં હજી સુધી આ નિયમોમાં મોટો ફેરફાર થયો નથી.

app promo4

રશિયાની મહિલાનો કાયદો

રશિયામાં પણ લાંબા સમય સુધી મહિલાઓ માટે રોજગારી સંબંધિત અનેક મર્યાદાઓ હતી. મહિલાઓને મેટ્રો ટ્રેન ડ્રાઇવર, જહાજ પર ડેકનું કામ, ભારે મશીનરી ચલાવવી કે જોખમી ફેક્ટરીની નોકરીઓ કરવાની મનાઈ હતી. આ પ્રતિબંધો 2021માં હળવા કરવામાં આવ્યા હતા, પરંતુ વર્ષો સુધી મહિલાઓએ આ ક્ષેત્રોમાં પોતાનો હક ગુમાવ્યો હતો.

આ પણ વાંચો : વગર ઇન્ટરનેટ આ મોબાઇલ સિરીઝ પર કરી શકાશે Wapp વીડિયો કોલ્સ, શું ભારતીયોને મળશે આ સુવિધા?

હવે વાત કરીએ પાકિસ્તાનની. અહીં કાયદા અનુસાર મહિલાઓને મશીનો રિપેર કરવાનો હક નથી. કાયદા બનાવનારાઓનું માનવું છે કે આ કામ માત્ર પુરુષો માટે યોગ્ય છે, એટલે મહિલાઓએ તે ક્ષેત્રથી દૂર રહેવું જોઈએ. આ પ્રકારની માન્યતા મહિલાઓની ક્ષમતાને અવગણવા જેવો પ્રયાસ છે. આ બધાં ઉદાહરણો બતાવે છે કે આજના આધુનિક સમયમાં પણ મહિલાઓને કાનૂની ભેદભાવનો સામનો કરવો પડે છે. મહિલા સમાનતા દિવસ આપણને યાદ અપાવે છે કે મહિલાઓએ સમાનતા માટે ઘણા સંઘર્ષો કર્યા છે, પરંતુ હજી ઘણું કામ બાકી છે. સાચી સમાનતા ત્યારે જ મળશે જ્યારે આવા કાયદાઓને દૂર કરીને મહિલાઓને દરેક ક્ષેત્રમાં પુરુષોની જેમ સમાન અધિકાર મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

strange laws against women Women Equality Day gender discrimination laws

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ