ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વગર ઇન્ટરનેટ આ મોબાઇલ સિરીઝ પર કરી શકાશે Wapp વીડિયો કોલ્સ, શું ભારતીયોને મળશે આ સુવિધા?

ટેક્નોલોજી / વગર ઇન્ટરનેટ આ મોબાઇલ સિરીઝ પર કરી શકાશે Wapp વીડિયો કોલ્સ, શું ભારતીયોને મળશે આ સુવિધા?

Published By: Nidhi Panchal

Last Updated: 10:03 AM, 26 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૂગલે પોતાની નવી Pixel 10 Series લોન્ચ કરી છે, જેમાં એક અનોખું ફીચર આપવામાં આવ્યું છે. હવે યુઝર્સ નેટવર્ક કે Wi-Fi વગર પણ WhatsApp ઓડિયો-વિડિયો કોલ કરી શકશે.

ADVERTISEMENT

ટેક કંપની ગૂગલે તાજેતરમાં જ વૈશ્વિક સ્તરે પોતાની નવી Pixel 10 સિરીઝ લોન્ચ કરી છે, જેમાં ભારત પણ સામેલ છે. ગૂગલનું કહેવું છે કે આ સિરીઝમાં યુઝર્સને એક ખાસ અને ઉપયોગી સુવિધા આપવામાં આવી છે, જેના દ્વારા હવે નેટવર્ક કે Wi-Fi વગર પણ WhatsApp થી ઓડિયો અને વિડિયો કોલિંગ કરી શકાશે. કંપનીએ આ નવા ફીચરને દુનિયામાં પહેલીવાર સ્માર્ટફોનમાં રજૂ કર્યું છે.

google-4

ગૂગલે પોતાની X પોસ્ટ દ્વારા માહિતી આપી હતી કે Pixel 10 સિરીઝના યુઝર્સને ટૂંક સમયમાં WhatsApp પર સેટેલાઇટ કનેક્ટિવિટી દ્વારા કોલિંગ સુવિધા મળશે. એટલે કે જો ફોનમાં નેટવર્ક કે Wi-Fi ન હોય તો પણ, યુઝર્સ સીધા સેટેલાઇટ મારફતે WhatsApp ઓડિયો અને વિડિયો કોલ કરી શકશે. આ સુવિધા ખાસ કરીને ઈમરજન્સી પરિસ્થિતિમાં ખૂબ મદદરૂપ સાબિત થશે.

google-3

નવી સુવિધા ક્યારથી ચાલુ થાય છે?

કંપનીએ જણાવ્યું છે કે આ નવી સુવિધા 28 ઑગસ્ટથી વેચાણ માટે ઉપલબ્ધ થનારા Pixel 10 સિરીઝ સ્માર્ટફોનમાં શરૂ થશે. ગૂગલના ટીઝર વિડિયોમાં પણ બતાવવામાં આવ્યું છે કે સેટેલાઇટ કનેક્ટિવિટી વડે કોલિંગ કરી શકાય છે. જો કે, આ સુવિધા માત્ર એ જ ટેલિકોમ ઓપરેટર્સના નેટવર્ક પર ઉપલબ્ધ રહેશે જેમની પાસે પહેલેથી જ સેટેલાઇટ કનેક્ટિવિટી સેવા છે.

app promo3

ભારતમાં હજી આ સુવિધા આવશે નહીં

ભારતમાં હજી સુધી સેટેલાઇટ સેવા ઉપલબ્ધ નથી, એટલે ભારતીય યુઝર્સને આ સુવિધા માટે થોડો સમય રાહ જોવો પડશે. જોકે, BSNL એ સોશિયલ મીડિયા પર સેટેલાઇટ સર્વિસ અંગે ટીઝર જાહેર કર્યું છે, જેના પરથી અનુમાન લગાવવામાં આવે છે કે આવનારા સમયમાં આ સેવા ભારતમાં પણ શરૂ થઈ શકે છે.

આ પણ વાંચો : ફ્લાઇટમાં મુસાફરી કરનારા જાણી લેજો તમારા અધિકાર, ફાયદામાં રહેશો

ગૂગલે દાવો કર્યો છે કે Pixel 10 સિરીઝ વિશ્વનો પહેલો સ્માર્ટફોન હશે જેમાં WhatsApp ઓડિયો અને વિડિયો કોલિંગ માટે સેટેલાઇટ કનેક્ટિવિટીનો ઉપયોગ કરવામાં આવશે. હાલની સ્થિતિએ સેટેલાઇટ મારફતે કોલિંગ અને SMS જેવી બેઝિક સેવાઓ તો ઉપલબ્ધ છે, પરંતુ WhatsAppમાં કોલિંગની આ નવીન સુવિધા વપરાશકર્તાઓ માટે એક નવો બદલાવ લાવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Google Pixel 10 WhatsApp calling without network Pixel 10 launch

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ