બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / અજબ ગજબ / Video: સ્કૂટીની બ્રેક ફેલ થઇ ગઇ, તો આ ભાઇએ એવો જુગાડ અપનાવ્યો, કે જોનારાનું મગજ ચકરાવે ચડી જાય

વાયરલ / Video: સ્કૂટીની બ્રેક ફેલ થઇ ગઇ, તો આ ભાઇએ એવો જુગાડ અપનાવ્યો, કે જોનારાનું મગજ ચકરાવે ચડી જાય

Last Updated: 04:20 PM, 28 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમુક લોકો દ્વારા કોઈ વસ્તુ ખરાબ થઈ જાય કે તૂટી જાય તો તેનો દેશી જુગાડ કરવાની એક આગવી શૈલી હોય છે. જેમાં અમુક જુગાડ તો એવા હોય છે જેને જોઈને આપણે પણ વિચાર કરતા થઈ જઈએ કે, આખરે આ વ્યક્તિને આવું સૂઝ્યું કેમ નું? આવો જ એક જુગાડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડીયા પર દરરોજ કોઈને કોઈ પોસ્ટ કે વીડિયો ટ્રેડિંગ થતા હોય છે. જેમાં કોમેડીથી લઇ ડાન્સ અને જુગાડના વીડિયોનો પણ સમાવેશ થતો હોય છે. અમુક લોકો જુગાડ અને સર્જનાત્મક વિચારોથી પોતાની સમસ્યાઓના અનોખા ઉકેલો શોધીને બધાને ચોંકાવી દેતા હોય છે. તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક આવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિએ તેના સ્કૂટીની બ્રેક ફેલ થઈ જવા પર એક અનોખી નિન્જા ટેકનિકનો ઉપયોગ કર્યો હતો. તેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે એક સ્કૂટીની બ્રેક તૂટી ગઈ છે. આ સ્થિતિમાં, લોકો મોટા ભાગે બ્રેક રિપેર કરાવવા માટે મિકેનિક પાસે જાય છે પરંતુ આ વ્યક્તિએ એકદમ અલગ રીત અપનાવી હતી. તેને ટૂથબ્રશ લીધુ અને તેને તૂટેલા બ્રેકના અડધા ભાગ પર રાખીને ટેપ લગાવી દીધી. ટૂથબ્રશ પર યોગ્ય રીતે ટેપ લગાવતા બ્રેકની લંબાઈ સામાન્ય થઈ ગઈ હતી અને સ્કૂટી ફરીથી સરળતાથી કંટ્રોલ થવા લાગી હતી. આ દેશી જુગાડે માત્ર સ્કૂટીની બ્રેક જ રિપેર નહતી કરી પણ લોકોને હસાવ્યા પણ હતા. હાલમાં આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

વધુ વાંચો :VIDEO: 'પાપી કી પરી' પાસે દરેક સમસ્યાનો ઉકેલ! સુટકેશ લઈ જવા ગજબનો જુગાડ, જુઓ વીડિયો

  • ઇન્સ્ટાગ્રામ પર વીડિયો વાયરલ

આ મજેદાર જુગાડનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર @jeejaji નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું, "ક્યાંની છે આ ટેકનોલોજી ?" લોકો આ વીડિયોને એટલો બધો પસંદ કરી રહ્યા છે કે આ સમાચાર લખાય છે ત્યાં સુધી તેને 11 હજાર જેટલી લાઈક્સ મળી ચૂકી છે. જ્યારે 2.96 લાખથી વધુ લોકોએ તેને જોયો છે. વીડિયો જોયા બાદ યુઝર્સ અનેક પ્રકારની કૉમેન્ટ કરી રહ્યા છે.  એક યુઝરે લખ્યું હતું કે, "કોલગેટ ફ્લેક્સી આજ પહેલી વખત કામ આવતું જોયું". જ્યારે બીજા યુઝરે લખ્યું હતું કે, " વાહનનું મોડિફિકેશન ક્રાઇમ ગણાય, હટાવી દે નહીં તો મોટો દંડ થશે". તો અન્ય એકે લખ્યું હતું કે, ફ્લેક્સિબિલિટી ટેસ્ટ ઓફ બ્રશ". તો અનેક લોકોએ લાફિંગ ઇમોજી શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Social Media Instagram Trending
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ