ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / '....તો દેશ બરબાદ થઇ જાત', કોર્ટે ઝટકો આપતા ટેરિફ વિવાદ પર ટ્રમ્પનું મોટું નિવેદન

પ્રતિક્રિયા / '....તો દેશ બરબાદ થઇ જાત', કોર્ટે ઝટકો આપતા ટેરિફ વિવાદ પર ટ્રમ્પનું મોટું નિવેદન

Published By: Shilpa Parmar

Last Updated: 09:09 AM, 1 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાની કોર્ટ ઑફ અપીલ્સે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ સંબંધિત આદેશોને ગેરકાનૂની ગણાવ્યા છે. જેના પર ટ્રમ્પ ગુસ્સામાં આવીને જજની જ સામે ભડકી ઉઠયા. જાણો શું છે સમગ્ર ઘટના?

ADVERTISEMENT

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાભરના દેશો પર હાઈ ટેરિફ લગાવવાનો મોટો નિર્ણય લીધો હતો. તે નિર્ણય અમેરિકાની કોર્ટએ ગેરકાયદેસર ગણાવ્યો છે. આ પરિસ્થિતિમાં ટ્રમ્પ ગુસ્સે થઈ ગયા હતાં.

ટ્રમ્પે રવિવારે ચેતવણી આપી કે તેમની તરફથી લાગુ કરાયેલ ટેરિફ દેશના હિતમાં છે. આ ટેરિફ વિના અમેરિકા સંપૂર્ણપણે બરબાદ થઈ જશે. ટ્રમ્પે ટેરિફ વિરુદ્ધ નિર્ણય આપનાર ન્યાયાધીશ પર પણ ગુસ્સો ઠાલવ્યો . તેમનું કહેવું હતું કે આ ન્યાયાધીશો અમેરિકાનું ભલું વિચારતા નથી.

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખેલી એક પોસ્ટમાં કહ્યું કે,

"ટેરિફ અને પહેલાથી એકત્ર કરેલા બધા જ અબજો-ટ્રિલિયન ડોલર વગર અમારો દેશ સંપૂર્ણપણે બરબાદ થઈ જશે. એટલું જ નહીં, અમારી સૈન્ય શક્તિ પણ નષ્ટ થઈ જશે."

ટ્રમ્પે ટેરિફ વિરુદ્ધ ચુકાદો આપનાર ન્યાયાધીશોને ‘કટ્ટરપંથી વામપંથીઓનો જૂથ’ ગણાવ્યો છે. જોકે, તેમણે એ ન્યાયાધીશનો આભાર પણ માન્યો, જેમણે તેમના ટેરિફના નિયમોને સમર્થન આપ્યું છે.

કોર્ટનો ચુકાદો શું છે?

અમેરિકાની અપીલ કોર્ટએ શુક્રવારે એક મહત્વના ચુકાદામાં જણાવ્યું કે

'ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન લાગુ કરાયેલા ઘણાં ટેરિફ ગેરકાયદેસર છે. તેમને તે લાગુ કરવાનો અધિકાર ન હતો.'

7-4ના બહુમતીથી આપવામાં આવેલા આ નિર્ણયમાં આગળ કહેવામાં આવ્યું કે,

'ટ્રમ્પ દેશના લગભગ બધા જ આયાત પર ઓપન-એન્ડેડ ટેરિફ લગાવી શકતા નથી.'

કોર્ટએ ટેરિફને ગેરકાનૂની ગણાવ્યા છતાં, 14 ઓક્ટોબર સુધી તે ચાલુ રાખવાની મંજૂરી આપી છે, જેથી ટ્રમ્પને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની તક મળશે. યુએસ કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ ફેડરલ સર્કિટએ સ્પષ્ટ કર્યું છે કે,

'ટેરિફના મામલે ટ્રમ્પે પોતાની ઇમરજન્સી પાવરનો ખોટો ઉપયોગ કર્યો હતો.'

વધુ વાંચો: 'બ્રાહ્મણ નફાખોરી કરી રહ્યાં છે' પ્રેસિડન્ટ ટ્રમ્પના ખાસ સલાહકારનું અજીબ નિવેદન, થયું રાજકીય તોફાન

કોર્ટનો આ ચુકાદો એપ્રિલમાં ટ્રમ્પ દ્વારા અમેરિકાના વેપારી સાથીઓ પર લગાવવામાં આવેલા ટેરિફ તેમજ તે પહેલાં ચીન, મેક્સિકો અને કેનેડા પર મૂકવામાં આવેલા ચાર્જિસ પર કેન્દ્રિત છે. 2 એપ્રિલે ટ્રમ્પે ‘લિબરેશન ડે’ જાહેર કરતાં રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી હતી, જેમાં તે દેશ પર 50 ટકા સુધીના ટેરિફ લાગુ કરવામાં આવ્યા હતા, જે દેશ સાથે અમેરિકાનો વેપાર નુકશાનમાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tariff declared illegal Trump Tariff Donald Trump

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ