બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:50 AM, 13 July 2025
સ્પેન હાલમાં ભારે વરસાદથી હેરાન છે, દેશના અનેક રાજ્યમાં હવામાન એજન્સી AEMET તરફથી ચેતવણીઓ જારી કરવામાં આવી છે. તેમાંના 8 વિસ્તારમાં વધુ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હુએસ્કા, ટેરુએલ, ઝરાગોઝા, બાર્સેલોના, ગિરોના, લેઇડા, ટેરાગોના અને કેસ્ટેલોન જેવા વિસ્તારોમાં લોકો અને પ્રવાસીઓને ભારે તોફાન, અચાનક પૂર અને ભારે વરસાદ માટે ચેતવણી આપવામાં આવી છે.
ADVERTISEMENT
Raging floods wreaked havoc across the globe in early #July
— Earth42morrow (@Earth42morrow) July 12, 2025
A thread 🧵 1/7#Flood #Asia #Europe #Japan #Nepal #China #India #Texas #NewMexico #Spain #France #Italy #Flashflood #Rain #Climate #Weather #Viral pic.twitter.com/Lc7W5Hb5a6
ઝરાગોઝાના ટેરાઝોના શહેરમાં શુક્રવારે માત્ર એક કલાકમાં જ 100 મિલીમીટર વરસાદ વરસી ગયો હતો. પરિણામે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા, વાહનો વહેતા દેખાયા અને ઘણી દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. જેના કારણે સમગ્ર શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. આ સ્થિતિને ગંભીરતાથી લઈ હવામાન વિભાગે આજે પણ રેડ એલર્ટ જાહેર કર્યો છે. ટેરાઝોનામાં જાહેર પરિવહન બંધ છે અને અનેક સ્થળોએ ઘરો અને મિલકતને ભારે નુકસાન થયું છે.
ADVERTISEMENT
🚨BREAKING: CARS SWEPT AWAY - SPAIN HIT BY SUDDEN FLOODS
— HustleBitch (@HustleBitch_) July 12, 2025
Roads gone. Vehicles sunk. Chaos out of nowhere.
Catalonia just got slammed and they’re calling it “natural.”
You still think this is just weather?pic.twitter.com/8MWUPbCuyd
ADVERTISEMENT
રાષ્ટ્રીય કટોકટી નિબંધન અને રાહત માટે જવાબદાર મિલિટરી ઇમરજન્સી યુનિટ (UME) ની ટીમો તાત્કાલિક અસરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. તેઓ હાલ ટેરાઝોના અને આસપાસના વિસ્તારોમાં બચાવ કામગીરીમાં લાગેલા છે. ઝરાગોઝામાં હજુ સુધી 30થી વધુ પૂર સંબંધિત ઘટનાઓ સામે આવી છે જેમાં રસ્તા બંધ થયા છે, વૃક્ષો પડી ગયા છે અને વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
Major Flooding Spain
— Chyno News (@ChynoNews) July 12, 2025
Damaging flooding recently occurred in Tarazona, Aragon, a town in Spain.
Footage shows cars and shops flooded by the heavy rains turning streets into rivers.
Rain is expected to ease throughout the area in the coming days.#Spain #Floods #Aragón pic.twitter.com/62IwRKNjFp
ADVERTISEMENT
કેતાલોનિયા અને એરાગોનમાં મોસમની સૌથી કઠિન પરિસ્થિતિ જોવા મળી રહી છે. અહીં પ્રતિ ચોરસ મીટર 50 મીમી જેટલો વરસાદ પડવાની આગાહી છે, જેના કારણે નદી-નાળાઓ છલકાવાની શક્યતા છે. કેટલન હવામાન સેવા મેટીઓકેટે સ્થિતિને ગંભીર ગણાવીને પોતાના પાંચમા અને છઠ્ઠા સ્તરે હવામાન ચેતવણી જાહેર કરી છે, જેનાથી સ્પષ્ટ છે કે વિસ્તારને યેલો અને ઓરેન્જ એલર્ટ કરતાં વધુ ગંભીર સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.
ADVERTISEMENT
That Spain flood is manufactured as well. There's nothing natural about these clouds over a 12-hour loop, and the dead giveaway is always ridiculous amounts of lightning almost in a straight line. Windy App #Spain#Flooding #GeoEngineering #TheClearSkiesMovement pic.twitter.com/X8P6QCkKxW
— nemo300blk (@nemo300blk) July 12, 2025
ADVERTISEMENT
સ્થાનિક લોકોને રાત્રીના સમય પર સતત ભારે વરસાદ અને વાવાઝોડા માટે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. મોબાઇલ ફોન પર પણ આપત્તિ ચેતવણી સંદેશાઓ મોકલવામાં આવી રહ્યા છે જેથી લોકો સમયસર સલામત સ્થળે જઈ શકે. ચિત્રો અને વીડિયો ક્લિપ્સમાં લોકો પોતાના ઘરના ગટરો ખોલતા, રસ્તાઓ પર પાણી ખેંચતા અને બચાવ દળો કાર્યરત હોવાનું દેખાઈ રહ્યું છે.

આ પણ વાંચો : જાપાની બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી ઠરી, જ્વાળામુખી ફાટતા હાહાકાર
દરમિયાન બ્રિટનમાં લોકો તડકાનો આનંદ લઈ રહ્યા છે જ્યાં પારો 35°C સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત થઈ છે, જ્યારે સ્પેનના પ્રવાસન સ્થળોએ રજા માણવા આવેલા બ્રિટિશ પ્રવાસીઓ માટે અઘરી સ્થિતિ સર્જાઈ છે. સ્પેનમાં આવેલા અનેક પ્રવાસીઓ આ અસાધારણ હવામાન પરિસ્થિતિના કારણે અટવાઈ પડ્યા છે અને તેમની રજાઓ પર પાણી ફરી વળ્યું છે. આગાહી મુજબ આગામી દિવસોમાં વરસાદ ધીમો પડી શકે છે, પરંતુ હાલ માટે રાજ્યમાં સતત એલર્ટ સ્થિતિ જારી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.