ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / જાપાની બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી ઠરી, જ્વાળામુખી ફાટતા હાહાકાર

આગાહી / જાપાની બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી ઠરી, જ્વાળામુખી ફાટતા હાહાકાર

Last Updated: 10:33 AM, 13 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાપાની બાબા વેંગાની 5 જુલાઈની આગાહી હવે સાચી પડી રહી છે. ભારે વરસાદ, તોફાન અને વાવાઝોડા સાથે જ્વાળામુખી ફાટવાની ઘટના સાચી પડી છે.

ADVERTISEMENT

આધુનિક સમયમાં, વિશ્વ પ્રગતિના માર્ગ પર છે. વિજ્ઞાન અને ટેકનોલોજીએ જીવન ખૂબ જ સરળ બનાવી દીધું છે. આ બધા વચ્ચે, હજુ સુધી એવી કોઈ ટેકનોલોજી બનાવવામાં આવી નથી, જે ભવિષ્ય બતાવે અથવા તેના વિશે જણાવે. પરંતુ કેટલાક પયગંબરો અને તેમના ચાહકો ભવિષ્ય જોવાનો દાવો કરે છે. તેમાંથી એક બલ્ગેરિયન બાબા વેંગા હતા. જેમણે તેમના જીવનકાળ દરમિયાન અનેક પ્રકારની આગાહીઓ કરી હતી.

જાપાની બાબા વાંગાની આગાહી

બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી મોટાભાગની આગાહીઓ સાચી સાબિત થઈ છે. તેમના જીવનકાળમાં, તેમણે મોટાભાગની કુદરતી આફતોની આગાહી કરી હતી. જેમાંથી કેટલીક સાચી પણ સાબિત થઈ છે. હવે આ બધા વચ્ચે, એક નવું નામ જાપાની બાબા વેંગા સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ કરી રહ્યું છે.

images

હકીકતમાં, જાપાની કલાકાર અને મંગા કોમિક્સ લેખક રિયો તાત્સુકીએ 5 જુલાઈ, 2025ના રોજ તેમના પુસ્તક 'ધ ફ્યુચર ઓફ આઈ સો'માં જાપાનમાં કુદરતી આફતની આગાહી કરી હતી. તેમના મતે, સમુદ્ર સપાટી નીચે ત્સુનામી આવશે, જે જાપાનમાં 2011 ના તોહોકુ ત્સુનામી કરતાં પણ મોટી દુર્ઘટના સાબિત થશે.

વધુ જુઓ: જાણો 5 દિવસ તમારા જિલ્લાઓમાં કેવો વરસાદ પડશે

આગાહી સાચી સાબિત થઈ રહી છે

જાપાની બાબા વેંગાની આગાહી હવે સાચી થતી જોવા મળી રહી છે. હકીકતમાં, ભારે વરસાદ સાથે ભારે તોફાનો જાપાનમાં તબાહી મચાવી રહ્યા છે. તોફાન એટલું મજબૂત છે કે લોકો ઊભા રહી શકતા નથી. ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ પૂર જેવી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. આ સાથે, રિયોએ જ્વાળામુખી ફાટવા સંબંધિત એક આગાહી પણ કરી હતી, જે સાચી સાબિત થઈ છે.

જ્વાળામુખી ફાટવાની ઘટના સાચી પડી

હકીકતમાં, ઉત્તર અમેરિકાના હવાઇયન ટાપુઓ પર જ્વાળામુખી ફાટવાની ઘટના બની છે. આ વિસ્ફોટ હવાઈના મોટા ટાપુ પર સ્થિત માઉન્ટ કિલાઉઆમાં થયો છે. આ જ્વાળામુખીમાંથી લાવા 9 કલાક સુધી નીકળતો રહ્યો, જે 1200 ફૂટ સુધી ઉંચો થઈ રહ્યો હતો.

જાપાની કલાકાર ર્યો તાત્સુકીએ તેમના પુસ્તકમાં ઘણી આગાહીઓ કરી છે, જેમાંથી કેટલીક સાચી પણ સાબિત થઈ છે. જોકે, પુસ્તકમાં નોંધાયેલી બધી આગાહીઓ તેમના સપના પર આધારિત છે. આ સાથે, સમયસર ન બનતી ઘટનાઓનું ચક્ર 15 વર્ષ આગળ વધે છે. સોશિયલ મીડિયા પર તેમની આગાહીઓ વિશે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

JapanDisaster2025 VolcanoEruption BabaVangaPrediction
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ