બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / VIDEO : ફરી એકવાર ધરા ધ્રુજી, 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા

ફફડાટ / VIDEO : ફરી એકવાર ધરા ધ્રુજી, 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા

Jay Bhatt

Last Updated: 06:54 AM, 25 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના અહેવાલો પ્રકાશિત થયા છે, ત્યારે વધુ એક વખત ધરતી ધણધણી છે. 6.1ની તીવ્રતાના ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

Earthquake: છેલ્લા કેટલાક સમયથી ભારત સહિત વિશ્વના વિવિધ ભાગોમાં ભૂકંપની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. અફઘાનિસ્તાન, મ્યાનમાર અને તુર્કીએ જેવા દેશોમાં હજારો લોકો મૃત્યુ પામ્યા છે, ત્યારે હવે ભારતીય સમય અનુસાર ગુરુવારે (25 સપ્ટેમ્બર 2025)ની વહેલી સવારે, 6.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. ભૂકંપના આંચકા અનુભવાના વીડિયો પણ સામે આવ્યા છે.

લોકો બહાર દોડી આવ્યા

ભૂકંપ આવતા જ લોકો ઘરની બહાર દોડી ગયા હતા. થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાળકો અને મહિલાઓ ડરી ગયા હતા. જો કે હજુ સુધી ભૂકંપની કારણે જાનમાલને નુકસાન થયું હોવાના અહેવાલ આવ્યા નથી.

ભૂકંપનું કેન્દ્ર ક્યાં હતું?

આ 6.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલામાં આવ્યો હતો. યુએસ જીઓલોજિકલ સર્વે (USGS)એ ઉત્તરપશ્ચિમ વેનેઝુએલામાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાની જાણ કરી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજધાની કારાકાસથી 370 માઇલ (600 કિ.મી.) પશ્ચિમમાં મેને ગ્રાન્ડેમાં 6.2 માઇલ (10 કિ.મી.)ની ઊંડાઈએ હતું. વેનેઝુએલાની સરકારે ભૂકંપ વિશે તાત્કાલિક માહિતી જાહેર કરી નથી.

Vtv App Promotion

રશિયામાં આવ્યો હતો જોરદાર ભૂકંપ

અગાઉ રશિયાના કામચાટકા ક્ષેત્રમાં ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા 7 કરતા વધુ હોવાનું જાણવા મળી હતી. રશિયામાં અગાઉ 20 જુલાઈ 2025ના રોજ 5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાંથી સૌથી મોટો 7.4ની તીવ્રતાનો હતો.

વધુ વાંચો : વોટ ચોરીના આરોપ વચ્ચે ચૂંટણી પંચે કર્યો મોટો ફેરફાર, હવે મતદારોએ કરવું પડશે આ કામ

શા માટે આવે છે ભૂકંપ?

પૃથ્વીની અંદર કુલ 7 ટેક્ટોનિક પ્લેટો છે. માહિતી અનુસાર, આ સાતેય ટેક્ટોનિક પ્લેટો સતત પોતપોતાની સ્થિતિમાં ફરે છે. જો કે, ક્યારેક ફરતી વખતે, આ ટેક્ટોનિક પ્લેટો ફોલ્ટ લાઇનો પર એકબીજા સાથે અથડાય છે. તેના કારણે ઉત્પન્ન થતા ઘર્ષણથી એવી ઊર્જા ઉત્પન્ન થાય છે જે છટકી જવાનો રસ્તો શોધે છે. આ જ કારણ છે કે પૃથ્વી પર ભૂકંપ અનુભવાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Venezula Earthquake Venezula Earthquake News World News
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ