ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ઈરાને ચેતવણીનો અનાદર કર્યો...જો જરૂર પડશે તો સૈનિકો તૈનાત કરીશું : ડોનાલ્ડ ટ્રમ્પ

Iran Israel News / ઈરાને ચેતવણીનો અનાદર કર્યો...જો જરૂર પડશે તો સૈનિકો તૈનાત કરીશું : ડોનાલ્ડ ટ્રમ્પ

Published By: Priykant Shrimali

Last Updated: 11:11 PM, 2 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Iran Israel News : પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું કે, ઇરાન સામેની કાર્યવાહી માટે પાંચ અઠવાડિયાની તૈયારી છે અને જો જરૂર પડશે તો યુદ્ધ વધુ તીવ્ર બનાવવામાં આવશે

ADVERTISEMENT

Iran Israel News : ઇરાન સામે ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું કે, ઇરાન સામેની કાર્યવાહી માટે પાંચ અઠવાડિયાની તૈયારી છે અને જો જરૂર પડશે તો યુદ્ધ વધુ તીવ્ર બનાવવામાં આવશે.

ઈરાન ખતરનાક મિસાઈલો વિકસાવી રહ્યું છે : ડોનાલ્ડ ટ્રમ્પ

ટ્રમ્પે દાવો કર્યો કે, ઇરાન એવા બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમ પર કામ કરી રહ્યું છે જે યુરોપ તેમજ અમેરિકન બેઝને નિશાન બનાવી શકે છે. તેમના કહેવા મુજબ, ભવિષ્યમાં ઇરાન સીધા અમેરિકા સુધી પહોંચી શકે તેવી મિસાઈલો તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ઇરાન આતંકવાદને સમર્થન આપતું દેશ છે અને અમેરિકાની વારંવારની ચેતવણીઓને અવગણવામાં આવી છે.

પાંચ અઠવાડિયાની તૈયારી

ટ્રમ્પે ચેતવણી આપી કે, ઇરાને પોતાના શસ્ત્રો સોંપી દેવા જોઈએ, નહીં તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. ટ્રમ્પે પોતાના નિવેદનમાં જણાવ્યું કે અગાઉ ઇરાનના પ્રભાવશાળી કમાન્ડર Qasem Soleimaniને મારવાની કાર્યવાહી પણ અમેરિકાએ કરી હતી. તેમના મુજબ તે પગલું ઇરાનના ખતરાને ઘટાડવા માટે લેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ઇરાન મુદ્દે ટ્રમ્પનું મોટું નિવેદન : હજુ મોટા હુમલા બાકી છે, આરબ દેશોના સમર્થનનો દાવો

સૈનિક તૈનાતીની સંભાવના

અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, જો જરૂરી બનશે તો મધ્ય પૂર્વમાં વધુ અમેરિકન સૈનિકો તૈનાત કરવામાં આવશે. તેમના જણાવ્યા અનુસાર, ઇરાની સરકાર પ્રદેશમાં અમેરિકન દળો માટે જોખમ ઊભું કરી રહી છે. હાલની પરિસ્થિતિમાં બંને દેશો વચ્ચેનો તણાવ ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. જો રાજદ્વારી પ્રયાસો સફળ નહીં થાય, તો સંઘર્ષ વધુ વ્યાપક બની શકે છે. વૈશ્વિક સમુદાય પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યો છે, કારણ કે તેનો પ્રભાવ આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને અર્થતંત્ર પર પડી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Donald Trump Statement Ballistic Missile Threat Iran Military Action

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ