ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:48 PM, 2 March 2026
ADVERTISEMENT
Iran Israel News : મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન મુદ્દે કડક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ઇરાન પર અત્યાર સુધી જે હુમલાઓ થયા છે, તે શરૂઆત માત્ર છે અને મોટો હુમલો હજુ બાકી છે. અમેરિકા અને ઇઝરાયલ સંયુક્ત રીતે ઇરાન સામે સૈન્ય કાર્યવાહી કરી રહ્યા હોવાનું જણાવાયું છે. આ સંઘર્ષને શરૂ થયાને થોડા દિવસો થયા છે અને બંને પક્ષો તરફથી તીવ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે.
ADVERTISEMENT
અમે તેમને કચડી રહ્યા છીએ : ટ્રમ્પ
એક ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો કે, અમેરિકન સેનાએ ઇરાનને ભારે નુકસાન પહોંચાડ્યું છે. તેમના શબ્દોમાં અમેરિકાનું સૈન્ય વિશ્વમાં સૌથી શક્તિશાળી છે અને તે પોતાની સંપૂર્ણ ક્ષમતાથી કાર્ય કરી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, હજી સુધી સંપૂર્ણ તાકાતનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને આગામી દિવસોમાં વધુ મોટા હુમલાઓ થઈ શકે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું અમેરિકા માત્ર સૈન્ય કાર્યવાહી જ નહીં પરંતુ અન્ય રીતે પણ ઇરાનની અંદર પરિવર્તન લાવવા પ્રયત્ન કરી રહ્યું છે, ત્યારે ટ્રમ્પે સંકેત આપ્યો કે, વિવિધ સ્તરે કામગીરી ચાલી રહી છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : યુદ્ધમાં ફસાયેલા યાત્રીઓ માટે સારા સમાચાર, UAEએ કરી સ્પેશિયલ ફ્લાઈટની વ્યવસ્થા
ADVERTISEMENT
આરબ દેશોના સમર્થનનો દાવો
ટ્રમ્પે વધુમાં દાવો કર્યો કે, અનેક આરબ દેશો હવે ઇરાન સામેની કાર્યવાહી માટે અમેરિકાને ટેકો આપવા આતુર છે. તેમના મુજબ, ઇરાન દ્વારા બહેરીન, જોર્ડન, કુવૈત, કતાર અને સંયુક્ત આરબ અમીરાત જેવા દેશોને નિશાન બનાવ્યા બાદ તેમની ભૂમિકા બદલાઈ છે. ટ્રમ્પે જણાવ્યું કે, શરૂઆતમાં કેટલાક દેશો દૂર રહ્યા હતા, પરંતુ હાલ પરિસ્થિતિ બદલાઈ રહી છે અને વધુ દેશો ખુલ્લેઆમ સમર્થન આપવા તૈયાર છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો