ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / વિશ્વ / યુદ્ધમાં ફસાયેલા યાત્રીઓ માટે સારા સમાચાર, UAEએ કરી સ્પેશિયલ ફ્લાઈટની વ્યવસ્થા

વિશ્વ / યુદ્ધમાં ફસાયેલા યાત્રીઓ માટે સારા સમાચાર, UAEએ કરી સ્પેશિયલ ફ્લાઈટની વ્યવસ્થા

Published By: Nirav Kumar

Last Updated: 10:07 PM, 2 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પરના હુમલાઓને પગલે રીઝનલ હવાઈ ક્ષેત્ર બંધ થવાથી દુબઈ અને અબુ ધાબી સહિત અનેક એરપોર્ટ પર અસર પડી છે. જેના કારણે સેંકડો મુસાફરો ફસાયા છે.

ADVERTISEMENT

સંયુક્ત આરબ અમીરાત (UAE) ના નાગરિક ઉડ્ડયન ઓથોરીટી પાસે કોન્ફલીક્ટ વચ્ચે ફસાયેલા મુસાફરો માટે સારા સમાચાર છે. તેમને સોમવારે જાહેરાત કરી હતી કે કોન્ફલીક્ટમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા અને તેમના પરત ફરવાની સુવિધા માટે દેશના તમામ મુખ્ય એરપોર્ટ પરથી ખાસ ફ્લાઇટ્સ ચલાવવામાં આવી રહી છે.

અમેરિકા અને ઇઝરાયલી દ્વારા ઈરાન પરના હુમલાઓને પગલે રીઝનલ હવાઈ ક્ષેત્ર બંધ થવાથી દુબઈ અને અબુ ધાબી સહિત અનેક એરપોર્ટ પર અસર પડી હતી. આથી હજારો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને વિશ્વભરના લાખો મુસાફરોને અસર થઈ હતી. UAE સરકારે ફસાયેલા મુસાફરો માટે રહેવા અને ફૂડની વ્યવસ્થા પહેલાથી જ કરી દીધી હતી. હવે ખાસ ફ્લાઇટ્સ દ્વારા તેમનું સ્થળાંતર પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

vtv app promotion

અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર મોટા પાયે હુમલાઓ શરૂ કર્યા છે. જેનાથી પશ્ચિમ એશિયામાં યુદ્ધ વધ્યું છે. શનિવારથી શરૂ થયેલા આ હુમલાઓમાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઇ સહિત અનેક ટોપના નેતાઓ માર્યા ગયા છે. અમેરિકા અને ઇઝરાયલે ઈરાનના પરમાણુ કાર્યક્રમ, બેલિસ્ટિક મિસાઇલ સ્થળો અને લશ્કરી બેઝને નિશાન બનાવ્યા છે. ઈરાને ઇઝરાયલ, યુએસ થાણા અને ખાડી દેશો પર મિસાઇલ અને ડ્રોન હુમલાઓ કરીને બદલો લીધો હતો. જેનાથી દુબઈ, અબુ ધાબી અને દોહાના એરપોર્ટને નુકસાન થયું હતું. આ કોન્ફલીક્ટને લીધે ગ્લોબલ લેવલે ઓઈલના ભાવમાં વધારો થયો છે અને મુસાફરીમાં વિક્ષેપોને કારણે યાત્રા વ્યવસ્થામાં વિક્ષેપ પડ્યો છે. જેમાં અનેક દેશોએ તેમના નાગરિકોને સ્થળાંતર કરવાની સલાહ આપી છે.

  • ગલ્ફ ક્ષેત્રના મુખ્ય એરપોર્ટ બંધ

ઈરાનના બદલો લેવાના હુમલાથી ગલ્ફ ક્ષેત્રના મુખ્ય એરપોર્ટ બંધ થઈ ગયા છે. જેના લીધે લાખો પ્રવાસીઓ ફસાઈ ગયા છે. દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અબુ ધાબીનું ઝાયેદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને દોહાનું એરપોર્ટ અસરગ્રસ્ત થયું હતું. જેમાં એમિરેટ્સ એરલાઈન્સે સોમવાર સાંજથી લીમીટેડ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. જ્યારે એતિહાદ એરવેઝે મોસ્કો, એમ્સ્ટરડેમ અને પેરિસ માટે ખાસ ફ્લાઇટ્સ ચલાવી હતી. ફ્લાય દુબઈએ પણ અમુક ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ ફ્લાઇટ્સ ફરી શરૂ કરી છે. પરંતુ કતાર એરવેઝે ફ્લાઇટ્સ સ્થગિત કરી છે અને મંગળવારે સવારે અપડેટ આપવાનું કહ્યું છે.

વધુ વાંચો : ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈ પછી પત્નીનું પણ મોત, હુમલામાં ઘવાયા હતા, સારવાર વખતે દમ તોડ્યો

  • UAEમાં ફસાયેલા 58,000 ઇન્ડોનેશિયન મુસાફરો

આ ઈમરજન્સી ગ્લોબલ મુસાફરી પર મોટી અસર કરી રહી છે. જેમાં ઇન્ડોનેશિયાના 58,000 થી વધુ ઉમરાહ મુસાફરી સાઉદી અરેબિયામાં ફસાયેલા છે. 30,000 જર્મન પ્રવાસીઓ ક્રુઝ જહાજો અને હોટલોમાં અટવાઈ ગયા છે. જેમાં બ્રિટન, ચેક રિપબ્લિક અને બીજા દેશો તેમના નાગરિકોને બહાર કાઢવાના પ્રયાસો કરી રહ્યા છે. એર ફ્રાન્સ, એર ઇન્ડિયા અને KLM જેવી એરલાઈન્સે મધ્ય પૂર્વની ફ્લાઇટ્સ રદ કરી છે. ગ્લોબલ શેર માર્કેટમાં ઘટાડો થયો છે. ખાસ કરીને એરલાઇન અને હોટેલના શેરોમાં 5-6 ટકાનો ઘટાડો થયો છે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UAE Iran Conflict Regional Airspace

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ