ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈ પછી પત્નીનું પણ મોત, હુમલામાં ઘવાયા હતા, સારવાર વખતે દમ તોડ્યો

વિશ્વ / ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈ પછી પત્નીનું પણ મોત, હુમલામાં ઘવાયા હતા, સારવાર વખતે દમ તોડ્યો

Published By: Nirav Kumar

Last Updated: 08:28 PM, 2 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુએસના હવાઈ હુમલામાં આયાતુલ્લાહ અલી ખામેનેઇની પત્નીનું પણ અવસાન થયું છે. તેઓ તાજેતરના યુએસ હવાઈ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ADVERTISEMENT

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઇની પત્નીનું પણ અવસાન થયું છે. ઈરાની રાજ્ય મીડિયાએ સોમવારે આ અહેવાલ આપ્યો હતો. ખામેનેઇની પત્ની, મન્સુરેહ ખોજાસ્તેહ બાગરઝાદેહ તાજેતરના યુએસ હવાઈ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. અમેરિકા અને ઇઝરાયલ સતત ઈરાન પર હુમલો કરી રહ્યા છે, અને ઈરાન જવાબમાં વિવિધ યુએસ બેઝને નિશાન બનાવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ખામેનેઇના શાસન દરમિયાન તેમની પત્ની, મન્સુરેહ ખોજાસ્તેહ મોટાભાગે જાહેર જીવનમાંથી દેખાતા નહતા. તાજેતરના યુએસ હવાઈ હુમલામાં ખામેનેઇ અને તેમના પરિવારના અનેક સભ્યો માર્યા ગયા હતા. હુમલા દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયેલી તેમની પત્નીનું પણ સોમવારે અવસાન થયું હતું.

ખામેનેઇના મૃત્યુની પુષ્ટિ ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી હતી. જેમાં ઈરાને શરૂઆતમાં દાવાઓને ફગાવી દીધા હતા. ત્યાર બાદ રવિવારે સવારે ઈરાની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ તેમના મૃત્યુની પુષ્ટિ કરીને શોક વ્યક્ત કર્યો અને 40 દિવસનો જાહેર શોક જાહેર કર્યો હતો.

vtv app promotion

ઈરાનમાં ઈઝરાયલી અને અમેરિકન જોઈન્ટ હુમલાઓમાં છેલ્લા ત્રણ દિવસમાં ઓછામાં ઓછા 555 લોકો માર્યા ગયા છે. ઈરાની રેડ ક્રેસન્ટ સોસાયટી દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. આ અત્યાર સુધીમાં 131 શહેરો પ્રભાવિત થયા છે.

વધુ વાંચો : 'એ મને મારી નાખે એ પહેલાં જ મેં કરી નાખ્યો ખાતમો', ખામેનેઈના મોત પર બોલ્યાં ટ્રમ્પ

ખામેનેઇની મોત બાદ રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનની 3 જણાની કમિટીને કમાન્ડર બન્યા છે. અને ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડમાં પણ નવા પ્રમુખ બનાવાયા છે. જેમાં પેજેશકિયાને ખામેનેઇના મોતનો બદલો લેવાની વાત કહી છે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Khamenei Death US Airstrike Khamenei Wife

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ