ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / 'એ મને મારી નાખે એ પહેલાં જ મેં કરી નાખ્યો ખાતમો', ખામેનેઈના મોત પર બોલ્યાં ટ્રમ્પ

Donald Trump / 'એ મને મારી નાખે એ પહેલાં જ મેં કરી નાખ્યો ખાતમો', ખામેનેઈના મોત પર બોલ્યાં ટ્રમ્પ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 05:43 PM, 2 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Donald Trump: અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. મધ્ય પૂર્વ સળગી રહ્યું છે.

ADVERTISEMENT

Donald Trump: અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. મધ્ય પૂર્વ સળગી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, "મેં તેમને પહેલા મારી નાખ્યા... તે મને મારે તે પહેલાં." ટ્રમ્પનું આ નિવેદન અમેરિકી ગુપ્તચર એજન્સીઓના દાવાને લઇ છે કે ઈરાની સરકારે ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. મધ્ય પૂર્વ સળગી રહ્યું છે. આ દરમિયાન જ્યારે એક અમેરિકન પત્રકારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનીની હત્યા વિશે પૂછ્યું, ત્યારે ટ્રમ્પે કડક જવાબ આપ્યો.

ameri

ટ્રમ્પે કહ્યું, "તે મને મારી નાખે એ પહેલા જ મે તેમને મારી નાખ્યા" ડ્રમ્પનું આ નિવેદન અમેરિકી ગુપ્તચર એજન્સીઓના દાવાને લઇને છે. જેને લઇને કહેવાય છે કે, ઈરાની સરકારે ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

એક અમેરિકી પત્રકાર જોનાથન કાર્લે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ઈરાન અંગે થોડી મિનિટો સુધી વાત કરી. મેં તેમને પૂછ્યું કે સુપ્રીમ નેતા અયાતુલ્લાહ ખામેનીના ગયા પછી સત્તા કોણ સંભાળશે. તેમનો જવાબ ખૂબ રસપ્રદ હતો. તેમણે કહ્યું કે હુમલો સટીક અને સફળ રહ્યો. ઘણા અધિકારીઓ અને સંભવિત ઉત્તરાધિકારીઓ માર્યા ગયા. "જેના વિશે આપણે વિચારી રહ્યા હતા તે બધા મૃત્યુ પામ્યા છે."

જ્યારે પૂછવામાં આવ્યું કે ઈરાન સાથેનું આ યુદ્ધ કેટલો સમય ચાલશે, ત્યારે ટ્રમ્પે કહ્યું કે તેમને શરૂઆતમાં આશા હતી કે તે ચારથી પાંચ અઠવાડિયામાં સમાપ્ત થઈ જશે, પરંતુ હવે તેમણે સંકેત આપ્યો છે કે લાંબા સમય સુધી યુદ્ધ થઈ શકે છે. તેમણે ત્રણ અમેરિકન સૈનિકોના મૃત્યુ પર પણ ટિપ્પણી કરતા કહ્યું, "આ યુદ્ધ છે, અને લોકો યુદ્ધમાં મરે છે."

vtv app promotion

આ પણ વાંચોઃ ઈરાનનો મોટો હુમલો, ઈઝરાયલની પ્રધાનમંત્રી નેતન્યાહૂની ઓફિસ પર મિસાઈલ ઝીકી

ટ્રમ્પે કહ્યું કે અગાઉના લશ્કરી કાર્યવાહીમાં જેમ કે 2025માં વેનેઝુએલા, ઈરાન, અને વર્તમાન લશ્કરી કાર્યવાહીમાં માર્યા ગયેલા અમેરિકનોની સંખ્યા ફક્ત ત્રણ રહી છે, અને તેમણે તેને નોંધપાત્ર ગણાવી.

નોધનીય છે કે,અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત રીતે ઇરાન પર હવાઈ હુમલા કર્યા. અમેરિકાએ તેને ઓપરેશન એપિક ફ્યુરી નામ આપ્યું. આ ઓપરેશનમાં ઇરાનમાં અનેક મુખ્ય સરકારી અને લશ્કરી ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા હતા. સુપ્રીમ લીડર ખામેનેઇ સહિત અનેક ટોચના રાજકીય અને લશ્કરી વ્યક્તિઓ માર્યા ગયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

America Khamenei Donald Trump

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ