ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ઈરાનનો મોટો હુમલો, ઈઝરાયલની પ્રધાનમંત્રી નેતન્યાહૂની ઓફિસ પર મિસાઈલ ઝીકી

World / ઈરાનનો મોટો હુમલો, ઈઝરાયલની પ્રધાનમંત્રી નેતન્યાહૂની ઓફિસ પર મિસાઈલ ઝીકી

Published By: Ajitsinh Jadeja

Last Updated: 04:11 PM, 2 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

US-Israel Strikes On Iran Live Updates: ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનીના અમેરિકા-ઈઝરાયલના સંયુક્ત હુમલામાં મૃત્યુ બાદ ઈરાન અને પશ્ચિમી શક્તિઓ વચ્ચે સીધો લશ્કરી સંઘર્ષ શરૂ થયો છે.

ADVERTISEMENT

US-Israel Strikes On Iran Live Updates: ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનીના અમેરિકા-ઈઝરાયલના સંયુક્ત હુમલામાં મૃત્યુ બાદ ઈરાન અને પશ્ચિમી શક્તિઓ વચ્ચે સીધો લશ્કરી સંઘર્ષ શરૂ થયો છે. ઈરાને સત્તાવાર રીતે "યુદ્ધની સ્થિતિ" જાહેર કરી છે અને બદલો લેવાની કાર્યવાહી શરૂ કરી છે. ઈરાનને મોટો હુમલો આજે કર્યો છે, ઈઝરાયલની પ્રધાનમંત્રી નેતન્યાહૂની ઓફિસ પર મિસાઈલ ઝીકી દીધી છે.

આખી દુનિયા ઈરાન યુદ્ધ પર નજર રાખી રહી છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઇનું ઈઝરાયલી અને અમેરિકન હુમલાઓની શ્રેણીમાં મોત થયુ છે. ખામેનેઇના મૃત્યુથી મધ્ય પૂર્વમાં માહોલ તિવ્ર બન્યો છે. જ્યારે ઈઝરાયલ અને અમેરિકા ઈરાનમાં મિસાઈલ હુમલા કરી રહ્યા છે, ત્યારે ઈરાન પણ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યું છે. ઈઝરાયલ ઉપરાંત ઈરાને ગલ્ફ દેશોને પણ નિશાન બનાવ્યા છે જ્યાં યુએસ લશ્કરી થાણાઓ સ્થિત છે. ઈરાની મિસાઈલોએ દુબઈ, કુવૈત, બહેરીન, કતાર અને ઓમાન જેવા દેશો પર આકાશ લાલ કરી દીધું છે. દરમિયાન વ્હાઇટ હાઉસ તરફથી રાષ્ટ્રપતિ ટ્રમ્પના કડક આદેશોએ યુદ્ધનો માર્ગ બદલી નાખ્યો છે.

આ તણાવ ભારત સહિત સમગ્ર વિશ્વને સીધી અસર કરી રહ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, અને મધ્ય પૂર્વમાં સીબીએસઇ પરીક્ષાઓ પણ મુલતવી રાખવામાં આવી છે.

યુદ્ધ સાથે જોડાયેલ નવિનતમ વિગત

ઈરાનનો દાવો: 27 યુએસ બેઝ પર મિસાઈલ અને ડ્રોન હુમલા.

મોટું નુકસાન: દુબઈ અને ઓમાનમાં અનેક લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા, શેરબજાર બંધ.

અમેરિકાની ચેતવણી: રાષ્ટ્રપતિ ટ્રમ્પે વધુ ઘાતક હુમલાઓનો સંકેત આપ્યો.

ભારતીયો માટે ચેતવણી: વિદેશ મંત્રાલય પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. સીબીએસઇ પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી.

vtv app promotion

આ પણ વાંચોઃ દુબઈમાં વસતા દીકરા-દીકરીઓને લઇ પરિવારજનો ચિંતિત, સર્જાયા ભાવુક દ્રશ્યો

ઈરાનનો દાવો: નેતન્યાહૂના કાર્યાલય પર હુમલો

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સએ ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલય અને ઇઝરાયલી વાયુસેના કમાન્ડરના કાર્યાલય પર મિસાઇલોથી હુમલો કરવાનો દાવો કર્યો છે. આઇઆરજીસીએ દાવો કર્યો હતો કે ઓપરેશન ટ્રુથ, પ્રોમિસ 4 ના ભાગ રૂપે ઇઝરાયલી પીએમ અને એરફોર્સ કમાન્ડરના કાર્યાલયોને મિસાઇલોથી નિશાન બનાવવામાં આવ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

America Israel Iran News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ