બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દુબઈમાં વસતા દીકરા-દીકરીઓને લઇ પરિવારજનો ચિંતિત, સર્જાયા ભાવુક દ્રશ્યો
Last Updated: 02:32 PM, 2 March 2026
Palanpur News: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવપૂર્ણ પરિસ્થિતિઓને કારણે ગુજરાતના પાલનપુર શહેરમાં પણ ચિંતા અને ગભરાટનો માહોલ સર્જાયો છે. ઇરાક અને ઇઝરાયેલ વચ્ચે વધતા તણાવના સમાચાર સતત પ્રસારિત થતા હોવાથી વિદેશમાં રહેતા પોતાના સંતાનો અંગે પરિવારજનોમાં ભારે વ્યાકુળતા જોવા મળી રહી છે.
ADVERTISEMENT
દુબઈમાં વસતા દીકરા-દીકરીઓને લઇ પરિવારજનો ચિંતિત #Dubai #IndianAbroad #FamilyConcern #MiddleEastTension #UAEUpdate #BreakingNews #IndianCommunity #GlobalCrisis #SafetyAlert #WorldNews #Reels #Shorts #VTVDigital pic.twitter.com/r489atCnJ4
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 2, 2026
પાલનપુર શહેરના આશરે 20 જેટલા યુવકો રોજગાર માટે દુબઈમાં રહે છે. હાલ તેઓ ત્યાં સુરક્ષિત હોવાનું જણાવે છે. છતાં પરિસ્થિતિને લઈને તેમના પરિવારજનો સતત ચિંતામાં છે. એરબેઝ બંધ હોવાની માહિતી મળતા યુવકો તાત્કાલિક વતન પરત ફરી શકતા નથી. જેના કારણે માતા-પિતાની ચિંતા વધુ વધી છે.
ADVERTISEMENT

આ અંગે એક પિતા જયેશભાઈ રાવલે જણાવ્યું કે
ADVERTISEMENT
" મારા દીકરાની ચિંતા સ્વાભાવિક થાય પણ મારી દર કલાકે એની સાથે વાત થાય છે અને ત્યાં એ લોકો સંપૂર્ણ સેફ છે. હાલ ફ્લાઇટ્સ બંધ હોવાને કારણે એ લોકો આવી શકતા નથી. લોકો એ સિવાય હાલ ત્યાં માહોલ ઘણો સેફ છે અને હજુ સુધી ચિંતા જેવુ કશું નથી. "

ADVERTISEMENT
પરિવારજનો દર કલાકે વીડિયો કોલ કરી પોતાના દીકરાઓ સાથે વાતચીત કરી રહ્યા છે અને તેમની હાલત અંગે સમાચારો મેળવી રહ્યા છે. ટીવી ચેનલો પર યુદ્ધ સંબંધિત દૃશ્યો જોતા માતા-પિતા ભાવુક બની જાય છે. કેટલાક પરિવારોમાં તો રાત્રે ઊંઘ પણ ઊડી ગઈ હોવાનું જાણવા મળે છે. યુવકોના જણાવ્યા અનુસાર દુબઇમાં હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને રોજિંદી જિંદગી સામાન્ય રીતે ચાલુ છે. જોકે આસપાસના વિસ્તારોમાં ક્યારેક આકાશમાં હવાઈ હુમલાના અવાજ સંભળાતા હોવાની ચર્ચાઓથી પરિવારજનોમાં ગભરાટ ફેલાયો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સ્થાનિક લોકોનું કહેવું છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી સ્પષ્ટ માર્ગદર્શન અને સત્તાવાર માહિતી મળે તો પરિવારોને થોડી માનસિક શાંતિ મળી શકે. હાલ તમામ પરિવારો પોતાના સંતાનોની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા છે અને પરિસ્થિતિ જલદી સામાન્ય બને તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.