ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કાળા કાચ, NSUIની પ્લેટ, મણિનગરમાં દારૂ પીધેલી હાલતમાં કોંગ્રેસ નેતાના ભાણેજે સર્જ્યો અકસ્માત

અમદાવાદ / કાળા કાચ, NSUIની પ્લેટ, મણિનગરમાં દારૂ પીધેલી હાલતમાં કોંગ્રેસ નેતાના ભાણેજે સર્જ્યો અકસ્માત

Published By: Vishal Khamar

Last Updated: 01:28 PM, 2 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરના કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલના ભાણીયાએ અકસ્માત સર્જ્યો હતો. દારૂના નશામાં કાર ચલાવી અકસ્માત કરતા લોકોએ કારની બહાર કાઢી મેથીપાક ચખાડ્યો હતો.

ADVERTISEMENT

અમદાવાદ શહેર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલનો ભાણિયો વિશાલ ગુર્જર તા. 1 ફેબ્રુઆરીના રોજ રાત્રીના સુમારે દારૂ પીધેલી હાલત ગાડી ચલાવી બે વાહનોને ટક્કર મારી હતી. જે બાદ કારમાં બેઠેલ વિશાલ ગુર્જર દારૂ પીધેલ હોવાનું લોકોને માલુમ પડતા લોકોએ વિશાલને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. તેમજ પોલીસને સોંપ્યો હતો. વિશાલ ગુર્જર યુથ કોંગ્રેસનો શહેર પ્રમુખ તરીકે પણ ફરજ બજાવેલ છે. આ સમગ્ર મામલે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

દારૂના નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો

મળતી માહિતી મુજબ મણિનગર પોલીસ સ્ટેશન પાસે સીટી કોર્નર હોટલની બાજુમાં રાત્રીના સુમારે એક કાર ચાલક દ્વારા બે વાહનોને ટક્કર મારી હતી. જેમાં એક ગાડી પર લિસોટા પડ્યા હતા. તેમજ એક્ટિવાને નુકસાન થવા પામ્યું હતુ. અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. તેમજ અકસ્માત કરનાર વર્ના કારના ચાલકને ગાડીમાંથી બહાર કાઢતા તે દારૂ પીધેલ હાલતમાં હોવાનું જાણવા મળતા આજુબાજુના રહીશોએ વિશાલ ગુર્જરને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

અકસ્માત સર્જનાર કારના કાચને બ્લેક ફિલ્મ લાગેલી

એક તરફ પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવે છે. અને બ્લેક ફિલ્મ લાગેલ કારને રોકીને ફિલ્મ કાઢવામાં આવે છે. ગત રોજ મણીનગરના સીટી કોર્નર પાસે થયેલ અકસ્માતમાં ગાડીને બ્લેક ફિલ્મ લાગેલી હતી. તેમજ કારમાં આગળની બાજુ NSUI ની પ્લેટ પણ લખેલ હતી. આ સમગ્ર બાબતે રહીશો દ્વારા તપાસ કરતા અકસ્માત સર્જનાર કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો ભાણિયો હોવાનું સામે આવ્યું હતું. તેમજ વિશાલ ગુર્જર યુથ કોંગ્રેસનો પૂર્વ શહેર પ્રમુખ પણ હતો.

આ પણ વાંચોઃ ભાવનગરથી ઉમરાહ કરવા ગયેલા લોકો મક્કામાં ફસાયા, પરિવારમાં ચિંતાનો માહોલ

વિશાલ ગુર્જરે પીઆઈ સાથે પણ ગેરવર્તણુંક કરી

વિશાલ ગુર્જરને રહીશોએ ગાડીમાંથી બહાર કાઢી મેથીપાક ચખાડ્યો હતો. તેમજ મણિનગર પોલીસ સ્ટેશન નજીક હોવાથી મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ વાય જે રાઠોડ પણ સ્થળ પર પહોંચી આરોપીને છોડાવ્યો હતો. આરોપીએ નશાની હાલતમાં પીઆઈ સાથે પણ ગેરવર્તણુક કરી હતી. આ સમગ્ર મામલે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Ahmedabad Police Ahmedabad News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ