બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 'આ ખુબ જ વિચિત્ર...', ટ્રમ્પ સાથે બન્યું એવું કે બરાબરના ભડક્યાં, જાણો

ગુસ્સો / 'આ ખુબ જ વિચિત્ર...', ટ્રમ્પ સાથે બન્યું એવું કે બરાબરના ભડક્યાં, જાણો

Jay Bhatt

Last Updated: 11:12 AM, 15 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અવારનવાર ચર્ચામાં રહે છે, ત્યારે હવે ટ્રમ્પ એક મેગેઝિન પર બરાબરના ભડક્યા હતા. જાણો શું છે સમગ્ર મામલો..

World News : ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા ઘણા સમયથી ચર્ચાના કેન્દ્રમાં છે. યુદ્ધની વાત હોય કે પછી નોબેલ શાંતિ પુરસ્કારની વાત હોય ટ્રમ્પ હંમૈશા સમાચારમાં રહ્યા છે, ત્યારે હવે પોતાની જ એક તસવીરને લઈને ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.

અમેરિકન પ્રમુખ બરાબરના અકળાયા

વિશ્વની પ્રખ્યાત મેગેઝિને ટ્રમ્પને ગાઝા યુદ્ધવિરામ અને બંધકોના છોડવવામાં અથાગ પ્રયાસો કર્યા બદલ શ્રેય આપ્યો હતો. જો કે આ મેગેઝિને ટ્રમ્પની જે તસવીર મુકી તેનાથી અમેરિકન પ્રમુખ બરાબરના અકળાયા હતા.

ટ્રમ્પે મેગેઝિનની આકરી ટીકા કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિખ્યાત ટાઈમ મેગેઝિનના કવર પર છપાયેલા પોતાના ફોટાથી ખુશ નથી. તેમણે મેગેઝિનની આકરી ટીકા કરી છે. આ ફોટામાં એવું તો શું છે કે ટ્રમ્પ આટલા બધા ગુસ્સે થઈ ગયા.

vtv app promotion

તસવરી વિશે શું કહ્યું ટ્રમ્પે?

ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'ટાઈમ મેગેઝિને મારા વિશે પ્રમાણમાં સારી સ્ટોરી કરી, પરંતુ કવર પર જે તસવીર રાખવામાં આવી તે અત્યાર સુધીની સૌથી ખરાબ તસવીર છે. મારા વાળ જ ગાયબ કરી દીધા અને મારા માથા ઉપર કંઈક તરતું હોય તેવું દેખાઈ રહ્યું છે, અને તે પણ નાનું,જે ખરેખર વિચિત્ર છે'

વધુ વાંચો : ટ્રમ્પનો હમાસને ચેતાવણીભર્યો સંદેશ, “હથિયાર મૂકો નહીં તો અમે મજબૂર કરીશું”

આ ખૂબ જ ખરાબ તસવીર : ટ્રમ્પ

આ ઉપરાંત રાષ્ટ્રપ્રમુખે જણાવ્યું હતું કે, 'મને ક્યારેય આવા એંગલવાળી તસવીરો પડાવવાનું પસંદ નથી, પરંતુ આ ખૂબ જ ખરાબ તસવીર છે જેની ટીકા થવી જોઈએ.' ઉલ્લેખનીય છે કે, ટાઇમ મેગેઝિનના લેટેસ્ટ કવર પર ગાઝા યુદ્ધવિરામ અને બંધકોના છોડાવવામાં ટ્રમ્પની જે ભૂમિકા રહી તેને શ્રેય આપવા માટે 'હિઝ ટ્રાયમ્ફ' નામની કવર સ્ટોરી કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

donald trump Trump Slams Time Magazine time magazine cover photo
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ