બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પનો હમાસને ચેતાવણીભર્યો સંદેશ, “હથિયાર મૂકો નહીં તો અમે મજબૂર કરીશું”

વિશ્વ / ટ્રમ્પનો હમાસને ચેતાવણીભર્યો સંદેશ, “હથિયાર મૂકો નહીં તો અમે મજબૂર કરીશું”

Nidhi Panchal

Last Updated: 06:52 AM, 15 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હમાસને હવે કદાચ શાંતિનો રસ્તો પસંદ કરવો જ પડશે — નહીં તો અમેરિકાની કાર્યવાહીથી બચવું મુશ્કેલ બનશે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલો આ સ્પષ્ટ સંદેશ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હમાસે પોતાના શસ્ત્રો સોંપી દેવા જોઈએ, નહીં તો અમેરિકા તેને હથિયાર મૂકવા માટે “મજબૂર” કરશે. ટ્રમ્પે કહ્યું કે જો હમાસ એ ન કરે, તો પગલાં “ઝડપથી અને કદાચ હિંસક રીતે” લેવામાં આવશે. તેમણે સ્પષ્ટતા કરી કે આ સંદેશ સીધી વાતચીતથી નહીં, પરંતુ “મારા લોકો દ્વારા, ઉચ્ચતમ સ્તરે” પહોંચાડવામાં આવ્યો છે.

trump-new

ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જાવિઅર મેલી સાથેની મુલાકાત દરમિયાન બોલતા હતા. તેમણે કહ્યું કે, “હમાસ જાણે છે કે હું કોઈ રમત નથી રમતો.” ઓક્ટોબર 2023ના હુમલા પછીથી હમાસ પર ઇઝરાયલ અને અમેરિકા બંનેની તીવ્ર ટીકા થઈ રહી છે. કારણ કે હમાસે હુમલામાં મૃત્યુ પામેલા ઇઝરાયલી બંધકોના મૃતદેહો હજુ સુધી પરત કર્યા નહોતા.

trump-simple-3

યુદ્ધવિરામ કરાર

આ દરમિયાન હમાસે વધુ ચાર મૃત બંધકોના અવશેષો સોંપ્યા છે. સોમવારે યુદ્ધવિરામ કરાર હેઠળ, હમાસે બાકી રહેલા 20 જીવતા બંધકોને મુક્ત કર્યા હતા, જ્યારે ઇઝરાયલે હજારો પેલેસ્ટિનિયન કેદીઓને છોડ્યા હતા. ઇઝરાયલી સેનાએ કહ્યું કે રેડ ક્રોસ મારફતે આ ચાર મૃતદેહો ગાઝાથી ઇઝરાયલ પરત લાવવામાં આવ્યા છે. આ પગલું ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા બે વર્ષના યુદ્ધને સમાપ્ત કરવા તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાય છે.

vtv app promotion

ચીન સાથેના સંબંધો

ટ્રમ્પે આ મુલાકાત દરમિયાન ચીન સાથેના સંબંધો વિશે પણ વાત કરી. તેમણે કહ્યું, “ચીન સાથે આપણો સાવધન અભિગમ રાખવો પડશે. રાષ્ટ્રપતિ શી સાથે મારા સંબંધો સારા છે, પણ ક્યારેક ચીન લોકોનો ફાયદો ઉઠાવે છે. તેમ છતાં, આપણાં સંબંધો સ્થિર છે અને મને લાગે છે બધું સારું જશે.”

આ પણ વાંચો : શાહબાઝ શરીફ બન્યા ચાપલૂસીના ચેમ્પિયન, ડોનાલ્ડ ટ્રમ્પના કર્યા ભરપેટ વખાણ, જુઓ વીડિયો

આ સાથે જ ટ્રમ્પે આર્જેન્ટિના અંગે પણ ચેતવણી આપી. તેમણે કહ્યું કે જો રાષ્ટ્રપતિ જાવિઅર મેલી ચૂંટણી હારી જાય, તો અમેરિકા હવે આર્જેન્ટિનાપ્રત્યે “ઉદાર” નહીં રહે. તેમણે સંકેત આપ્યો કે અમેરિકા દ્વારા આર્જેન્ટિનાને મળતી સહાય બંધ થઈ શકે છે. સાથે જ મેલીના વિરોધીની ટીકા કરતાં કહ્યું કે તે “ખૂબ જ ડાબેરી વિચારધારાવાળા છે” અને દેશની ખરાબ આર્થિક પરિસ્થિતિ માટે જવાબદાર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hamas Donald Trump , Israel
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ