બ્રેકિંગ ન્યુઝ
આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ 'હનુમાન' લોકોએ ખૂબ જ પસંદ કરી અને આજ કારણ રહ્યું કે ફિલ્મે 300 કરોડથી વધારેની કમાણી કરી નાખી. ફિલ્મની કહાનીથી લઈને એક્શન સુધી દર્શકોને તે ખૂબ જ પસંદ આવી.
ADVERTISEMENT
TV પર જોઈ શકાશે ફિલ્મ
હવે આ હિટ ફિલ્મને લઈને મોટી અપડેટ સામે આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ફિલ્મ ઓટીટી બાદ ટેલીવિઝન પર આવવાની છે. એટલે કે હનુમાનનુ ગ્રેન્ડ ટેલીવિઝન પ્રીમિયર થવા જઈ રહ્યું છે. ઓફિશ્યલ ખબર અનુસાર ફિલ્મ 28 એપ્રિલ 2024એ સાંજે 5.30 વાગે ઝી તેલુગૂ ચેનલ પર જોવા મળશે. હવે ફિલ્મના મેકર્સને આશા છે કે બોક્સ ઓફિસ અને ઓટીટી બાદ ફિલ્મ ટેલીવિઝન પર પણ ટીઆરપીના રેકોર્ડ તોડી નાખશે.
ફિલ્મમાં તેજા સજ્જા લીડ રોલમાં જોવા મળશે અને તેને પ્રશાંત વર્માએ ડાયરેક્ટ કરી છે. આ એક સુપરહીરો બેસ્ડ ફિલ્મ છે. જેમાં વિલન અને હીરોની વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી છે. ફિલ્મમાં ભગવાન હનુમાનના અવતારને પણ દર્શાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
વધુ વાંચો: સલમાનના ઘર પર ફાયરિંગ કરાયા બાદ SRKની સુરક્ષામાં વધારો! વાયરલ Videoએ જગાવી ચર્ચા
દર્શાવવામાં આવ્યું છે કે તેમની તાકાતની આગળ કેવી રીતે દરેક લોકો કમજોર પડી જાય છે. ફિલ્મમાં અમૃતા અય્યર, વરલક્ષ્મી શરતકુમાર, વિનય રાય, ગેટઅપ શ્રીનુ, સત્યા અને વેનેલા કિશોર જેવા કલાકારને જોઈ શકાય છે.,
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.