બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:12 PM, 7 August 2025
આપણે ત્યાં કહેવત છે કે કુદરત કરે તે ઠીક. આવી જ એક ઘટના વિદેશમાં બની છે. તમે સાંભળ્યું હસે કે એક વ્યક્તિ બીજી જગ્યા એ સ્થળાંતર કરે છે અથવા તો બીજા દેશમાં સ્થળાંતર કરે છે. પણ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે એક આખો દેશ જ બીજા દેશમાં સ્થળાંતર કરી રહ્યી હોય?
ADVERTISEMENT
તુવાલુમાં આવું થઈ રહ્યું છે. તુવાલુ પેસિફિક મહાસાગરમાં એક નાનો દેશ છે જે એક ટાપુ પર સ્થિત છે. અહીં કુદરતનો કહેર સમાન સમુદ્રનું સ્તર સતત વધી રહ્યું છે. આને કારણે, આખો દેશ ઓસ્ટ્રેલિયામાં સ્થળાંતરિત થઈ રહ્યો છે.

ADVERTISEMENT
આ સમગ્ર વિશ્વમાં આ પ્રકારનો પહેલો કિસ્સો છે. તુવાલુ પર ઘણા અભ્યાસ કરવામાં આવ્યા છે. આમાંથી જાણવા મળ્યું છે કે આગામી 25 વર્ષોમાં, તુવાલુ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી શકે છે. જો કે, નવા દેશમાં તુવાલુના વડા પ્રધાન શું ભૂમિકા ભજવશે તે હજુ સ્પષ્ટ નથી.
આ દેશની વસ્તી કેટલી છે.તુવાલુ દેશ કુલ નવ દરિયાઈ ટાપુઓનો બનેલો છે. તેની વસ્તી લગભગ 11 હજાર છે. હવે તેની દરિયાઈ સપાટીથી ઊંચાઈ ફક્ત બે મીટર છે. એટલે કે જો દરિયાઈ સપાટી બે મીટર વધુ વધે તો તે પાણીમાં ડૂબવા લાગશે. પૂર અને તોફાનનો ભય હંમેશા અહીં રહે છે.
ADVERTISEMENT
અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તુવાલુના નવ ટાપુઓમાંથી બે લગભગ પાણીમાં ડૂબી ગયા છે. નાસાના જણાવ્યા અનુસાર, છેલ્લા 30 વર્ષોમાં અહીં દરિયાઈ પાણી સતત વધી રહ્યું છે. જો પાણી આ રીતે વધતું રહ્યું તો 2050 સુધીમાં આ ટાપુ દેશ સંપૂર્ણપણે ડૂબી જશે.

ADVERTISEMENT
નાગરિકોને બધા અધિકારો મળશે
વર્ષ 2023 માં તુવાલુ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ કરાર હેઠળ, દર વર્ષે 280 તુવાલુ નાગરિકોને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવાની મંજૂરી આપવામાં આવી હતી. આ નાગરિકોને આરોગ્ય, શિક્ષણ, ઘર અને નોકરીના તમામ અધિકારો મળશે.
ADVERTISEMENT
વધુમાં વાંચો: ઈન્સ્ટાગ્રામનું નવું લૂક, Repost, Maps અને Friends ફિચર્સથી યુઝર્સને મોજેમોજ
નાગરિકોની પહેલી ટુકડી 16 થી 18 જુલાઈ દરમિયાન ઓસ્ટ્રેલિયા લઈ જવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન પેની વાંગે કહ્યું કે આ નાગરિકોને સંપૂર્ણ સન્માન સાથે જીવન જીવવાનો અધિકાર મળશે. તે જ સમયે, તુવાલુના વડા પ્રધાન ફેલેટી ટિઓએ આ બાબતે વિશ્વભરના લોકો પાસેથી ધ્યાન આપવાની માંગ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.