બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઈન્સ્ટાગ્રામનું નવું લૂક, Repost, Maps અને Friends ફિચર્સથી યુઝર્સને મોજેમોજ
Last Updated: 08:47 PM, 7 August 2025
કહેવાય છે સોસિયલ મીડીયા રોજબરોજ સતત ને સતત ઉપડેટ થતું રહે છે. જો એપ્સ ઉપડેટ ન થાય તો લોકો પછી તને યુઝ કરવાનું બંધ કરી દે છે. તેથી લોકોની જરૂરિયાત પૂરી કરવાનું કામ સોસિયલ મીડિયા એપ્સનું છે. Meta એ Instagram યુઝર્સ માટે એપમાં ત્રણ નવા ફીચર્સ ઉમેર્યા છે, પહેલું ફીચર રિપોર્ટ છે, બીજું ફીચર લોકેશન શેરિંગ છે અને ત્રીજું ફીચર રીલ્સ સેક્શનમાં ફ્રેન્ડ્સ ટેબ છે.
ADVERTISEMENT

કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં માહિતી આપી છે કે ઇન્સ્ટાગ્રામ પરનું નવું રીપોસ્ટ ફીચર પબ્લિક રીલ્સ અને ફીડ પોસ્ટ્સ પર કામ કરે છે. અલ્ગોરિધમ એવી રીતે કામ કરે છે કે તે યુઝરના મિત્રો અને ફોલોઅર્સના ફીડ્સની રિકમેન્ડ કરે છે, જે ભવિષ્યમાં જોવા માટે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર એક અલગ ટેબ તરીકે રેકોર્ડ કરવામાં આવે છે.
ADVERTISEMENT
ઇન્સ્ટાગ્રામ ફીચર્સ
આ સુવિધા LinkedIn જેવી જ છે, કારણ કે યુજર્સ સ્ક્રીન પર દેખાતા થોંટ બબલમાં ટાઇપ કરીને અને સેવ બટન દબાવીને ફરીથી પોસ્ટ કરતી વખતે એક નોટ પણ ઉમેરી શકે છે. TechCrunch ના અહેવાલ મુજબ, જૂનમાં Instagram દ્વારા યુજર્સ માટે પોસ્ટ ફરીથી પોસ્ટ કરવાની ક્ષમતાનું ટેસ્ટિંગ કર્યા પછી આ સર્વિસ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT

ફોલોઅર્સ માટે તેમના પસંદ કરેલા મિત્રો સાથે તેમના સક્રિય સ્થાનને શેર કરવા માટે ઓપ્સનલ સુવિધા પણ રજૂ કરવામાં આવી છે. આ સુવિધા સ્નેપચેટ પરના સક્રિય સ્થાન સુવિધા જેવી જ છે, જો કે, ઇન્સ્ટાગ્રામ પર યુજર્સ કોઈપણ સમયે આફીચર્સને બંધ કરી શકે છે. આ ફિચરર્સ યુજર્સને મિત્રો તેમજ ક્રીએટર્સ સાથે કનેક્ટ થવાની તક આપે છે, જેથી યુજર્સને મિત્રો અને ક્રીએટર્સ સંબંધિત અપડેટ્સ મળતા રહે.
ADVERTISEMENT
વધુમાં વાંચો: આધાર કાર્ડને ઘરે બેઠા જ પાન કાર્ડ સાથે લિંક કરો, તમારે મોકલવો પડશે માત્ર એક SMS
મેટાના નવા લોકેશન ફીચરથી માતાપિતાને ખાસ ફાયદો થશે, કારણ કે માતાપિતા મેપ પર લોકેશન-શેરિંગ અનુભવ દ્વારા તેમના બાળકો પર નજીકથી નજર રાખી શકે છે. તમને તમારા DM ઇનબોક્સની ટોચ પર Instagramમેપ દેખાશે. આ ફીચર સૌપ્રથમ યુએસમાં લોન્ચ કરવામાં આવ્યું છે અને હવે કંપની ભવિષ્યમાં તેને અન્ય દેશોમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.