ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ફાર્મા પ્રોડક્ટ પર 100%, કિચન કેબિનેટ પર 50 તો ટ્રક પર..., ટેરિફને લઇ ટ્રમ્પનું ફરી મોટું એલાન

નહીં સુધરે / ફાર્મા પ્રોડક્ટ પર 100%, કિચન કેબિનેટ પર 50 તો ટ્રક પર..., ટેરિફને લઇ ટ્રમ્પનું ફરી મોટું એલાન

Published By: Nidhi Panchal

Last Updated: 07:00 AM, 26 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક એવા મોટા નિર્ણયની જાહેરાત કરી છે, જેના કારણે વિદેશી કંપનીઓમાં ચિંતા વધી છે. આ નિર્ણયનો સીધો અસર અમેરિકાના સામાન્ય લોકોના ખિસ્સા અને સ્થાનિક ઉદ્યોગ બંને પર થવાનો છે.

ADVERTISEMENT

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે 1 ઓક્ટોબર, 2025 થી અનેક વિદેશી ઉત્પાદનો પર ભારે આયાત ટેક્સ લાગુ કરવામાં આવશે. ટ્રમ્પના આ નિર્ણયથી સ્થાનિક ઉદ્યોગોને સુરક્ષા મળશે પરંતુ બીજી તરફ અમેરિકન ગ્રાહકો માટે વસ્તુઓ મોંઘી થવાની શક્યતા પણ વધી છે.

trump-simple

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને જણાવ્યું કે ફાર્માસ્યુટિકલ દવાઓ પર 100% ટેક્સ લાગશે. એટલે કે, વિદેશમાંથી આવતા બ્રાન્ડેડ કે પેટન્ટ કરાયેલા દવાઓ પર ડબલ કિંમત સુધીનો ભાર પડી શકે છે. જોકે, જો કોઈ કંપની અમેરિકામાં પોતાનું ઉત્પાદન પ્લાન્ટ બનાવશે અથવા તેનું બાંધકામ ચાલુ હશે, તો તેને આ ટેક્સમાંથી છૂટ મળશે.

trump-2

50% આયાત ટેક્સ

તે સિવાય, ટ્રમ્પે રસોડાના કેબિનેટ અને બાથરૂમ વેનિટી પર 50% આયાત ટેક્સ, અપહોલ્સ્ટર્ડ ફર્નિચર પર 30% ટેક્સ અને ભારે ટ્રક પર 25% ટેક્સ લાદવાની જાહેરાત કરી છે. તેમણે આ નિર્ણય પાછળનું કારણ આપતાં કહ્યું કે વિદેશી કંપનીઓ અમેરિકાના બજારમાં મોટા પાયે ફર્નિચર અને કેબિનેટ "પૂર" જેવી રીતે ભરી દે છે, જેના કારણે સ્થાનિક ઉદ્યોગને નુકસાન થાય છે.

app promo6

ભારે ટ્રકો અંગે તેમણે સ્પષ્ટ કહ્યું કે અમેરિકાના મુખ્ય ઉત્પાદકો જેમ કે પીટરબિલ્ટ, કેનવર્થ, ફ્રેઇટલાઇનર અને મેક ટ્રક્સને સુરક્ષિત રાખવા માટે આ ટેરિફ જરૂરી છે. ટ્રમ્પના મતે આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ મહત્વપૂર્ણ છે. તેમ છતાં, નિષ્ણાતો માને છે કે આ વધારાના ટેરિફના કારણે અમેરિકામાં પહેલેથી જ વધી રહેલા ફુગાવામાં વધારો થશે. ગ્રાહકો માટે દવાઓ, ફર્નિચર અને અન્ય આવશ્યક વસ્તુઓ વધુ મોંઘી થઈ શકે છે. આથી અર્થતંત્રની ગતિ ધીમી પડી શકે છે અને લોકોના દૈનિક ખર્ચમાં વધારો થવાની શક્યતા છે.

આ પણ વાંચો : રશિયાના નાયબ પ્રધાનમંત્રીની PM મોદી સાથે મુલાકાત, ફ્રી ટ્રેડ સહિતના મુદ્દાઓ પર ચર્ચા

ટ્રમ્પનો આ નિર્ણય સ્થાનિક ઉદ્યોગ માટે રક્ષણાત્મક ગણાય છે, પરંતુ અમેરિકન નાગરિકો માટે નવો આર્થિક ભાર બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US Tariff Pharmaceutical Imports Donald Trump

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ