ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / રશિયાના નાયબ પ્રધાનમંત્રીની PM મોદી સાથે મુલાકાત, ફ્રી ટ્રેડ સહિતના મુદ્દાઓ પર ચર્ચા

વર્લ્ડ / રશિયાના નાયબ પ્રધાનમંત્રીની PM મોદી સાથે મુલાકાત, ફ્રી ટ્રેડ સહિતના મુદ્દાઓ પર ચર્ચા

Published By: Pravin Joshi

Last Updated: 03:50 AM, 26 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીએ રશિયાના ઉપપ્રધાનમંત્રી દિમિત્રી પત્રુશેવ સાથે દિલ્હીમાં મુલાકાત કરી. આ બેઠક દરમિયાન ભારત–રશિયા વચ્ચેના વેપાર, કૃષિ સહકાર અને BRICS દેશો માટે અનાજ બજાર બનાવવાના મુદ્દા પર ચર્ચા થઈ.

ADVERTISEMENT

PM મોદીએ રશિયાના ઉપપ્રધાનમંત્રી દિમિત્રી પત્રુશેવ સાથે દિલ્હીમાં મુલાકાત કરી. આ બેઠક દરમિયાન ભારત–રશિયા વચ્ચેના વેપાર, કૃષિ સહકાર અને BRICS દેશો માટે અનાજ બજાર બનાવવાના મુદ્દા પર ચર્ચા થઈ. સાથે જ ભારત અને યુરેશિયન ઇકોનોમિક યુનિયન (EAEU) વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) માટેની સંભાવનાઓ પર પણ ચર્ચા કરવામાં આવી.

કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ પર ફોકસ

PM મોદીએ જણાવ્યું કે ખેતી, ખાતર અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે સહકાર વધારવો ભારત માટે પ્રાથમિકતા છે. પત્રુશેવે પણ ભાર મૂક્યો કે રશિયા ભારતનો ખાસ અને વિશ્વસનીય મિત્ર છે અને બંને દેશો સાથે મળીને દરેક ક્ષેત્રમાં કામ કરવાનું ચાલુ રાખશે.

MODI-PUTIN-

રશિયા–ભારત વેપારમાં રેકોર્ડ વૃદ્ધિ

પત્રુશેવે જણાવ્યું કે વર્ષ 2024માં બંને દેશો વચ્ચેનો વેપાર $70.6 બિલિયન સુધી પહોંચી ગયો છે, જે 2023ની સરખામણીમાં 9.2% વધુ છે. નોંધનીય છે કે 2019માં આ વેપાર માત્ર $10 બિલિયન હતો. આજના સમયમાં આ આંકડો ભારત–રશિયા સંબંધોમાં સૌથી મોટો વેપારી સ્તર માનવામાં આવે છે.

વધુ વાંચો: પાણીના એક એક ટીપા માટે પાકિસ્તાન તરસશે! મોદી સરકારનો માસ્ટર પ્લાન તૈયાર

આ મુલાકાત તે સમયે થઈ છે જ્યારે રશિયા–યુક્રેન યુદ્ધને કારણે પશ્ચિમી દેશોએ રશિયા પર અનેક પ્રતિબંધો લગાવ્યા છે. અમેરિકાએ પણ ભારત દ્વારા રશિયાથી તેલ ખરીદી પર વધારાના ટેરિફ લગાવ્યા છે. છતાં ભારતે પોતાના ઐતિહાસિક અને વ્યૂહાત્મક સંબંધોને સંતુલિત રીતે આગળ ધપાવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IndiaRussiatrade PMModi PM Modi meets Russian Deputy Prime Minister

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ