બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:27 AM, 5 July 2025
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 4 જુલાઈના રોજ વ્હાઇટ હાઉસ ખાતે એક ભવ્ય સમારોહ દરમિયાન 'One Big Beautiful' પર હસ્તાક્ષર કરીને તેને કાયદાનું રૂપ આપ્યું. આ બિલમાંથી અમેરિકન આર્થિક નીતિમાં મોટો ફેરફાર થવાની શરૂઆત થઈ છે, પરંતુ તેનું સીધું પ્રભાવ માત્ર અમેરિકા સુધી સીમિત નહીં રહે, પરંતુ ભારતમાં રહેતા લોકો અને અમેરિકા વસતા ભારતીય NRI પર પણ જોવા મળશે.
ADVERTISEMENT

ટ્રમ્પના આ નવા કાયદા હેઠળ મોટી કર રાહતો, સરકારી ખર્ચમાં કાપ, લશ્કરી અને ઉર્જા ક્ષેત્રમાં બજેટ વધારો, અને આરોગ્ય તથા પોષણ યોજનાઓમાં ઘટાડો જેવી મોટી જોગવાઈઓ કરવામાં આવી છે. ખાસ કરીને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ કાર્યવાહી અને કડક સરહદી નિયમો આ બિલનો મુખ્ય ભાગ છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ આ કાયદો અમેરિકાના મધ્યમ વર્ગ માટે 'સૌથી મોટી ભેટ' છે.
ADVERTISEMENT
એક અહેવાલ અનુસાર, અમેરિકાથી ભારતમાં પૈસા મોકલવા માટે હવે 1% નવો ટેક્સ લાગશે, જે અગાઉના 5%ના પ્રસ્તાવથી ઓછો છે, પરંતુ અગાઉ કોઈ ટેક્સ નહોતો. આ નિયમ 1 જાન્યુઆરી 2026થી લાગૂ પડશે. NRI લોકો માટે આ વધારો મોટી અસરરૂપ બનશે, ખાસ કરીને તેઓ માટે જે વારંવાર અથવા મોટા રકમ ટ્રાન્સફર કરે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ટ્રમ્પના નવા 'મોટું સુંદર બિલ' હેઠળ હવે અમેરિકા આવવા અને કાયદેસર રીતે વસવાટ કરવાની ઈચ્છા ધરાવતા લોકોને વધારે ફી ચૂકવવી પડશે. હવે આશ્રય માટે ₹8,300 (સંદર્ભ રૂપે $100), વર્ક પરમિટ માટે ₹45,800 ($550), કામચલાઉ સુરક્ષા સ્થિતિ માટે ₹41,600 ($500) અને માનવતાવાદી પેરોલ માટે લગભગ ₹83,200 ($1000) જેટલી ફી ચૂકવવી પડશે. જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે સરહદ પાર કરે છે તો તેને સીધો ₹4,15,000 ($5,000) નો દંડ ભરવો પડશે. ખાસ વાત એ છે કે હવે ઓછા આવકવાળા લોકોને માટે પણ ફી માફીનો કોઈ વિકલ્પ નહીં રહેશે, જે અગાઉ આપવામાં આવતો હતો. આ તમામ ફેરફારોનો સીધો ફટકો ખાસ કરીને ભારતીય નાગરિકો અને NRI સમુદાય પર પડશે, જે અમેરિકા ખાતે રહેવાસ માટે દસ્તાવેજી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે.

ADVERTISEMENT
ટ્રમ્પે અમેરિકાના ઇમિગ્રેશન નિયમો કડક બનાવ્યા છે અને મોટા પાયે દેશનિકાલ માટે તૈયારી શરૂ કરી છે. અંદાજે 18,000 જેટલા ભારતીય નાગરિકો ગેરકાયદેસર રીતે અમેરિકા પ્રવેશ્યા છે, જેના કારણે તેઓ હવે વધુ જોખમમાં છે. આ બિલ અંતર્ગત મેડિકેડ અને ફૂડ સ્ટેમ્પ્સમાં $1.2 ટ્રિલિયનનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેના કારણે આશરે 12 મિલિયન લોકો તેમની આરોગ્ય વિમા યોજનાઓ ગુમાવી શકે છે – જેમાં ઘણા ભારતીય મૂળના લોકો પણ સામેલ હોઈ શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : PM મોદી આર્જેન્ટિનાના પ્રવાસે, કરશે દ્વિપક્ષીય વાર્તાલાપ, ચર્ચાશે આ વિવિધ મુદ્દા
અન્ય એક રાહતરૂપ માહિતી એ છે કે વિદેશી આવક, જેમ કે ભાડાની આવક અથવા મિલકતની આવક પર હાલના કર નિયમો યથાવત રહેશે. ભારતમાં કર ચૂકવતા લોકોને USમાં તેનો ટેક્સ ક્રેડિટ મળશે, એટલે કે ડબલ ટેક્સ નહીં ભરવો પડે. ટ્રમ્પનો આ 'One Big Beautiful Bill' માત્ર અમેરિકાની આંતરિક નીતિનો મુદ્દો નથી, પરંતુ તેની અસર વિશ્વભરના લોકો પર, ખાસ કરીને અમેરિકામાં વસતા ભારતીયો અને NRI સમુદાય પર સીધી થશે. પૈસા મોકલવા મોંઘા થશે, કાયદેસર વળતરની પ્રક્રિયા વધુ ખર્ચાળ બની જશે અને ગેરકાયદેસર વસવાટ કરતી ભારતીય સમુદાય વધુ જોખમમાં આવી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.