બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:47 AM, 5 July 2025
PM નરેન્દ્ર મોદી ત્રિનિદાદ અને ટોબેગોથી બે દિવસની સફળ મુલાકાત પૂરી કર્યા પછી હવે પોતાના પાંચ દેશના પ્રવાસના ત્રીજા તબક્કે આર્જેન્ટિના પહોંચ્યા છે. તેઓ બ્યુનોસ આયર્સ ખાતે મોડી સાંજે પહોંચ્યા હતા, જ્યાં ભારતીય સમુદાયે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ભારતીય રાજદૂત અજનીશ કુમારે આ મુલાકાતને ઐતિહાસિક ગણાવી હતી, કારણ કે છેલ્લા 50 વર્ષમાં કોઈ પણ ભારતીય વડાપ્રધાનની આર્જેન્ટિનાની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે.
ADVERTISEMENT

આઝાદીના પિતા સમાન આર્જેન્ટિનાના રાષ્ટ્રપિતા જનરલ જોસ ડી સાન માર્ટિનને PM મોદીએ પ્લાઝા ડી સાન માર્ટિન ખાતે શ્રદ્ધાંજલિ આપી. આ પ્રસંગે આર્જેન્ટિનાના વિદેશ મંત્રી પણ તેમની સાથે હાજર રહ્યા હતા. ત્યારબાદ PM મોદીએ આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલી સાથે સત્તાવાર વાતચીત કરી હતી. વાતચીત બાદ રાષ્ટ્રપતિ મિલીએ વડા પ્રધાન મોદીના માનમાં ભોજનનું આયોજન કર્યું હતું. PM મોદીએ પછી આર્જેન્ટિનાના લોકપ્રિય બોકા જુનિયર્સ ફૂટબોલ સ્ટેડિયમની મુલાકાત લીધી અને ફૂટબોલ સંસ્કૃતિને નજીકથી અનુભવ્યો.
ADVERTISEMENT
#WATCH | Argentina | Prime Minister Narendra Modi arrives at the Ezeiza International Airport, Buenos Aires.
— ANI (@ANI) July 5, 2025
PM Modi is on an official visit to Argentina at the invitation of the President of the Republic of Argentina, Javier Milei. PM Modi is scheduled to hold bilateral talks… pic.twitter.com/dp27igLwaX
ADVERTISEMENT
આ મુલાકાત ભારત અને આર્જેન્ટિના વચ્ચેના દ્વિપક્ષીય અને વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવાનું કામ કરશે. ભારત અને આર્જેન્ટિના 2019થી વ્યૂહાત્મક ભાગીદારીમાં જોડાયેલા છે. પૂર્વમાં બ્રાઝિલમાં G20 સમિટ દરમિયાન પણ બંને નેતાઓ વચ્ચે મીટીંગ થઈ હતી. બંને દેશો વચ્ચે ઊર્જા, કૃષિ, ખાણકામ, નવીનીકરણીય ઊર્જા, ટુ-વ્હીલર, દવાઓ અને આરોગ્ય સેવાઓ જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ચર્ચા થઈ રહી છે.

ADVERTISEMENT
ભારતીય દવાઓ અને તબીબી સાધનો માટે પણ આર્જેન્ટિનામાં ઘણો અવકાશ છે. રાજદૂત કુમાર જણાવે છે કે ભારતને વિશ્વની “ફાર્મસી” તરીકે ઓળખવામાં આવે છે અને તેના તબીબી ઉપકરણો અમેરિકન અને યુરોપિયન બજારમાં લોકપ્રિય છે. હવે આર્જેન્ટિનામાં પણ તેઓ આઉટરીચ વધારવાનો પ્રયત્ન કરશે.
ADVERTISEMENT
Aterricé en Buenos Aires para realizar una visita bilateral que se enfocará en fortalecer las relaciones con Argentina. Me entusiasma reunirme con el Presidente Javier Milei y entablar conversaciones detalladas con él.@JMilei pic.twitter.com/WBRCMT7Wxd
— Narendra Modi (@narendramodi) July 5, 2025
ADVERTISEMENT
આર્જેન્ટિનાની ખાદ્ય તેલ સંગઠન CIARAના પ્રમુખ ગુસ્તાવો ઇડિગોરાસે PM મોદીની આ મુલાકાતને છેલ્લા 20 વર્ષમાં સૌથી મહત્વપૂર્ણ ગણાવી. તેમણે જણાવ્યું કે આર્જેન્ટિના ભારત સાથે વ્યાપારિક અને આર્થિક નાતાને વધારે મજબૂત કરવા ઈચ્છે છે. હાલ $5 બિલિયનના દ્વિપક્ષીય વેપારને આગામી 3-4 વર્ષમાં વધારીને $8 બિલિયન કરવાનું લક્ષ્ય છે.

આ પણ વાંચો : અમદાવાદમાં નાગરવેલ હનુમાનજીનું મંદિર, અહમદશાહ બાદશાહ સાથે જોડાયેલો છે ઈતિહાસ
આર્જેન્ટિનામાં લિથિયમ, તાંબુ અને દુર્લભ ખનિજોની સમૃદ્ધતા છે જે ભારત માટે અત્યંત ઉપયોગી બની શકે છે, ખાસ કરીને સ્વચ્છ ઊર્જા અને ઔદ્યોગિક વિકાસ માટે. ઓગસ્ટ 2022માં બંને દેશોએ ખનિજ સહયોગ માટે સમજૂતી કરી હતી અને જાન્યુઆરી 2025માં તેની પ્રથમ સંયુક્ત બેઠક પણ યોજાઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.