બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / તૈયાર રહેજો! દુનિયાને ખતમ થવાનો સમય હવે આવી ગયો, સ્ટીફન હોકિંગની ભવિષ્યવાણી ફફડાવી દેશે
Last Updated: 12:20 PM, 8 July 2025
2025માં અનેક એવી ઘટનાઓ બની છે, જેના વિશે કલ્પના કરવી પણ મુશ્કેલ હતી. આવનારા સમયમાં પણ આવી જ ઘટનાઓ બનવાની શક્યતા છે તેવી ચેતવણી પ્રખ્યાત વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગે આપી હતી. અમે વાત કરી રહ્યા છીએ 20મી સદીના વિખ્યાત ખગોળ ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હોકિંગ વિશે, જેમણે બ્રહ્માંડના રહસ્યો ઉકેલીને વૈજ્ઞાનિક જગતમાં પોતાની અનોખી ઓળખ બનાવી હતી. હોકિંગ જ્યારે કોઈ ગંભીર ચેતવણી આપે, ત્યારે તેને અવગણવી અત્યંત મુશ્કેલ હોય છે. 2017માં ટેન્સેન્ટ WE સમિટ દરમિયાન તેમણે મોટો દાવો કર્યો હતો કે જો માનવ વર્તનમાં સુધારો ન કરવામાં આવે, તો વર્ષ 2600 સુધી પૃથ્વી માનવ વસવાટ માટે અયોગ્ય બની જશે.
ADVERTISEMENT

હોકિંગના મતે, પૃથ્વીનું ભવિષ્ય જોખમમાં છે અને તેનું મુખ્ય કારણ છે – વસ્તી વિસ્ફોટ અને આબોહવા પરિવર્તન. તેમનું માનવું હતું કે, સતત વધી રહેલી વસ્તી અને વધતા ઉર્જા વપરાશને કારણે પૃથ્વી શુક્ર ગ્રહ જેવી ગરમ અને ગૂંગળામણભરી બની જશે. તેમને ચિંતા હતી કે જો માણસે પોતાના વર્તન અને સંસાધનોના ઉપયોગમાં ફેરફાર લાવશે નહીં, તો આપણા ગ્રહનું અસ્તિત્વ જોખમમાં પડી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
તેમણે સ્પષ્ટ કર્યું હતું કે હવે બહુ ઓછો સમય બાકી રહ્યો છે. હોકિંગે જણાવ્યું હતું કે હવે માત્ર આશરે 575 વર્ષમાં પૃથ્વી સંપૂર્ણપણે રહેવા લાયક રહેશે નહીં, જે ભલે લાંબો સમય લાગતો હોય, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે ખૂબ જ ઓછી અવધિ છે. તેમણે ઉમેર્યું કે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં પૃથ્વી પર માનવ જીવન દુર્ભર બની જશે.

ADVERTISEMENT
આ પણ વાંચો : Videos: 100ના મોત, અનેક લાપતા, પૂરે મચાવી ભયંકર તબાહી, દ્રશ્યો એવાં કે રુવાડા કાપી જાય
આ ચેતવણી માત્ર એક વૈજ્ઞાનિક આગાહી નથી, પણ એ આપણાં વર્તમાન જીવનશૈલી અને પ્રવૃત્તિઓની તીવ્રતા તરફ ધ્યાન દોરવાનો પ્રયાસ છે. વધતું તાપમાન, સંસાધનોની ખોટ અને કુદરતી તબાહી જેવી ઘટનાઓ એ સમજાવે છે કે હોકિંગની ચેતવણી અવગણવી જોઇએ નહીં. જો આપણે આજે જ અસરકારક પગલાં નહીં લઇએ, તો આવતી પેઢીઓ માટે પૃથ્વી એક રહસ્યમય ભૂતકાળ બની રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.