ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Videos: 100ના મોત, અનેક લાપતા, પૂરે મચાવી ભયંકર તબાહી, દ્રશ્યો એવાં કે રુવાડા કાપી જાય

જળપ્રલય / Videos: 100ના મોત, અનેક લાપતા, પૂરે મચાવી ભયંકર તબાહી, દ્રશ્યો એવાં કે રુવાડા કાપી જાય

Published By: Priyankka Triveddi

Last Updated: 11:30 AM, 8 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેક્સાસમાં આવેલા ભયાનક પૂરમાં મૃત્યુઆંક 100 એ પહોંચ્યો છે જેમાં 28 બાળકોનો પણ સમાવેશ થાય છે. સમર કેમ્પમાંથી ગુમ થયેલી છોકરીઓની શોધખોળ હજુ પણ ચાલુ છે અને ફરીથી પૂર આવવાની શક્યતાને કારણે રાહત કાર્યકરોને પણ સલામત સ્થળોએ મોકલવામાં આવી રહ્યા છે.

ADVERTISEMENT

અમેરિકાના ટેક્સાસમાં આવેલા પૂરના વિડીયો સામે આવ્યા છે. વીડિયો શેર કરતી વખતે યુઝરે લખ્યું - અચાનક આવેલા પૂરમાં આખો રસ્તો ડૂબી જવા માટે 4 મિનિટથી પણ ઓછો સમય લાગ્યો. આ ખૂબ જ ડરામણું છે.

ટેક્સાસ હિલ કન્ટ્રીના કેર કાઉન્ટીના શેરિફ લેરી લીથાએ જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં જ 68 લોકોના મોત થયા છે. જેમાં 28 બાળકોનો સમાવેશ થાય છે.

ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે રાજ્યના અન્ય ભાગોમાં 10 લોકો મૃત્યુ પામ્યા છે અને 41 લોકો હજુ પણ ગુમ છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પૂર પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેઓ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે. તેમણે કહ્યું હતું કે તેમની સરકાર ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટના સંપર્કમાં છે

ન્યૂ જર્સીથી નીકળતી વખતે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે, "આ ખૂબ જ ભયાનક ઘટના છે, ખરેખર ખૂબ જ દુઃખદ છે."

ટેક્સાસમાં પૂર પીડિતોને બચાવવા માટે એરબોર્ન રેસ્ક્યુ ટીમો સતત કામ કરી રહી છે. 4 જુલાઈના રોજ આવેલા વિનાશક પૂર પછીથી હેલિકોપ્ટર ટીમો હિલ કન્ટ્રી વિસ્તારમાં લોકોને બચાવવામાં રોકાયેલી છે.

એક બચાવ કાર્યકર્તાએ જણાવ્યું, "અમે સતત તાલીમ લઈએ છીએ, પરંતુ આ મારા જીવનનું સૌથી મહત્વપૂર્ણ મિશન છે. આ મારું ઘર પણ છે." તેમણે જણાવ્યું કે હેલિકોપ્ટર ઝડપથી લોકોને ઉતારે છે અને તરત જ વધુ લોકોને શોધવા માટે ફરીથી ઉડાન ભરે છે.

વધુ વાંચો: લો બોલો..! નેતન્યાહૂએ નોબેલ પ્રાઇઝ માટે ટ્રમ્પને કર્યા નોમિનેટ, તો કર્યો દાવો, કહ્યું 'અમે ઘણી લડાઈઓ રોકાવી'

Vtv App Promotion

સ્થાનિક, રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓની મદદથી ઘણા હેલિકોપ્ટર આ વિસ્તારમાં રોકાયેલા છે. બચાવ કાર્યકર્તાએ કહ્યું, "હેલિકોપ્ટર ખૂબ અવાજ કરે છે અને દરેકનું ધ્યાન આકર્ષિત કરે છે, પરંતુ અમારી ગ્રાઉન્ડ ટીમો પણ બહાદુરીથી લોકોના જીવ બચાવી રહી છે, આને અવગણશો નહીં."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Texas Flood Texas News US Flood News

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ