ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / VIDEO: કોરિયન બોયફ્રેન્ડના ઘરે પહોંચી ભારતીય છોકરી, પછી થયું કંઈક એવું કે વીડિયો વાયરલ

વાયરલ / VIDEO: કોરિયન બોયફ્રેન્ડના ઘરે પહોંચી ભારતીય છોકરી, પછી થયું કંઈક એવું કે વીડિયો વાયરલ

Published By: Shilpa Parmar

Last Updated: 10:40 AM, 17 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક ભારતીય યુવતીનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના કોરિયન બોયફ્રેન્ડના પરિવારને પહેલી વાર મળે છે. કોરિયન ફેમિલીને મળ્યા પછી ભારતીય યુવતીને કઇંક એવો અનુભવ થયો કે તમે પણ જાણીને આશ્ચર્યચકિત થઈ જશો. જુઓ શું છે વાયરલ વીડિયોમાં?

ADVERTISEMENT

દક્ષિણ કોરિયામાં રહેતી એક ભારતીય યુવતીએ પોતાના કોરિયન બોયફ્રેન્ડના પરિવાર સાથે પહેલી વાર મળવાનો અનુભવ શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

પ્રેમના આવા કિસ્સા તમે ઘણાં સાંભળ્યા હશે, જેમાં ભારતીય યુવતીઓને વિદેશી યુવકો સાથે પ્રેમ થઈ જાય છે. આ વાર્તા પણ કઇંક એવી જ છે. ભારતીય યુવતીને દક્ષિણ કોરિયામાં રહેતા એક યુવક સાથે પ્રેમ થઈ ગયો અને પછી તે તેના પરિવારને મળે છે. રસપ્રદ વાત એ છે કે ભારતીય યુવતીને જોતાં જ યુવકના પરિવારજનો ખૂબ ખુશ થઈ ગયા.

શું છે વીડિયોમાં

આ વીડિયો પિયુષા પાટીલ નામની યુવતીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે, જેમાં તેણે પોતાના બોયફ્રેન્ડના પરિવારને મળવાનો અનુભવ એક વીડિયો દ્વારા શેર કર્યો છે. વીડિયોમાં તે પોતાના બોયફ્રેન્ડના પરિવાર સાથે લુનર ન્યૂ યરની ઉજવણી કરતી દેખાય છે. તેમની સાથે મળીને ખાવાનું બનાવવું, નાના-મોટા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જોડાવું વગેરે નાની નાની વસ્તુઓની ઝલક વીડિયોમાં જોવા મળે છે.

વીડિયોની શરૂઆતમાં પિયુષા કહે છે,

“ચાલો, હું તમને બતાવું કે મેં મારા બોયફ્રેન્ડના પરિવાર સાથે કોરિયન તહેવાર કેવી રીતે ઉજવ્યો. કારણ કે એ દિવસ લુનર ન્યૂ યર હતું, એટલે આજનું મુખ્ય મેનૂ ‘માંડુ ટીઓકગુક’ હતું. તે ચોખાની કેક છે. મેં તેમના પરિવારને માંડુ બનાવવામાં મદદ કરી.”

તે આગળ કહે છે કે,

'લુનર ન્યૂ યરની ઉજવણીમાં તેના બોયફ્રેન્ડની બહેનો, કાકા અને ભાઈ-બહેન સામેલ હતા.'

પછી પિયુષા જણાવે છે કે,

“જ્યારે તેના પિતા અને કાકા રસોડામાં ખાવાનું બનાવી રહ્યા હતા, ત્યારે અમારી માંડુ ભરવાની ડ્યૂટી હતી. સાચું કહું તો એ બહુ મજાનો સમય હતો. મેં તેમના પરિવારને મારા બધા મજેદાર કિસ્સા પણ સંભળાવ્યા. ત્યારબાદ અમારે ગ્રોસરી સ્ટોરમાં જવું પડ્યું, કારણ કે એક સામાન ખૂટી ગયો હતો. આવું તો ઘણીવાર આપણા ભારતીય પરિવારોમાં પણ બનતું હોય છે. જ્યારે હું પાછી આવી, ત્યારે ખબર પડી કે તેના પિતાએ મારા માટે ખાસ દહીં બનાવ્યું હતું અને સાથે કરી અને નાન પણ લાવ્યા હતા, કારણ કે તેમને લાગ્યું હતું કે કદાચ મને કોરિયન ખાવાનું ન ગમે.”

અહીં જુઓ વાયરલ વીડિયો

તે આગળ કહે છે,

“જમવાનું પત્યા પછી અમે એક ખાસ વિધિ પણ કરી, જેમાં નાના બાળકો પરિવારના સૌથી મોટા સભ્યને પ્રણામ કરતા અને પછી તેમને ગિફ્ટ મળતી. મને પણ મીઠાઈ, ચોકલેટનું પેકેટ અને રૂપિયા ભરેલુ એક કવર મળ્યું. ”

વધુ વાંચો: VIDEO: આ વીડિયો ફક્ત મહિલાઓ માટે જ છે! જોઈને થઈ જશો હક્કા બક્કા!

આ વીડિયો જોયા પછી યૂઝર્સે પણ જુદી-જુદી પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું “બહેન, તું લાખો યુવતીઓનું સપનું જીવી રહી છે.” જ્યારે બીજાએ કહ્યું – “એક કોરિયન યુવક માટે તો અમે પણ લાયક છીએ.” એક યુઝરે લખ્યું – “આ તો બિલકુલ સપના જેવું લાગે છે, જાણે કોઈ કોરિયન ડ્રામા હોય. વાહ!” જ્યારે બીજા એકે કહ્યું – “તેના પિતા કેટલા સારા વિચારવાળા છે કે તમારા માટે કરી અને નાન લઈને આવ્યા.”

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Viral videos Korean boyfriend family Social media trending

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ