બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / world second richest man elon musk earn rs 3 crore an hour

ના હોય / આ શખ્સ 82,00,00,000 રૂપિયાની રોજ કરે છે કમાણી, તમે વિચારતા હશો તેમાં છાપી લેશે આટલા ડોલર

Vikram Mehta

Last Updated: 12:00 AM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એલન મસ્ક વિશ્વના સૌથી અમીર ઉદ્યોગપતિ છે. ફિનબોલ્ડે તેમના રિપોર્ટમાં એલન મસ્કની કમાણીનો બ્રેકઅપ આપ્યો છે. આ કમાણીનો આંકડો જાણીને તમે પણ હક્કાબક્કા રહી જશો.

  • એલન મસ્ક વિશ્વના સૌથી અમીર ઉદ્યોગપતિ
  • ફિનબોલ્ડે રિપોર્ટમાં એલન મસ્કની કમાણીનો બ્રેકઅપ આપ્યો
  • એલન મસ્કની કમાણીનો આંકડો જાણીને તમે દંગ રહી જશો

એલન મસ્ક વિશ્વના સૌથી અમીર ઉદ્યોગપતિ છે. એલન મસ્ક, X, સ્પેસએક્સ, ટેસ્લા, સ્ટારલિંક જેવી કંપનીઓના માલિક છે. કંપનીના માલિક બાબતે એક નવો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર એલન મસ્ક દર કલાકે 3 કરોડ રૂપિયાની કમામી કરે છે. રિપોર્ટમાં દર સપ્તાહે, દર મિનિટ, દર સેકન્ડે તેમની કમાણીનો બ્રેકઅપ આપવામાં આવ્યો છે. ફિનબોલ્ડે તેમના રિપોર્ટમાં એલન મસ્કની કમાણીનો બ્રેકઅપ આપ્યો છે. આ કમાણીનો આંકડો જાણીને તમે પણ હક્કાબક્કા રહી જશો. 

દર મિનિટે 5.7 લાક રૂપિયાની કમાણી

ફિનબોલ્ડ રિપોર્ટ અનુસાર એલન મસ્ક દર મિનિટે 6887 ડોલર (5,72,000 રૂપિયા)ની કમાણી કરે છે. એલન મસ્ક દર કલાકે 413220 ડોલર (3 કરોડ 43 લાખ રૂપિયા)ની કમાણી કરે છે. એલન મસ્ક દરરોજ 9917280 ડોલર (82,00,00,000 રૂપિયા)ની કમાણી કરે છે. એલન મસ્ક દર અઠવાડિયે 576 કરોડ રૂપિયાની કમાણી કરે છે. એલન મસ્કની કંપનીઓમાં ભાગીદારીના આધાર પર તેમની કુલ સંપત્તિની ગણતરી કરવામાં આવી છે. એલન મસ્ક ટેસ્લામાં 20.5 ટકા, સ્ટારલિંકમાં 54 ટકા, સ્પેસએક્સમાં 42 ટકા અને X કંપનીમાં 74 ટકા ભાગીદારી ધરાવે છે. એલન મસ્ક પાસે ધ બોરિંગ કંપનીના 90 ટકાથી વધુ શેર છે. એલન મસ્ક એક્સએઆઈમાં 25 ટકાથી વધુ ઈક્વિટી ધરાવે છે, ન્યૂરાલિંકના 50 ટકાથી વધુ શેર છે. 

વધુ વાંચો: WhatsApp યૂઝર્સની આતુરતાનો અંત, આવી ગયું નવું ટ્રાન્સફર ફીચર, માલિક બનવાનો મોકો

એલન મસ્ક ઈન્કમ
એલન મસ્ક પાસે 206 અરબ ડોલરની સંપત્તિ છે અને દર મિનિટે કરોડપતિ બની રહ્યા છે. એલન મસ્કની એક મહિનાની કમાણી માલદીવ જેવા દેશોની GDP કરતા પણ વધુ છે. માલદીવની GDP 7.5 અરબ ડોલર છે. એલન મસ્ક એક મહિનામાં માલદીવની GDP કરતા પણ વધુ કમાણી કરી લે છે. એલન મસ્કે 18 જાન્યુઆરી 2024ના રોજ એક દિવસમાં માલદીવની GDP કરતા વધુ કમાણી કરી. 24 કલાકમાં એલન મસ્કની સંપત્તિમાં 14.2 અરબ ડોલરનો ઉછાળો આવ્યો. એલન મસ્ક ખૂબ જ નાની ઉંમરે અરબપતિ બની ગયા. એલન મસ્કે વર્ષ 1999માં એક્સ.કોમની શરૂઆત કરી, વર્ષ 2002માં સ્પેસએક્સ અને ત્યારપછીના વર્ષે ટેસ્લા મોટર્સની શરૂઆત કરી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

Elon Musk Elon Musk Income world second richest man એલન મસ્ક ઈન્કમ સૌથી અમીર વ્યક્તિ business
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ