બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:43 PM, 25 July 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બે દિવસની મુલાકાતે માલદીવ પહોંચ્યા હતા. માલેના વેલાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પીએમ મોદીનું માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુની હાજરીમાં બંને દેશો વચ્ચે અનેક MoU નું વિનિમય થયું. પ્રધાનમંત્રીની માલદીવ મુલાકાત દરમિયાન ભારતે નવા MoU હેઠળ માલદીવને 4,850 કરોડ રૂપિયાની લોન સહાય પૂરી પાડી છે.
ADVERTISEMENT
A memorable welcome in Maldives. Strong ties between our nations will greatly benefit our people. 🇮🇳 🇲🇻 pic.twitter.com/qQVoB51FJw
— Narendra Modi (@narendramodi) July 25, 2025
જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, સૌ પ્રથમ, ભારતના લોકો વતી, હું માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ અને લોકોને તેમની સ્વતંત્રતાની 60મી વર્ષગાંઠના ઐતિહાસિક પ્રસંગે હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. આ ઐતિહાસિક પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મને આમંત્રણ આપવા બદલ હું રાષ્ટ્રપતિનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
ADVERTISEMENT
Addressing the press meet with President @MMuizzu of Maldives. https://t.co/MiPhU3fuUC
— Narendra Modi (@narendramodi) July 25, 2025
પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે ભારત અને માલદીવ પણ તેમના ડિપ્લોમેટીક રિલેશનની 60મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે, પરંતુ આપણા સંબંધોના મૂળ સમુદ્ર જેટલા ઊંડા છે. આજે બહાર પાડવામાં આવેલી સ્મારક ટપાલ ટિકિટો બંને દેશોની પરંપરાગત બોટોને દર્શાવે છે. આ દર્શાવે છે કે આપણે ફક્ત પડોશી જ નથી પણ સહ-મુસાફર પણ છીએ. આપણા માટે મિત્રતા હંમેશા પ્રથમ આવે છે.
ADVERTISEMENT

ભારતે દરેક સંકટમાં માલદીવને સુપોર્ટ આપ્યો છે - પીએમ મોદી
ADVERTISEMENT
નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત માલદીવનો સૌથી નજીકનો પાડોશી છે. ભારતની 'પડોશી પ્રથમ' નીતિ (NEIGHBOURHOOD FIRST POLICY) અને 'સમુદ્ર' દ્રષ્ટિકોણમાં માલદીવનું મહત્વનું સ્થાન છે. ભારતને માલદીવનો સૌથી વિશ્વસનીય મિત્ર હોવાનો ગર્વ છે. સંકટ સમય હોય કે મહામારી, ભારત હંમેશા તેમની સાથે સૌથી પહેલા ઉભું રહ્યું છે. પછી ભલે તે આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતા હોય કે કોવિડ પછી અર્થતંત્રને સંભાળવાની વાત હોય, ભારતે હંમેશા સાથે મળીને કામ કર્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ગયા વર્ષે ઓક્ટોબરમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુની ભારત મુલાકાત દરમિયાન, અમે વ્યાપક આર્થિક અને દરિયાઈ ભાગીદારી પર એક દ્રષ્ટિકોણ શેર કર્યો હતો. હવે તે વાસ્તવિકતા બની રહ્યું છે. તેનું પરિણામ છે કે આપણા સંબંધો નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યા છે. ઘણા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન શક્ય બન્યું છે.
ADVERTISEMENT

ભારતના સહયોગથી બનેલા 4000 સામાજિક આવાસ એકમો ઘણા માલદીવ પરિવારો માટે એક નવી શરૂઆત બનશે. આ તેમના નવા ઘરો હશે. ગ્રેટર મેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટ, અડ્ડુ રોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને હનીમાધુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પુનર્વિકાસ જેવા પ્રોજેક્ટ્સ માલદીવને આર્થિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. ફેરી સિસ્ટમની શરૂઆત સાથે જ, વિવિધ ટાપુઓ વચ્ચેની અવરજવર સરળ બનશે. તે પછી ટાપુઓ વચ્ચેનું અંતર ફક્ત ફેરી સમયના સંદર્ભમાં માપવામાં આવશે, GPSના સંદર્ભમાં નહીં.
ADVERTISEMENT
ભારત અને માલદીવ બંને દેશો વચ્ચે થયેલા કરારો:
માલદીવ્સ COP-33 નું આયોજન કરવા માટે ભારતને સમર્થન આપ્યું હતું.
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીની મુલાકાત બે મહત્વપૂર્ણ પ્રસંગો સાથે સુસંગત છે. આવતીકાલે પ્રધાનમંત્રી મોદી માલદીવના 60મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મારી સાથે જોડાશે. આજે અમે માલદીવ સાથે ઔપચારિક ડીપોલોમેટિક રિલેશન સ્થાપનાની 60મી વર્ષગાંઠ નિમિત્તે સંયુક્ત રીતે એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી છે. પ્રધાનમંત્રી મોદી અને મને અનેક મુખ્ય ક્ષેત્રોમાં ચાર એમઓયુ અને ત્રણ કરારો પર હસ્તાક્ષર જોવાનું સન્માન મળ્યું. આમાં $565 મિલિયનનો લાઇન ઓફ ક્રેડિટ કરાર શામેલ છે. આનો ઉપયોગ મુખ્ય ક્ષેત્રોમાં મારી સરકારના પ્રાથમિકતા પ્રોજેક્ટ્સ માટે કરવામાં આવશે.

રાષ્ટ્રપતિ મુઇઝુએ કહ્યું, મને ભારત અને માલદીવ વચ્ચે મુક્ત વેપાર કરાર માટે વાટાઘાટો શરૂ કરવાની જાહેરાત કરતા પણ આનંદ થાય છે. આ ઐતિહાસિક પહેલ આપણી આર્થિક ભાગીદારીને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. અમારો મુખ્ય ગ્રેટર મેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટ, પૂર્ણ થયા પછી, ભારત અને માલદીવ વચ્ચેની સ્થાયી ભાગીદારીનું કાયમી પ્રતીક બનશે.
વધુમાં વાંચો: છોકરી સાથે મિત્રતા, સંમતિ વગર જાતીય સંબંધો બાંધવાનો અધિકાર નથી આપતી' હાઈકોર્ટે લગાવી ફટકાર
માલદીવ રાષ્ટ્રીય સંરક્ષણ દળને 72 વાહનો પૂરા પાડવા બદલ હું ભારતનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આરોગ્ય ક્ષેત્રમાં માલદીવના મુખ્ય ભાગીદાર તરીકેની ભૂમિકા બદલ હું ભારત સરકારનો આભાર માનું છું. તેમણે વધુમાં કહ્યું કે માલદીવ COP-33 ના યજમાન તરીકે ભારતને સંપૂર્ણ સમર્થન આપશે. અમે સફળ અને અસરકારક પરિણામ માટે વૈશ્વિક પ્રયાસોનું નેતૃત્વ કરવાની ભારતની ક્ષમતાને ઓળખીએ છીએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.