બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 'ભારત ચમચમાતી મર્સિડીસ, પાકિસ્તાન કબાડ ભરેલી ગાડી' ઝેર ઓકતાં સાચું બોલી ગયાં પાક.આર્મી ચીફ
Asim Munir : પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિમ મુનીર અમેરિકામાં રહેતા પાકિસ્તાનીઓમાં પોતાના દેશ વિશે ફેંકમ ફેક કરી રહ્યાં હતા. આ દરમિયાન તેમણે ઓપરેશન સિંદૂરનો પણ ઉલ્લેખ કર્યો હતો. જો કે તેમના ભાષણ દરમિયાન તેમના મોઢામાંથી એવું નિવેદન નીકળી ગયું કે, સોશિયલ મીડિયામાં લોકો તેની બરાબર મજાક ઉડાવી રહ્યા છે.
ADVERTISEMENT
આસિમ મુનીરે પોતાના દેશની જ ફજેતી કરી
ભારત અને પાકિસ્તાનની પરિસ્થિતિની તુલના કરતી વખતે, જનરલ મુનીરે કહ્યું હતું કે, 'ભારત હાઇવે પર દોડતી ચમચમાતી મર્સિડીસ જેવું છે અને આપણે કબાડ ભરેલી ગાડી છીએ. મુનીરનું આ નિવેદન સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યું છે જેમાં તે પોતાના દેશની ફજેતી કરી રહ્યા છે.
ADVERTISEMENT

લોકોએ પ્રતિક્રિયા આપવાનું પણ શરુ કરી દીધું
ADVERTISEMENT
લોકોએ આ નિવેદન પર પ્રતિક્રિયા આપવાનું પણ શરુ કરી દીધુ છે જેમાં એક યુઝરે લખ્યું હતું કે, 'પાકિસ્તાનનો કબાડ ભરેલો ટ્રક મર્સસિડીસ પાસે પહોંચે તે પહેલા જ ખરાબ થઈ જશે. નોંધનીય છે કે, પોતાની યુએસ મુલાકાત દરમિયાન મુનીરે ભારતને મિસાઇલ હુમલાની ધમકી પણ આપી હતી.
વધુ વાંચો : ટ્રમ્પે મને ફોન કર્યો હતો કે ડિનર ડેટ પર આવી જજે' હોલીવુડની મોટી એક્ટ્રેસના ખુલાસાથી હડકંપ
ADVERTISEMENT
પાકિસ્તાનની સ્થિતિ વિશે શું બોલ્યા પાક. આર્મી ચીફ
આ ઉપરાંત ફ્લોરિડામાં પાકિસ્તાનીઓ સાથે વાત કરતા પાક. આર્મી ચીફે પાતાના ભાષણમાં કહ્યું હતું કે, દાયકાઓથી પાકિસ્તાનની આર્થિક સ્થિતિ બગડી રહી હોવા છતાં, ભવિષ્ય ઉજ્જવળ છે. અમેરિકા, સાઉદી અરેબિયા, યુએઈ અને ચીન સાથેના સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે અને આપણા દેશની 64 ટકા યુવા વસ્તી એ આપયણી તાકાત છે. આ સાથે તેમણે દાવો કર્યો કે પાકિસ્તાન પાસે તેલ અને ખનિજોનો વિશાળ ભંડાર છે, જે દેશને આર્થિક દલદલમાંથી બહાર કાઢશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.