બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / VIDEO : કુદરતે પાકિસ્તાનને બાનમાં લેતા વેર્યો વિનાશ, ભયાનક પૂરમાં 255ના મોત

બાપરે / VIDEO : કુદરતે પાકિસ્તાનને બાનમાં લેતા વેર્યો વિનાશ, ભયાનક પૂરમાં 255ના મોત

Jay Bhatt

Last Updated: 11:08 PM, 15 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક સમયથી આકાશમાંથી આફત વરસી રહી છે. ત્યારે હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ભારે વરસાદને કારણે ભયાનક પૂર આવતા 255 લોકોનો મોત થયા છે.

Flash Flood: છેલ્લા 24 કલાકમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આકાશમાંથી આફત વરસી છે. ભારે વરસાદથી અચાનક આવેલા પૂરને કારણે ભારે વિનાશ વેર્યો છે. અધિકારીઓના જણાવ્યાનુસાર, આ આફતમાં ઓછામાં ઓછા 255 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ગુમ છે.

ખૈબર પખ્તુનખ્વા સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર

સ્થાનિક વહીવટી તંત્રના જણાવ્યું મુજબ, બુનેર જિલ્લામાં 75, માનશેરામાં 17 અને બાજૌર અને બટાગ્રામ જિલ્લામાં 18-18 લોકોના મોત થયા છે, જ્યારે ડીરમાં પાંચ લોકો માર્યા ગયા છે અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે, સ્વાતમાં ચાર અને શાંગલામાં એક વ્યક્તિના મોતની પુષ્ટિ થઈ છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંત સૌથી વધુ પ્રભાવિત થયો છે, જ્યાં વાદળ ફાટવા અને ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જાનમાલનું ભારે નુકસાન થયું છે.

Vtv App Promotion

મૃત્યુઆંક વધવાની શક્યતા

પ્રાંતીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (PDMA)ના પ્રવક્તા ફૈઝીએ એક ખાનગી ચેનલને જણાવ્યું હતું કે, 'ગુરુવાર (14 ઓગસ્ટ) રાતથી ચાલુ રહેલા મુશળધાર વરસાદ અને પૂરમાં બાળકો સહિત 255 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે'. આ ઉપરાંત તેમણે ચેતવણી આપી હતી કે ગુમ થયેલા લોકોની સંખ્યા વધુ હોવાથી મૃત્યુઆંક વધી પણ શકે છે. નોંધનીય છે કે, ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અમીન અલી ગંડાપુરે બચાવ અને રાહત કામગીરી માટે શકય તેટલી મદદ અને તમામ સંસાધનોનો ઉપયોગ તેમજ મલાકંદ કમિશનર અને બાજૌરના ડેપ્યુટી કમિશનરને કામગીરીનું વ્યક્તિગત રીતે નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો છે.

વધુ વાંચો : હવે દિલ્હીમાં બની ભયાનક દુર્ઘટના, બે મહિલા સહિત 5ના મોત, મૃત્યુઆંક વધી શકે

પૂરમાં બધુ જ તણાઈ ગયું

અચાનક આવેલા પૂરમાં અનેક ઘરો તબાહ થઈ ગયા હતા, જ્યારે ત્રણ મોટા પુલ પણ ધરાશાયી થયા હતા. ઝેલમ ખીણના પલહોટ વિસ્તારમાં વાદળ ફાટવાથી રસ્તાનો એક ભાગ નુકસાન પામ્યો અને ડઝનબંધ વાહનો ફસાઈ ગયા હતા. મુઝફ્ફરાબાદ જિલ્લાના સરલી સચ્ચા ગામમાં ભૂસ્ખલનમાં એક પરિવારના છ સભ્યો કાટમાળ નીચે દટાઈ ગયા હતા, જેમના મૃત્યુની આશંકા છે. સુધાનોતી જિલ્લામાં નાળામાં વહી જવાથી એક યુવકનું મોત થયું અને બાગ જિલ્લામાં ઘર ધરાશાયી થવાથી એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pakistan Flash Flood Pakistan Pakistan Cloudburst
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ