બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / પ્રમોશન ન મળ્યું તો જુનિયરે બોસનું ઘર ખરીદીને તોડાવ્યું, બનાવી આલિશાન હવેલી, સ્ટોરી વાયરલ
Last Updated: 03:23 PM, 25 August 2025
David Tepper Revenge Story: તમારા માંથી જે લોકો નોકરી કરતાં હશે તેમાંથી ઘણાના પ્રમોશન આવી ગયા હશે, ઘણાના ડ્યૂ હશે કે હવે આવવાના હશે. હવે વિચારો કે તમને પ્રમોશન નથી મળતું તો તમે શું કરશો? કદાચ તમારા હક માટે માંગણી કરશો કે પછી બીજે નોકરી શોધીને ચાલ્યા જશો. પણ વિચારો કે એક એવી વ્યક્તિ કે જેને પ્રમોશન ના મળ્યું તો તેણે તેના બોસ સાથે એવો બદલો લીધો કે દુનિયા જોતી રહી ગઈ.જી હાં, વાત થઈ રહી છે અમેરિકાના અરબોપતિ ડેવિડ ટેપરની કે જેમણે વર્ષ 1989 માં જ્યારે ગોલ્ડમેન સેકસના બોસ જોન કોર્ઝાઇને તેમને પાર્ટનરશિપ આપવાની ના પાડી તો તેમણે એવો નિર્ણય લીધો કે તે ઇતિહાસ બની ગયો. ચાલો જાણીએ શું આખી વાર્તા.
ADVERTISEMENT

વોલ સ્ટ્રીટના જાણીતા રોકાણકાર અને કેરોલિના પેન્થર્સના માલિક ડેવિડ ટેપર હાલ સમાચારમાં છે. 67 વર્ષીય અબજોપતિ ફક્ત તેમના શાર્પ બિઝનેસ માઇન્ડ માટે જાણીતા છે એટલું જ નહિ પરંતુ તેઓ એ વાત માટે પણ પ્રખ્યાત છે કે તેઓ કોઈપણ કિંમતે તેમના અપમાનને ભૂલતા નથી.
ADVERTISEMENT

પ્રમોશન નહિ મળવાનો ગુસ્સો
ADVERTISEMENT
1989ના માર્કેટ ક્રેશ પછી ગોલ્ડમેન સૅક્સને સંભાળવામાં ટેપરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આમ છતાં તત્કાલીન સીઈઓ જોન કોર્ઝાઇને તેમને ભાગીદારીમાં પ્રમોશન આપવાનો ઇનકાર કર્યો હતો. આ અપમાનથી દુઃખી થઈને ટેપરે ગોલ્ડમેન સૅક્સ છોડી દીધું અને પોતાની હેજ ફંડ કંપની Appaloosa Management શરૂ કરી. પાછળથી આ કંપની વોલ સ્ટ્રીટની સૌથી સફળ હેજ ફંડ ફર્મ માંની એક બની.
43 મિલિયન ડોલરમાં ખરીદ્યું બોસનું ઘર
ADVERTISEMENT
જો કે આ વાત આટલે અટકી નથી આમાં ફિલ્મી વળાંક ત્યારે આવ્યો જ્યારે 2010 માં તેમણે કોર્ઝાઇનની એક્સ વાઇફ પાસેથી તેમનું હેમ્પટન સ્થિત બીચ હાઉસ 43 મિલિયન ડોલર એટલે કે આશરે 358 કરોડ રૂપિયામાં ખરીદ્યું. આ સોદો તે સમયે હેમ્પટન વિસ્તારમાં સૌથી મોંઘી પ્રોપર્ટી ડીલ માનવામાં આવતી હતી.
વધુ વાંચો: ભારત બાદ હવે આ દેશોએ પણ ટપાલ સેવા બંધ કરી, કારણ ટેરિફ બૉમ્બ
ADVERTISEMENT

જૂનું ઘર પાડીને બનાવી 2 ગણી મોટી હવેલી
ADVERTISEMENT
ફક્ત ઘર ખરીદવું પૂરતું નહોતું. ટેપરે તે 6165 ચોરસ ફૂટની હવેલીને સંપૂર્ણપણે તોડી નાખી. આ પછી તેણે ત્યાં એક નવું મેન્શન બનાવ્યું જે તેનાથી કદમાં બમણું હતું. લગભગ ચાર વર્ષ સુધી ચાલેલા આ બાંધકામ કાર્ય પછી નવી હવેલી 11,268 ચોરસ ફૂટમાં ફેલાયેલી છે. તેમાં ઓશન વ્યૂ, સ્વિમિંગ પૂલ અને ટેનિસ કોર્ટ પણ શામેલ છે. જ્યારે 2010 માં ન્યૂ યોર્ક મેગેઝિને ટેપરને આ 'બદલા' વિશે પૂછ્યું. ત્યારે તેણે હસીને કહ્યું કે તમે તેને આ રીતે ફ્રેમ કરી શકો છો. એવું કહી શકાય કે દુનિયામાં થોડો ન્યાય થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.