બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ભારત બાદ હવે આ દેશોએ પણ ટપાલ સેવા બંધ કરી, કારણ ટેરિફ બૉમ્બ

નિર્ણય / ભારત બાદ હવે આ દેશોએ પણ ટપાલ સેવા બંધ કરી, કારણ ટેરિફ બૉમ્બ

Published By: Priyankka Triveddi

Last Updated: 08:43 AM, 25 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની પોસ્ટલ સર્વિસે અમેરિકા મોકલવામાં આવતા પાર્સલની ડિલિવરી હાલ અટકાવી છે અને ભારતના આ નિર્ણય પછી ઘણા યુરોપિયન દેશોએ પણ પાર્સલ સેવા અટકાવી દીધી છે અને આ ટ્રમ્પ ટેરિફના લીધે કરવામાં આવ્યું છે.

Postal Service Suspension: ભારતની પોસ્ટ સર્વિસ દ્વારા અમેરિકા મોકલવામાં આવતા પાર્સલ પર હાલ પ્રતિબંધ લગાવ્યો છે. ભારતના આ નિર્ણય પછી હવે યુરોપિયન દેશોએ પણ અમેરિકા માટેની પોસ્ટલ સર્વિસ પર પ્રતિબંધ મૂક્યો છે. રિપોર્ટ્સ અનુસાર આ દેશોમાં બ્રિટન, ફ્રાંસ, જર્મની, ઇટલી અને નેધરલેન્ડ જેવ દેશનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુરોપિયન પોસ્ટ સર્વિસીસે પાર્સલની ડિલિવરી અટકાવી છે. અમેરિકના રાષ્ટ્રપતિ ટ્રમ્પે દુનિયાના ઘણા મોટા દેશો પર ભારે ટેરિફ લાગુ કર્યો છે અને જેના કારણે આ પગલું લેવામાં આવ્યું છે.

ભારતના આ પગલાં પછી હવે યુરોપિયન પોસ્ટ સર્વિસે પણ તેની સર્વિસ બંધ કરી દીધી છે. કારણ કે તેમને ડિલિવરી પર પણ હવે ટ્રમ્પ ટેરિફની અસર થશે. અત્યાર સુધી અમેરિકામાં 800 ડોલરથી ઓછી કિંમતના પાર્સલને ડ્યૂટી ફ્રી એન્ટ્રી હતી પરંતુ તે આગામી 29 ઓગસ્ટે પૂરું થઈ જશે.

ઈન્ડિયા પોસ્ટે શું કહ્યું?

અમેરિકાએ 29 ઓગસ્ટ 2025 થી 800 ડોલર સુધી ડ્યૂટી ફ્રીના નિયમને દૂર કરી દીધો છે. એનો અર્થ એ થયો કે હવે અમેરિકા મોકલવામાં આવતા બધા પોસ્ટ પાર્સલ પર કસ્ટમ સ્યુટી લાગશે. મળતી માહિતી મુજબ ભારતના કેસમાં એરલાઇન્સે 25 પગસ્ટ 2025થી અમેરિકા જતાં દરેક પાર્સલને બંધ કરી દીધું છે. જે પછી ભારતીય દાયક વિભાગએ 25 ઓગસ્ટથી અમેરિકા જતાં તમામ પાર્સલને અસ્થાયી રૂપથી બુકિંગ બંધ કરી દીધી છે. માત્ર લેટર/ ડોક્યુમેન્ટ અને 100 ડોલર સુધીમાં ગિફ્ટ્સ જ પાર્સલમાં ડિલીવર થઈ શકશે.

વધુ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર કેમ ટેરિફ બોમ્બ ફોડ્યો? અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ કર્યો ખુલાસો

Vtv App Promotion 2

રૂપિયા મળશે રિફંડ

ગ્રાહકોને આના લીધે પાડનારી અસુવિધા પર અફસોસ વ્યક્ત કરતાં પોસ્ટ વિભાગે કહ્યું કે જે પાર્સલની ડિલિવરી નહીં થઈ શકે તેમને પોસ્ટની ફી રિફંડ આપવામાં આવશે. દાયક વિભાગએ અમેરિકાના પ્રશાસન દ્વારા 30 જુલાઇ 2025 ના રોજ બહાર પાડેલા આદેશ નંબર 14324 મુજબ આ કર્યું છે. આ આદેશ મુજબ 29 ઓગસ્ટ 2025થી અમેરિકામાં 800 અમેરિકન ડોલર સુધીના સમાન પર લાગવાવાળી ડ્યૂટી-ફ્રી એન્ટ્રી બંધ થઈ જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Postal Service Suspension India Post Trump Tariff

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ