બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 'અમે શોધી કાઢ્યો', ટ્રમ્પે કર્યું કન્ફર્મ, કહ્યું કઈ હાલતમાં ઈરાનમાંથી કર્યું પાયલોટનું રેસ્ક્યૂ

મિશન / 'અમે શોધી કાઢ્યો', ટ્રમ્પે કર્યું કન્ફર્મ, કહ્યું કઈ હાલતમાં ઈરાનમાંથી કર્યું પાયલોટનું રેસ્ક્યૂ

Priyankka Triveddi

Last Updated: 12:12 PM, 5 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુષ્ટિ કરી છે કે ઈરાનમાં તોડી પડાયેલા ફાઇટર જેટને બીજા એર ફોર્સ પાયલોટ દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા છે. ભારે ગોળીબારી વચ્ચે આ હાઈ રિસ્ક ઓપરેશન પછી તેને ઈરાનથી બહાર કાઢવામાં આવ્યું હતું. ટ્રમ્પે અને અમેરિકાના સેનાના ઇતિહાસમાં સૌથી મોટા સાહસી મિશનમાંથી એક ગણાવ્યું છે.

US Rescue Mission: મધ્ય પૂર્વમાં વધતા સંઘર્ષ વચ્ચે યુનાઇટેડ સ્ટેટ્સે એક અત્યંત જોખમી અને જટિલ લશ્કરી કાર્યવાહી હાથ ધરીને ઈરાનની ધરતી પરથી પોતાના એરફોર્સન જવાનોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. અને આ ઘટનાની પુષ્ટિ કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મિશનને અમેરિકન ઇતિહાસના સૌથી સાહસિક બચાવ અભિયાનમાંના એક તરીકે ગણાવ્યું. સમગ્ર ઘટનાક્રમ ત્યારે શરૂ થયો જ્યારે શુક્રવારે દક્ષિણ ઈરાન ઉપર યુએસ એરફોર્સનું F-15E સ્ટ્રાઈક ઈગલ વિમાન તોડી પાડવામાં આવ્યું હતું. વિમાનમાં રહેલા બે ક્રૂ સભ્યો પાયલોટ અને વેપન સિસ્ટમ્સ ઓફિસરે સમયસર ઇજેક્ટ થઈને જમીન પર ઉતર્યા અને એકબીજા સાથે સંપર્કમાં રહ્યા.

પાઇલટને થોડા કલાકોમાં જ સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો. પરંતુ બીજા ક્રૂ મેમ્બરને શોધવાનું મુશ્કેલ બન્યું. તે ઈરાની સુરક્ષા દળોથી બચવા માટે પર્વતીય વિસ્તારમાં છુપાઈ ગયો હતો અને એક દિવસથી વધુ સમય સુધી દુશ્મનના વિસ્તારમાં એકલો રહ્યો. દરેક ક્ષણે પકડાઈ જવાની ભીતિ વચ્ચે પણ તેણે હિંમત ન હારી. અંતે લાંબી શોધખોળ અને જોખમી ઓપરેશન બાદ અમેરિકન દળોએ તેને પણ સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યો. જે આ મિશનની સફળતા અને સૈન્યની કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.

ટ્રમ્પનો દાવો: સૌથી સાહસિક બચાવ અભિયાનમાંનું એક

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ બચાવ મિશન અંગે માહિતી આપતા જણાવ્યું કે “અમે તેને શોધી કાઢ્યો.” તેમણે આ ઓપરેશનને અમેરિકન ઇતિહાસના સૌથી હિંમતભર્યા શોધ અને બચાવ અભિયાનમાંનું એક ગણાવ્યું. ટ્રમ્પે કહ્યું કે બચાવાયેલ સૈનિક ઈરાનના જોખમી પર્વતીય વિસ્તારમાં દુશ્મનથી બચીને છુપાયો હતો. જ્યાં સતત તેની શોધ ચાલી રહી હતી. પાયલોટની સ્થિતિ અંગે તેમણે જણાવ્યું કે તેને કેટલીક ઇજાઓ થઈ છે. પરંતુ તે સંપૂર્ણ રીતે સાજો થઈ જશે.

સ્પેશિયલ ફોર્સિસ અને CIAની મદદથી સફળ બચાવ કામગીરી

અમેરિકી અધિકારીઓના જણાવ્યા મુજબ પાઇલટને બચાવવા માટે એક વિશેષ સ્પેશિયલ ફોર્સિસ કમાન્ડો યુનિટને તૈનાત કરવામાં આવ્યું હતું. જેણે અત્યંત જોખમી પરિસ્થિતિમાં આ મિશન પૂર્ણ કર્યું. ઓપરેશન દરમિયાનએરફોર્સ દ્વારા ભારે ફાયર કવર આપવામાં આવ્યું હતું અને જરૂરી સમયે ઈરાની દળોને રોકવા માટે હવાઈ હુમલાઓ પણ કરવામાં આવ્યા હતા. જેથી બચાવ ટીમ સુરક્ષિત રીતે સૈનિક સુધી પહોંચી શકે. સાથે જ અમેરિકી ગુપ્તચર એજન્સી CIAએ પણ આ મિશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શરૂઆતમાં એજન્સીએ ભ્રમ પેદા કરવા માટે એક વ્યૂહરચના અપનાવી હતી. જ્યારે તેની લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી સૈનિકનું ચોક્કસ સ્થાન શોધી કાઢીને તે માહિતી લશ્કરને આપી જેના આધારે આ જોખમી બચાવ કામગીરી સફળ બની.

આ પણ વાંચો: ઈરાનનો કુવૈત પર મોટો હુમલો, તેલ-ગેસ ક્ષેત્રો નિશાન પર,અનેક વિસ્તારોમાં બ્લેકઆઉટ

દેહદાશ્તમાં અથડામણ વચ્ચે જોખમી ઓપરેશન સફળ

ઈરાનના દેહદાશ્ત શહેરમાં આ સમયગાળા દરમિયાન ભારે અથડામણો સર્જાઈ હતી જેના કારણે સમગ્ર પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ હતી. આ વિસ્તારમાં IRGC પણ સક્રિય હતું અને અમેરિકન સૈનિકને શોધવા માટે પ્રયાસ કરી રહ્યું હતું, જેના કારણે બચાવ અભિયાન વધુ જોખમી બન્યું. તેમ છતાં ભારે સુરક્ષા અને સતત કવરિંગ ફાયર વચ્ચે યુ.એસ. સ્પેશિયલ ફોર્સિસે હિંમત અને કુશળતા સાથે ઓપરેશન પૂરું કર્યું અને બંને ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવ્યા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Iran conflict US rescue mission ઈરાન સંઘર્ષ
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ