બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ઈરાનનો કુવૈત પર મોટો હુમલો, તેલ-ગેસ ક્ષેત્રો નિશાન પર,અનેક વિસ્તારોમાં બ્લેકઆઉટ

પ્રહાર / ઈરાનનો કુવૈત પર મોટો હુમલો, તેલ-ગેસ ક્ષેત્રો નિશાન પર,અનેક વિસ્તારોમાં બ્લેકઆઉટ

Priyankka Triveddi

Last Updated: 12:01 PM, 5 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મિડલ ઈસ્ટમાં તણાવ દિવસેને દિવસે વધી રહ્યો છે અને પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ઇરાને કુવૈત પર હુમલો કરતાં આ જંગ હવે નવા મોરચે પ્રવેશી છે.

Iran attack Kuwait: ઈરાન દ્વારા કુવૈતમાં તેલ અને ગેસ ક્ષેત્રોને નિશાન બનાવી વ્યાપક હુમલાઓ કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ હુમલામાં ઈરાનની IRGC એરોસ્પેસ ફોર્સ દ્વારા શાહેદ-136 વન-વે એટેક ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવે છે. આ હુમલાઓને કારણે કુવૈતના અનેક વિસ્તારોમાં વીજળી ખોરવાઈ જવાના અહેવાલો પણ મળી રહ્યા છે. જેના કારણે સ્થાનિક જનજીવન પર ગંભીર અસર પડી છે. જાણકારોનું કહેવું છે કે આ હુમલો માત્ર સૈન્ય પ્રતિસાદ નહીં પરંતુ પ્રાદેશિક તણાવને વધુ ઉગ્ર બનાવવાનો સંકેત પણ છે.

ઈરાનનો જવાબરૂપી હુમલો

આ સમગ્ર ઘટના પાછળનું મુખ્ય કારણ અમેરિકાની કાર્યવાહી માનવામાં આવી રહી છે. માહિતી મુજબ કુવૈતમાંથી યુએસ આર્મીએ ઈરાનના અનેક ઉર્જા માળખાઓ પર PrSM ટેક્ટિકલ બેલિસ્ટિક મિસાઇલોના પ્રક્ષેપણ કર્યા હતા. જેના જવાબરૂપે ઈરાને આ હુમલો કર્યો છે. બીજી તરફ અમેરિકા તરફથી ઈરાનને 48 કલાકનું અંતિમ અલ્ટીમેટમ આપવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલા આ અલ્ટીમેટમને લઈને તણાવ વધુ વધી ગયો છે. ઈરાને પણ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો દબાણ વધશે તો સમગ્ર મિડલ ઈસ્ટમાં સંઘર્ષ વધી શકે છે.

તેલ અવીવમાં વિરોધ પ્રદર્શન

આ વચ્ચે ઈઝરાયલમાં પણ પરિસ્થિતિ તંગ બની રહી છે. તેલ અવીવ શહેરમાં હજારો લોકો યુદ્ધના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ ઈરાન પર થતા હુમલાઓને તાત્કાલિક રોકવાની માંગ કરી હતી. આ વિરોધ દરમિયાન સ્થિતિ વધુ તણાવપૂર્ણ બની જતા પોલીસે હસ્તક્ષેપ કર્યો હતો અને અનેક લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. સામાન્ય લોકોમાં આ ભય છે કે આ યુદ્ધ લાંબુ ચાલશે તો સમગ્ર વિસ્તારમાં અસ્થિરતા વધશે અને તેનો સીધો અસર વૈશ્વિક અર્થતંત્ર અને શાંતિ પર પડશે.

આ પણ વાંચો: ટ્રમ્પનું ઈરાનને છેલ્લું અલ્ટીમેટમ: 48 કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલો નહીંતર સર્જાશે તબાહી

ઈઝરાયલના હુમલા અને ઈરાનના જવાબથી મિડલ ઈસ્ટમાં તણાવ ચરમસીમાએ

મિડલ ઈસ્ટમાં સંઘર્ષ હવે વધુ વિસ્ફોટક બન્યો છે કારણ કે ઈઝરાયલે ઈરાન અને લેબનોનમાં વ્યાપક સૈન્ય કાર્યવાહી કરતાં કુલ 340થી વધુ લક્ષ્યો પર ભીષણ હુમલા કર્યા છે. જેમાં ઈરાન સ્થિત IRGCના 200થી વધુ અને લેબનોનમાં હિઝબુલ્લાહના 140થી વધુ ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આ હુમલામાં ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ ઉત્પાદન કેન્દ્રો, શસ્ત્ર ભંડારો અને એર ડિફેન્સ સિસ્ટમને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. જ્યારે લેબનોનમાં હિઝબુલ્લાહની ‘રાદવાન ફોર્સ’ના હેડક્વાર્ટર, તાલીમ કેન્દ્રો અને લોન્ચિંગ સાઇટ્સને તોડી પાડવામાં આવી છે. ઈઝરાયલનો દાવો છે કે આ કાર્યવાહીથી ઈરાન અને તેના સહયોગી સંગઠનોની હુમલાખોર ક્ષમતાને મોટો ઝટકો લાગ્યો છે. બીજી તરફ ઈરાન દ્વારા કરવામાં આવેલા જવાબી મિસાઈલ અને ડ્રોન હુમલાઓએ પરિસ્થિતિ વધુ ગંભીર બનાવી દીધી છે. જેના કારણે બહેરીનમાં સ્થિત યુએસ નેવીના પાંચમા બેડાના લગભગ 1500 અમેરિકન સૈનિકો અને તેમના પરિવારોને તાત્કાલિક અમેરિકા પરત મોકલવામાં આવ્યા છે. અહેવાલો મુજબ સૈનિકો ઉતાવળમાં બેઝ છોડી રહ્યા છે અને ઘણા પોતાનો સામાન પણ પાછળ મૂકી રહ્યા છે. પેન્ટાગોનના જણાવ્યા અનુસાર આ સંઘર્ષમાં અત્યાર સુધી 13 સૈનિકોના મોત અને 365 જેટલા ઘાયલ થયા છે. જોકે સેન્ટ્રલ કમાન્ડ દ્વારા સાચા આંકડા છુપાવવાના આરોપો પણ ઉઠી રહ્યા છે. ઈરાને સાઉદી અરેબિયા, યુએઈ અને કુવૈતમાં સ્થિત અમેરિકી ઠેકાણાઓ પર હુમલાઓ વધારી દીધા છે અને સ્પષ્ટ ચેતવણી આપી છે કે પોતાની સુરક્ષા માટે અમેરિકી દળોએ તાત્કાલિક આ વિસ્તાર ખાલી કરી દેવું જોઈએ. જેના કારણે સમગ્ર વિસ્તારમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Drone strike Middle East Iran attack Kuwait US Iran conflict
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ