બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પનું ઈરાનને છેલ્લું અલ્ટીમેટમ: 48 કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલો નહીંતર સર્જાશે તબાહી

WAR / ટ્રમ્પનું ઈરાનને છેલ્લું અલ્ટીમેટમ: 48 કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલો નહીંતર સર્જાશે તબાહી

Pravin Joshi

Last Updated: 02:59 AM, 5 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ મામલે ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો નિર્ધારિત સમય મર્યાદામાં આ સમુદ્રી માર્ગ ખુલ્લો કરવામાં નહીં આવે, તો અમેરિકા ભીષણ લશ્કરી હુમલા કરશે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ મામલે ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો નિર્ધારિત સમય મર્યાદામાં આ સમુદ્રી માર્ગ ખુલ્લો કરવામાં નહીં આવે, તો અમેરિકા ભીષણ લશ્કરી હુમલા કરશે. અગાઉ ટ્રમ્પનું વલણ થોડું નરમ જણાતું હતું અને તેમણે ૬ એપ્રિલ સુધીનો સમય આપ્યો હતો, પરંતુ હવે તેમના તેવર બદલાયા છે. હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વનો સૌથી મહત્વનો તેલ પરિવહન માર્ગ હોવાથી આ વિવાદની અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડવાની ભીતિ છે. ઇઝરાયેલ સાથે મળીને શરૂ કરાયેલા 'ઓપરેશન એપિક ફ્યુરી' બાદ હવે આ સંઘર્ષ નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે.

TRUMP 22222

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે ઈરાન માટે સમય ઝડપથી પૂરો થઈ રહ્યો છે. સમજૂતી કરવા અને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે ઈરાનને પૂરતો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ હવે માત્ર 48 કલાક જ બાકી છે. જો આ ડેડલાઇન પસાર થશે, તો તેના પરિણામો ઈરાને ભોગવવા પડશે. આશ્ચર્યની વાત એ છે કે થોડા દિવસો પહેલા જ ટ્રમ્પે રાજદ્વારી રસ્તો ખુલ્લો રાખવાની આશા વ્યક્ત કરી હતી અને સમય મર્યાદા 10 દિવસ વધારીને 6 એપ્રિલ કરી હતી. પરંતુ અચાનક તેમના બદલાયેલા મિજાજે સંકેત આપ્યો છે કે વોશિંગ્ટનની ધીરજ હવે ખૂટી રહી છે અને હવે મંત્રણાને બદલે મેદાનમાં યુદ્ધ થવાની શક્યતા વધુ છે.

trump-normal

હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના સૌથી વ્યૂહાત્મક સમુદ્રી માર્ગોમાંથી એક છે, જ્યાંથી વિશ્વના કુલ તેલ પુરવઠાનો મોટો હિસ્સો પસાર થાય છે. જો ઈરાન આ માર્ગને બ્લોક કરે છે, તો તેની સીધી અસર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પર પડશે, જે વૈશ્વિક અર્થવ્યવસ્થાને ડામાડોળ કરી શકે છે. અમેરિકા આ મુદ્દાને માત્ર પ્રાદેશિક વિવાદ તરીકે નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને ઉર્જા સ્થિરતા સાથે જોડાયેલો મામલો માને છે. ટ્રમ્પની ચેતવણી બાદ ઈરાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ જમીની સ્તરે બંને દેશોની સેનાઓ એલર્ટ મોડ પર હોવાનું જાણવા મળે છે.

28 ફેબ્રુઆરીના રોજ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલ સાથે મળીને 'ઓપરેશન એપિક ફ્યુરી' (Operation Epic Fury) નો પ્રારંભ કર્યો હતો, ત્યારે તેમનો ઈરાદો સ્પષ્ટ હતો કે તેઓ ઈરાનની મિસાઈલ શક્તિ અને પરમાણુ કાર્યક્રમોને હંમેશા માટે ખતમ કરવા માંગે છે. જોકે, યુદ્ધના પાંચમા સપ્તાહ સુધી પહોંચતા ટ્રમ્પના નિવેદનોમાં ઘણી વિરોધાભાસી અસરો જોવા મળી છે. શરૂઆતમાં તેમણે કહ્યું હતું કે આ લડાઈનો તેલ સાથે કોઈ સંબંધ નથી, પરંતુ હવે તેઓ ખુલ્લેઆમ ઈરાનના તેલ સંસાધનો પર કબજો કરવાની વાત કરી રહ્યા છે. આ અનિશ્ચિતતાએ વૈશ્વિક બજારોમાં ચિંતા વધારી દીધી છે.

આ પણ વાંચોઃ યુદ્ધની નવી રણનીતિ! તેલ બાદ હવે પાણી અને ગેસના પ્લાન્ટ્સ પર ઈરાનનો પ્રચંડ વાર

વોશિંગ્ટનનું વલણ પણ હોર્મુઝ સ્ટ્રેટને લઈને અવારનવાર બદલાતું રહ્યું છે. પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે જો અમેરિકા પાછળ હટશે તો અન્ય દેશો આ માર્ગને ખોલાવી શકશે, પરંતુ હવે ટ્રમ્પ પોતે જ આ માર્ગ પર અંકુશ મેળવવા મક્કમ દેખાય છે. ક્યારેક તેઓ જંગ ખતમ કરવાની વાત કરે છે, તો ક્યારેક ઈરાનના બુનિયાદી માળખા પર હપ્તાઓ સુધી બોમ્બમારો કરવાની ધમકી આપે છે. આગામી ૪૮ કલાક માત્ર મધ્ય પૂર્વ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે અત્યંત નાજુક સાબિત થશે. જો ઈરાન નમતું નહીં જોખે, તો આ 48 કલાક બાદ અમેરિકાના લશ્કરી વિમાનો ઈરાનની ધરતી પર કહેર વરસાવતા જોવા મળી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

HormuzStrait MiddleEastCrisis DonaldTrump
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ