બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / VIDEO: 'ઈવાંકા મારી દીકરી ન હોત તો'... ટ્રમ્પ છેલ્લી કક્ષાનું બોલ્યાં, વાયરલ વીડિયો બાદ બબાલ

વિશ્વ વિશ્વ / VIDEO: 'ઈવાંકા મારી દીકરી ન હોત તો'... ટ્રમ્પ છેલ્લી કક્ષાનું બોલ્યાં, વાયરલ વીડિયો બાદ બબાલ

Vidhata Gothi

Last Updated: 09:44 AM, 10 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Donald Trump: હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક જૂનું નિવેદન ફરી વાયરલ થઈ રહ્યું છે. ટ્રમ્પે તેમની દીકરીના ફિગર વિશે વાત કરી હતી અને સાથે એવી કોમેન્ટ કરી હતી કે વીડિયો વાયરલ થયા પછી વિવાદ થયો હતો.

Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઘણા જૂના વીડિયો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હાલમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પનું એક જૂનું નિવેદન ફરી ચર્ચાઓમાં આવી ગયું છે. ટ્રમ્પે આ નિવેદન 2006માં એક ટૉક શોમાં આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું - "જો ઇવાંકા મારી દીકરી ન હોત, તો કદાચ હું તેને ડેટ કરી રહ્યો હોત."

આ વીડિયોમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇવાંકા શોની હોસ્ટ સાથે બેઠેલા દેખાય છે. શોની હોસ્ટના સવાલ પર ટ્રમ્પ કહે છે, "જો ઇવાંકા મારી દીકરી ન હોતી, તો કદાચ હું એને ડેટ કરી રહ્યો હોતે."પિતા ટ્રમ્પની વાત સંભાળીને ઇવાંકા હસવા લાગે કે. આના પર શોની હોસ્ટ તરત કહે છે, "બસ કરો, આ બહુ વિચિત્ર છે."

આ વીડિયો સોશિયલ મીડિયા પર 2024માં અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીના સમયે વાયરલ થયો હતો, જયારે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની જાહેરાત કરી. હેરિસ અને તેમની ટીમે આ ક્લિપ ટ્રમ્પ અને તેમના સાથે ઉમેદવાર જેડી વેન્સ પર હુમલો કરવા માટે વાપરી હતી. જે પછી એવી સ્પષ્ટતા આપવામાં આવી હતી કે ટ્રમ્પે માત્ર મજાકિયા અંદાજમાં આવું કહ્યું હતું.

શોમાં ડોનાલ્ડ ટ્રમ્પે બીજું શું કહ્યું હતું?

શોની હોસ્ટ સ્ટાર જોન્સે ટ્રમ્પને પૂછ્યું - જો પ્લેબોય મેગેઝીન ઇવાંકાને કવર પેજ પર રાખે તો તમે શું કરશો? ત્યારે ઇવાંકાએ હસીને કહ્યું - હવે આ જવાબ રસપ્રદ થવાનો છે. જેના પર ટ્રમ્પે કહ્યું - આ નિરાશાજનક હશે, સાચું કહું તો આ એ વાત પર નિર્ભર કરે છે કે મેગેઝિનની અંદર શું છે. હોસ્ટ જૉય બેહારે કહ્યું - લોકો માને છે કે આમાં ન્યૂડ ફોટો હશે. ટ્રમ્પે કહ્યું - સાચું છે, લોકો આવું જ માને છે. એક અન્ય હોસ્ટ મેરિડિથ વિએરાએ પૂછ્યું - પરંતુ જો અંદર ન્યૂડ ફોટો ન હોય તો તમને કોઈ વાંધો નહીં હોય? ટ્રમ્પે કહ્યું - મને નથી લાગતું કે ઇવાંકા આવું કરશે, જો કે તેનું ફિગર ઘણું સારું છે. જો તે મારી દીકરી ન હોતે, તો કદાચ હું તેને ડેટ કરી રહ્યો હોતે. આ પછી સેટ પર બધા હસવા લાગે છે, પણ કેટલીક હોસ્ટે આને 'વિચિત્ર' અને 'વિકૃત વિચાર' ગણાવ્યા. પછીથી ટ્રમ્પના પ્રવક્તાએ કહ્યું કે આ એક મજાક હતું અને તેઓ પોતાની પર કટાક્ષ કરી રહ્યા હતા, કારણ કે તેઓ ઓછી ઉંમરની મહિલાઓને ડેટ કરવામાં માટે જાણીતા હતા.

Vtv App Promotion

કોણ છે ઇવાંકા ટ્રમ્પ

ઇવાંકા ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સૌથી મોટી દીકરી છે. ઇવાંકા ત્રણ બાળકોની માતા છે. ઇવાંકા અને તેના પતિ જેરેડ કુશ્નરે રાષ્ટ્રપતિ ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં તેમની એડમિનિસ્ટ્રેશન ટીમમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જયારે ઇવાંકાના બંને ભાઈ ડોનાલ્ડ જુનિયર અને એરિક ટ્રમ્પ, 2016 ચૂંટણી પછી પરિવારના બિઝનેસની જવાબદારી સંભાળી ચુક્યા છે, જયારે ઇવાંકા પોતાના પિતાની સાથે અમેરિકાના રાજકારણમાં આવી.

આ પણ વાંચો: ભારત પર ટેરિફ બોમ્બ ફોડવાનું ટ્રમ્પને મોંઘું પડ્યું! આખા અમેરિકામાં પડી આ મોટી અસર, લોકો રાજી!

ઇવાંકાનો જન્મ 1981માં ન્યૂયોર્ક સીટીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પહેલી પત્ની ઇવાના ટ્રમ્પના ઘરે થયો. જયારે તે 10 વર્ષની હતી, ત્યારે તેના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા. 1997માં તેણે મોડેલિંગની શરૂઆત કરી, જેમાં તેને Seventeen મેગેઝિનમાં સ્થાન મળ્યું અને ફેશન બ્રાંડ વર્સાચે, માર્ક બાઉવર અને થિયરી મ્યૂલર માટે રેમ્પ વોક કર્યું. આ પછી તેણે બે વર્ષ જોર્જટાઉન યુનિવર્સીટીમાં અભ્યાસ કર્યો અને પછી યુનિવર્સીટી ઓફ પેન્સીલવેનિયામાં ટ્રાન્સફર લઈને 2004માં ગ્રેજ્યુએટ થઈ. 2009માં ન્યૂયોર્કના એક મોટા પ્રોપર્ટી ડીલરના દીકરા જેરેડ સાથે લગ્ન કરી લીધા અને ત્રણ બાળકોને જન્મ આપ્યો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Donald Trump Ivanka Trump Donald Trump Viral Video
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ