બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ભારત પર ટેરિફ બોમ્બ ફોડવાનું ટ્રમ્પને મોંઘું પડ્યું! આખા અમેરિકામાં પડી આ મોટી અસર, લોકો રાજી!

US / ભારત પર ટેરિફ બોમ્બ ફોડવાનું ટ્રમ્પને મોંઘું પડ્યું! આખા અમેરિકામાં પડી આ મોટી અસર, લોકો રાજી!

Priyankka Triveddi

Last Updated: 09:37 AM, 10 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાએ ભારત સહિત ઘણા દેશોમાં ટેરિફ લગાવ્યો છે. ભારત પર અમેરિકાએ 25% ટેરિફ લગાવ્યો છે જે આગામી દિવસોમાં 50% થઈ જશે. અમેરિકાના આ ટેરિફ લગાવ્યા પછી હવે અમેરિકના નાગરિકોને જ મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે.

Donald Trump Tariff Effect: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બીજીવાર સત્તા પર આવ્યા પછી અમેરિકાને ફરી મહાસત્તા બનાવવા માટે અને અમેરિકાનું ભંડોળ ભેગું કરવા માટે તે અવનવા ઉપાયો અજમાવી રહ્યા છે. ત્યારે તેમણે દુનિયાના દેશો સામે ટેરિફનું શસ્ત્ર પણ ઉગામ્યું છે. ટ્રમ્પે ભારત અને બ્રાઝિલ પર સૌથી વધુ 50-50 ટકા ટેરિફ લગાવવાની સાથે દુનિયાના દેશો પર 10 થી 41 ટકા સુધીના ટેરિફ નાંખ્યા છે. ટ્રમ્પે કુલ 6 વખત ટેરિફનો અમલ મોકૂફ રાખ્યા પછી આખરે 7 ઑગસ્ટથી ટેરિફનો અમલ શરૂ થઈ ગયો છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ટેરિફની અબજો ડોલરની આવકથી અમેરિકાની તિજોરી છલકાઈ જશે. બીજી બાજુ અર્થશાસ્ત્રીઓ ટેરિફથી અમેરિકન અર્થતંત્રને જ મોટું નુકસાન થશે તેમ જણાવે છે. હવે અમેરિકાના નાગરિકોને પણ જીવનજરૂરી વસ્તુઓ મોંઘી થઈ જવાના લીધે પરેશાની થઈ શકે છે.

અમેરિકાને પડશે મોંઘવારીનો માર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચારમાં નાગરિકોને વચન આપ્યું હતું કે તેઓ મોંઘવારી ઘટાડશે અને કરિયાણાના સામાન સહિત જીવનજરૂરી વસ્તુઓના ભાવ ઘટાડશે. પરંતુ ટ્રમ્પના ટેરિફના અમલ સાથે હવે અમેરિકનોને પણ ખ્યાલ આવી ગયો છે કે અમેરિકામાં મોંઘવારીમાં ઘટાડો નહીં થાય. દેશમાં કરિયાણા સહિત જીવનજીરૂરી વસ્તુઓના વધતા ભાવ તેમની મુશ્કેલીમાં વધારો કરશે. ટ્રમ્પના ટેરિફની દુનિયા પર અસર દેખાવા લાગી છે ત્યારે અમેરિકનો પર પણ તેની નકારાત્મક અસર દેખાઈ રહી છે.

Grocery.jpg

ટેરિફના લીધે અમેરિકાનો GDP 0.5% ઘટે તેવી સંભાવના

અમેરિકાની બજેટ લેબના અંદાજ મુજબ અમેરિકામાં સરેરાશ ટેરિફ રેટ 18.3 ટકા થઈ ગયો છે. આ પહેલા 1909 માં અમેરિકામાં સરેરાશ ટેરિફ રેટ 21% હતો. એટલે કે વર્તમાન ટેરિફ 100 વર્ષમાં સૌથી વધુ છે. ટેરિફ વધવાના કારણે આ વર્ષે અમેરિકન પરિવારોનો સરેરાશ ખર્ચ 2400 ડોલર વધી જશે. તેઓ પહેલા વિદેશમાંથી આવતો સામાન 100 ડોલરમાં ખરીદતા હતા તેના હવે 118.3 ડોલર ચૂકવવા પડશે. બજેટ લેબ મુજબ ટ્રમ્પના ટેરિફના કારણે અમેરિકાનો GDP 0.5 ટકા ઘટી શકે છે. તેનો અર્થ એ કે 28 લાખ કરોડ ડોલરના અર્થતંત્રને એક વર્ષમાં 140 અબજ ડોલર એટલે કે અંદાજે રૂ. 16.6 લાખ કરોડનું નુકસાન થવાની આશંકા છે. અમેરિકન મીડિયાના એક સર્વે મુજબ આ ટેરિફ વધારાના પગલે મોટા ભાગના અમેરિકનો વસ્તુઓના વધતા ભાવને લઇને ચિંતામાં છે. 53 ટકા લોકોનું કહેવું છે કે કરિયાણાના સામાનના ભાવ તેમના માટે સૌથી મોટી ચિંતાની બાબત છે.

અમેરિકામાં ઈંડા, બીફ, નારંગીના જ્યૂસ સહિતની વસ્તુઓના ભાવમાં ઉછાળો

અમેરિકામાં હાથ ધરવામાં આવેલા એક સર્વેનું તારણ કહે છે કે અમેરિકનો ખાસ ઈંડા, બીફ, નારંગીના જ્યૂસ અને અન્ય વસ્તુઓના ભાવમાં આવનાર મોટા વધારાને કારણે ચિંતામાં છે. ટ્રમ્પના ટેરિફના કારણે વિદેશથી આવતા ફળ, પેક્ડ ફૂડ, કોફી અને અન્ય વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. અમેરિકા મોટાભાગે આયાતી વસ્તુઓ પર નિર્ભર દેશ છે. ત્યાં પીવાના પાણીની પણ આયાત થાય છે. અગાઉ અમેરિકામાં આવતા સામાન પર સરેરાશ 10 ટકા ટેરિફ લાગતો હતો. પરંતુ હવે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના ફૂડ ઈકોનોમિસ્ટ ડેવિડ ઓર્ટેગાએ કહ્યું કે ટ્રમ્પના કરિયાણાના સામાનના ભાવમાં ઘટાડાનું વચન પૂરું થયું નથી. તેનાથી લોકો નિરાશ થયા છે. ટ્રમ્પની વેપાર નીતિઓના કારણે હવે લોકોનો તેના પરથી ભરોસો ઘટી રહ્યો છે.

વધુ વાંચો: 'ભારત આ કામમાં ટ્રમ્પની મદદ કરે તો...' ટેરિફ વોર વચ્ચે US સેનેટરનું મોટું નિવેદન

Vtv App Promotion

એક્સપર્ટ મુજબ મોંઘવારી વધવામાં થોડોક સમય લાગે છે. કંપનીઓનો સ્ટોક ખતમ થશે પછી ટેરિફની અસર વધુ સ્પષ્ટ રીતે દેખાવા લાગશે. કંપનીઓનું કહેવું છે કે લોકો પાસે પૂરતા પૈસા નથી તેથી તેઓ ખરીદી ઓછી કરી રહ્યા છે. નાના પેક ખરીદે છે અને બીન જરૂરી ખરીદી બંધ કરી છે. એક્સપર્ટ મુજબ આ પરિવર્તનો ચિંતાજનક છે. જે આર્થિક મંદીના સંકેત આપે છે. એક સર્વે મુજબ અમેરિકાની જાણીતી બ્રાન્ડ્સ વાલમાર્ટ, હેમર્સ, એડિડાસ સહિત બ્રાન્ડ્સે પ્રોડક્ટમાં ભાવ વધારો કર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Trump Tariff Effect on US Economy Price Hike in grocery Trump Tariff,
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ