બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પના ટેરિફ બૉમ્બ વચ્ચે હવે ભારત પાસે માત્ર 4 વિકલ્પ, ત્રીજો તો જાણીને ચોંકી જશો

ટેરિફની અસર / ટ્રમ્પના ટેરિફ બૉમ્બ વચ્ચે હવે ભારત પાસે માત્ર 4 વિકલ્પ, ત્રીજો તો જાણીને ચોંકી જશો

Vidhata Gothi

Last Updated: 02:24 PM, 26 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

US Tariff on India: રશિયા પાસેથી ક્રુડ ઓઇલ ખરીદવાના કારણે ભારત પર લગાવવામાં આવેલો વધારાનો 25 ટકા ટેરિફ આજે મધરાતથી લાગૂ થઈ જવાનો છે અને આ પછી ભારત પર પણ બ્રાઝિલ જેટલો જ અમેરિકન ટેરિફ લાગશે.

US Tariff on India: હાલમાં અમેરિકા સાથે ટેરિફ મુદ્દે તણાવ ચાલી રહ્યો છે. અમેરિકાએ ભારત પર 6 ઓગસ્ટે 25% વધારાનો ટેરિફ લગાવી દીધો. ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત પ્રમાણે, ભારત પર લગાવવામાં આવેલો વધારાનો 25% ટેરિફ આજથી 27 ઓગસ્ટ 2025 થી લાગુ થવાનો છે. આજે રાતે 12 વાગ્યાથી અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલ કુલ ટેરિફ 50 ટકા થઈ જશે. અમેરિકાએ રશિયા પાસેથી ક્રુડ ઓઇલ ખરીદવાના કારણે ભારત પર દંડ તરીકે આ વધારાનો ટેરિફ લગાવ્યો છે. આની સાથે જ અમેરિકા દ્વારા સૌથી વધુ ટેરિફ લગાવવામાં આવેલા દેશોમાં ભારતનું નામ પણ સામેલ થઈ જશે. ટ્રમ્પ દ્વારા ભારત પર આ ટેરિફ એટેક પછી હવે ચાલો જાણીએ કે ભારત પાસે આ ટેરિફની અસર ઘટાડવા માટે કયા વિકલ્પો છે.

અમેરિકાએ જાહેર કરી ઔપચારિક સૂચના

અમેરિકાએ ભારતમાંથી આયાત વસ્તુઓ પર વધારાના 25% ટેરિફ લગાવવાની ઔપચારિક સૂચના જારી કરી દીધી છે. આ નવો ટેરિફ 27 ઓગસ્ટ, 2025 ના રોજ રાત્રે 12:01 (EST) થી અમલમાં આવશે. એટલે કે હવેથી માત્ર ગણતરીના કલાકોમાં જ આ લાગૂ થઈ જશે. અમેરિકાની સરકારે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે રશિયા પાસેથી તેલ ખરીદીને, ભારત આડકતરી રીતે યૂક્રેન યુદ્ધ માટે મોસ્કોને ફંડ આપી રહ્યું છે. એના જવાબમાં આ ટેરિફ લગાવવામાં આવ્યો છે. આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે 25 ટકા ટેરિફ લગાવ્યો હતો, જે 1 ઓગસ્ટ 2025થી લાગુ થઈ ગયો છે.

TRUMP TARIFF 2

ભારત પાસે હવે કયા વિકલ્પો છે?

જણાવી દઈએ કે ફાર્માસ્યુટિકલ્સ, સેમિકન્ડક્ટર્સ અને ઉર્જા સંસાધનો જેવા કેટલાક ક્ષેત્રોને આ ટેરિફમાંથી છૂટ આપવામાં આવી છે. પરંતુ કપડાં, ડાયમંડ અને ઝવેરાત, ચામડું, દરિયાઈ ઉત્પાદનો, કેમિકલ્સ અને ઓટો પાર્ટ્સ જેવા સેક્ટર્સ પર ટેરિફની ભારે અસર થશે. ભારતના 87 બિલિયન ડોલરની અમેરિકન નિકાસ પર આ ટેરિફની ભારે અસર થઈ શકે છે, જે દેશની GDPના 2.5% છે. એવામાં GDP પર ટેરિફની અસરને અવગણી શકાય નહીં. 2024માં ભારતની અમેરિકા સાથે વેપાર ખાધ 45.8 બિલિયન ડોલર હતી અને 50% ટેરિફથી તે વધુ વધી શકે છે. ત્યારે હવે વાત કરીએ આ 50% ટ્રમ્પ ટેરિફનો સામનો કરવા અને તેની અસર ઘટાડવા માટે ભારત પાસે કયા વિકલ્પો છે.

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ થઈ શકી નથી અને 50% ટેરિફ પછી, તેની સંભાવના પણ ઓછી જણાઈ રહી છે. કારણ કે અમેરિકા ભારત પાસેથી તેના કૃષિ અને ડેરી ઉત્પાદનો માટે ભારતીય બજાર ખોલવા અને એના પર ટેરિફ ઘટાડવાની માંગ કરી રહ્યું છે, જે ભારત માનવા તૈયાર નથી અને આની પાછળ ભારતીય ખેડૂતોનું હિત છે. એવામાં વાટાઘાટો પૂર્ણ થયા પછી, ભારત કેટલાક પગલાં લઈને ટેરિફની અસર ઘટાડી શકે છે.

અમેરિકાની બહાર નવા બજારની શોધ

અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા ઊંચા ટેરિફને કારણે, ભારત માટે ત્યાં નિકાસ કરવી મુશ્કેલ બની ગઈ છે, એવામાં ભારત અમેરિકન બજારના નવા વિકલ્પોની શોધને વધુ તેજ કરી શકે છે. ખાસ કરીને યુરોપ, દક્ષિણ-પૂર્વ એશિયા અને આફ્રિકા જેવા દેશોમાંથી નિકાસ વધારીને ભારત પોતાનો વેપાર વધારવાનો પ્રયાસ કરશે. આનાથી અમેરિકા પરની નિર્ભરતા ઓછી થશે, સાથે જ ટેરિફની અસર ઘટાડવામાં પણ મદદ મળશે. ચીન પણ સતત ભારત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

Vtv App Promotion 2

રશિયા સાથે નવી વેપાર રણનીતિ

રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાને કારણે અમેરિકા ભારતથી નારાજ છે અને કોઈપણ સમજૂતી કરા તૈયાર નથી. બીજી તરફ રશિયા ભારતને સતત ખાતરી આપી રહ્યું છે કે રશિયન બજાર ભારતીય માલ માટે ખુલ્લું છે, ભારત રશિયા સાથે વાતચીત સાથે આગળ વધી શકે છે જેથી વૈકલ્પિક વેપાર વ્યવસ્થા કરી શકાય, જે અમેરિકન ટેરિફ અને કડકાઈની અસર ઘટાડવામાં મદદ કરશે. રશિયા ઉપરાંત, ભારત વેનેઝુએલા અથવા આફ્રિકા જેવા અન્ય દેશોમાંથી તેલ આયાતના નવા સ્ત્રોત શોધી શકે છે, જોકે તેના કારણે વધેલી લોજિસ્ટિક્સ અને ખર્ચ એક પડકાર બની શકે છે. પરંતુ ભારત તેના સ્થાનિક તેલ અને ગેસ ઉત્પાદનમાં વધારો કરીને રાહત મેળવી શકે છે.

આ પણ વાંચો: દુનિયાના એવાં દેશ, જ્યાં મહિલાઓ માટે છે 5 અજીબોગરીબ કાયદા, જાણીને ચોંકી જશો

ટેરિફ વધારવા અંગે વિચાર

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ અંગે કડક વલણ અપનાવ્યા પછી જો બંને દેશો વચ્ચે વધુ વાતચીતથી કોઈ ઉકેલ ન આવે, તો ભારત પણ વળતો જવાબ આપવાની સ્થિતિમાં આવી શકે છે અને પસંદગીની અમેરિકન વસ્તુઓ જેમ કે કૃષિ ઉત્પાદનો, ફાર્માસ્યુટિકલ્સ અથવા તકનીકી ઉપકરણો પર રેસિપ્રોકલ ટેરિફ લગાવી શકે છે. અગાઉ પણ, ભારતે વર્ષ 2019 માં યુએસ બદામ, સફરજન અને સ્ટીલ પર વધારાનો ટેરિફ લગાવ્યો હતો.

સ્થાનિક ઉદ્યોગોને સબસિડી

50% ટ્રમ્પ ટેરિફની ભારતમાં અસરો ઘટાડવા માટે, એક મોટો અને રાહત આપતો વિકલ્પ છે સ્થાનિક ઉદ્યોગોને સબસિડી આપવાનો. યુએસ ટેરિફથી પ્રભાવિત ભારત, કાપડ, આઇટી વગેરે સહિતના તેના સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સબસિડી આપી શકે છે. જેથી ટેરિફની અસર ઘટાડી શકાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US Tariff on India Donald Trump Tariff Impact
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ