બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:55 AM, 6 April 2026
US-Iran War: અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં હવે દિવસે ને દિવસે તણાવ વધુ ઉગ્ર બનતો નજર આવી રહ્યો છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટને લઈને વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે ટકરાવ વધ્યો છે.
ADVERTISEMENT
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ કડક નિવેદન આપતાં ચેતવણી આપી છે કે જો કોઈ સમજૂતી નહીં થાય તો અમેરિકા ઈરાનને ભારે નુકસાન પહોંચાડી શકે છે. એક મીડિયા સાથેની મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ઈરાન સંમત નહીં થાય તો સમગ્ર દેશને નિશાન બનાવવામાં આવી શકે છે. સાથે જ તેમણે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે મંગળવાર સાંજ સુધીનું અલ્ટીમેટમ જાહેર કર્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંભવિત સૈન્ય કાર્યવાહીનો સમય પણ જાહેર કર્યો હતો. તેમણે ઈશારો આપ્યો કે ઈરાનના પાવર પ્લાન્ટ અને બ્રિજ પર હુમલો થઈ શકે છે. પોસ્ટમાં જણાવ્યા મુજબ આ કાર્યવાહી મંગળવારે રાત્રે 8 વાગ્યે (અમેરિકાના સમય) થઈ શકે છે. જે ભારતીય સમય મુજબ બુધવારે સવારે થઈ શકે છે. આ નિવેદન બાદ સમગ્ર વિસ્તારમાં ચિંતા વધી ગઈ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઈરાન તરફથી પણ આ મુદ્દે તીખો પ્રતિસાદ આવ્યો છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફે ટ્રમ્પના નિવેદનોને બેદરકાર ગણાવતા કહ્યું કે આવા પગલાં સમગ્ર ક્ષેત્રને યુદ્ધની આગમાં ધકેલી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે અમેરિકા જો આ પ્રકારની કાર્યવાહી કરશે તો તેનું ગંભીર પરિણામ આવશે અને આ સમસ્યાનો ઉકેલ માત્ર ઈરાનના અધિકારોનું સન્માન અને સંવાદ દ્વારા જ શક્ય છે.
ADVERTISEMENT

હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે ગંભીર દિશામાં આગળ વધી રહ્યો છે. બંને દેશોના આક્રમક વલણને કારણે મધ્ય પૂર્વમાં સંઘર્ષ વધવાની ભીતિ વધુ મજબૂત બની છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.