બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પની ધમકી પર ઈરાનનો પલટવાર, કહ્યું - નેતન્યાહુના રસ્તે ચાલશો તો બળીને રાખ થઈ જશો

વિશ્વ / ટ્રમ્પની ધમકી પર ઈરાનનો પલટવાર, કહ્યું - નેતન્યાહુના રસ્તે ચાલશો તો બળીને રાખ થઈ જશો

Pravin Joshi

Last Updated: 04:53 AM, 6 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે ઈરાનને આપેલી સમયસીમા સમાપ્ત થતા મંગળવારથી ઈરાનના પાવર પ્લાન્ટ અને પુલોને ઉડાવી દેવાની ધમકી આપી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે ઈરાનને આપેલી સમયસીમા સમાપ્ત થતા મંગળવારથી ઈરાનના પાવર પ્લાન્ટ અને પુલોને ઉડાવી દેવાની ધમકી આપી છે. ટ્રમ્પના આ નિવેદન પર ઈરાને આકરો પલટવાર કરતા કહ્યું છે કે અમેરિકા ઇઝરાયેલના દબાણમાં કામ કરી રહ્યું છે અને આ રસ્તો વિનાશ તરફ દોરી જશે. થાઈલેન્ડ સ્થિત ઈરાની દૂતાવાસે તો ત્યાં સુધી કહ્યું કે ટ્રમ્પની ભાષા સાબિત કરે છે કે અમેરિકા અપેક્ષા કરતા વહેલું 'પાષણ યુગ' માં પહોંચી ગયું છે. બંને દેશો વચ્ચેની આ નિવેદનબાજીએ વૈશ્વિક તેલ બજાર અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે મોટું જોખમ ઊભું કર્યું છે.

trump-normal

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે જો 6 એપ્રિલ સુધીમાં હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) નો સમુદ્રી માર્ગ ખોલવામાં નહીં આવે અથવા કોઈ શાંતિ સમજૂતી નહીં થાય, તો અમેરિકા ઈરાનના પાયાના માળખાને નિશાન બનાવશે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર અત્યંત આક્રમક અંદાજમાં લખ્યું હતું કે, "આવનારો મંગળવાર 'પાવર પ્લાન્ટ ડે' અને 'બ્રિજ ડે' હશે, બધું એકસાથે થશે. દુનિયાએ આવું દ્રશ્ય પહેલા ક્યારેય જોયું નહીં હોય. હોર્મુઝ સ્ટ્રેટ ખોલો નહીંતર ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહો." ટ્રમ્પે વધુમાં ઉમેર્યું હતું કે મંગળવારે રાત્રે 8:00 વાગ્યે (ઈસ્ટર્ન ટાઈમ) થી આ કાર્યવાહી શરૂ થઈ શકે છે.

netanyahu death Fack News

ટ્રમ્પના આ નિવેદન બાદ ઈરાનના રાજકીય ગલિયારાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઈરાની સંસદના અધ્યક્ષ ગાલિબાફે આક્ષેપ કર્યો હતો કે વોશિંગ્ટનની આ લાપરવાહ નીતિઓ સમગ્ર મધ્ય પૂર્વ ક્ષેત્રને એક મોટા સંઘર્ષમાં ધકેલી રહી છે, જે દરેક પરિવાર માટે નર્ક સમાન સાબિત થશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે યુદ્ધથી અમેરિકાને કોઈ ફાયદો થવાનો નથી અને આ બધું માત્ર નેતન્યાહુના પ્રભાવ હેઠળ કરવામાં આવી રહ્યું છે. ઈરાને ચેતવણી આપી છે કે જો અમેરિકા તેની સાર્વભૌમત્વ પર હુમલો કરશે, તો તેનો જવાબ અત્યંત ભયાનક હશે.

બીજી તરફ, થાઈલેન્ડમાં આવેલા ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ટ્રમ્પની મજાક ઉડાવતા લખ્યું કે, "રાષ્ટ્રપતિ જે પ્રકારની ભાષા વાપરી રહ્યા છે, તે જોઈને લાગે છે કે અમેરિકા આધુનિકતા છોડીને પાષણ યુગમાં પહોંચી ગયું છે." આ નિવેદન ટ્રમ્પની એ ધમકીના જવાબમાં હતું જેમાં તેમણે ઈરાનને પાષણ યુગમાં મોકલી દેવાની વાત કરી હતી. ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં પણ પુનરોચ્ચાર કર્યો હતો કે જો સમજૂતી નહીં થાય તો તેઓ ઈરાનનું બધું જ નષ્ટ કરવા અને તેના તેલના કુવાઓ પર કબજો કરવા વિશે વિચારી શકે છે.

આ પણ વાંચોઃ મુંબઇ / દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટનું કાવતરું ! સ્પેશિયલ સેલએ બે આરોપીની ધરપકડ કરી

વિશેષજ્ઞોનું માનવું છે કે 48 કલાકની આ ડેડલાઇન પૂરી થવાને આરે છે અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાને કારણે વૈશ્વિક તેલ પુરવઠો ખોરવાઈ ગયો છે. જો અમેરિકા ખરેખર મંગળવારથી બોમ્બમારો શરૂ કરશે, તો તે ત્રીજા વિશ્વયુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ કરી શકે છે. ઈરાને પણ સંકેત આપ્યા છે કે તેમની પાસે પણ પૂરતી સામગ્રી અને હથિયારો છે જેનાથી તેઓ અમેરિકાને જડબાતોડ જવાબ આપી શકે છે. અત્યારે સમગ્ર વિશ્વની નજર મંગળવારની એ ડેડલાઇન પર ટકેલી છે જે યુદ્ધ અથવા શાંતિનો ફેંસલો કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IranVsUSA MiddleEastCrisis DonaldTrump
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ