બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / અમેરિકા-ઈરાન શાંતિ વાટાઘાટો નિષ્ફળ, કરાર વિના યુએસ પરત ફર્યા જે. ડી. વાન્સ

ચર્ચા / અમેરિકા-ઈરાન શાંતિ વાટાઘાટો નિષ્ફળ, કરાર વિના યુએસ પરત ફર્યા જે. ડી. વાન્સ

Priyankka Triveddi

Last Updated: 07:53 AM, 12 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ વાટાઘાટો કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી. એવું અમેરિકાના ઉપપ્રમુખ જે. ડી. વાન્સ (J. D. Vance) એ જણાવ્યું છે.

US-Iran Talks: પાકિસ્તાનની રાજધાનીમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે લગભગ 21 કલાક સુધી સઘન ચર્ચાઓ ચાલી હોવા છતાં કોઈ કરાર થઈ શક્યો નથી. અમેરિકન પ્રતિનિધિમંડળે જણાવ્યું કે તેમણે પોતાની "અંતિમ અને શ્રેષ્ઠ ઓફર" રજૂ કરી હતી. પરંતુ ઈરાને હાલ માટે આ શરતો સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. જેના કારણે વાટાઘાટો કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી.

તેમણે કહ્યું કે અત્યાર સુધી કોઈ કરાર થઈ શક્યો નથી અને આ પરિસ્થિતિ ઈરાન માટે અમેરિકા કરતાં વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે. વાન્સે ઉમેર્યું કે ઈરાને અમેરિકાના પ્રસ્તાવને સ્વીકાર્યો નથી, જેના કારણે યુએસ પ્રતિનિધિમંડળ હવે પરત ફરી રહ્યું છે. આગળ તેમણે સ્પષ્ટ કર્યું કે આ વાટાઘાટોની નિષ્ફળતા માટે પાકિસ્તાન જવાબદાર નથી. તેમણે પાકિસ્તાનના પ્રયાસોની પ્રશંસા કરી અને જણાવ્યું કે તેણે બંને દેશો વચ્ચે અંતર ઘટાડવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. વાન્સના જણાવ્યા અનુસાર આ ચર્ચાઓ લગભગ 21 કલાક સુધી ચાલી હતી અને તેમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. છતાં અંતિમ સમજૂતી થઈ શકી નથી.

ઈરાન માટે આ ખરાબ સમાચાર

યુનાઇટેડ સ્ટેટ્સના ઉપપ્રમુખ જે.ડી. વાન્સ ( J. D. Vance) એ જણાવ્યું કે છેલ્લા 21 કલાકથી ચાલેલી સઘન ચર્ચાઓ છતાં ઈરાન સાથે કોઈ કરાર થઈ શક્યો નથી. તેમણે કહ્યું કે ઘણી મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હોવા છતાં અંતિમ સહમતિ મળી નથી. વાન્સના મત મુજબ આ સ્થિતિ ઈરાન માટે અમેરિકા કરતાં વધુ નુકસાનકારક છે. તેમણે ઉમેર્યું કે ઈરાને અમેરિકાના પ્રસ્તાવને સ્વીકાર્યો નથી. જેના કારણે યુએસ પ્રતિનિધિમંડળ હવે પરત ફરી રહ્યું છે.

પરમાણુ શસ્ત્રો મુદ્દે સ્પષ્ટતા જરૂરી

વાન્સે ભારપૂર્વક જણાવ્યું કે અમેરિકાની મુખ્ય માંગ ઈરાન તરફથી સ્પષ્ટ પ્રતિબદ્ધતા મેળવવાની છે કે તે પરમાણુ શસ્ત્રો મેળવવાનો પ્રયાસ નહીં કરે અને તેની ઝડપથી ઉત્પાદન કરવાની ક્ષમતા પણ વિકસાવશે નહીં. તેમણે કહ્યું કે આ જ અમેરિકાના રાષ્ટ્રપતિનો મુખ્ય ઉદ્દેશ્ય છે અને ચાલી રહેલી વાટાઘાટો પણ આ લક્ષ્ય હાંસલ કરવા માટે જ હતી.

આ પણ વાંચો: ઇસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વચ્ચે પેચ ફસાયો: હોર્મુઝ અને લેબનાન મુદ્દે 4 કલાક ચાલી મંત્રણા

લાંબા ગાળાની પ્રતિબદ્ધતા પર સવાલ

ઉપપ્રમુખે વધુમાં જણાવ્યું કે ઈરાનના પરમાણુ કાર્યક્રમનું સ્વરૂપ ગમે તે હોય પરંતુ મૂળ પ્રશ્ન એ છે કે શું ઈરાન લાંબા ગાળે પરમાણુ શસ્ત્રો બનાવવાથી દૂર રહેવાની સાચી ઈચ્છા અને પ્રતિબદ્ધતા દર્શાવે છે કે નહીં. તેમણે સ્વીકાર્યું કે હાલ સુધી આવી સ્પષ્ટતા જોવા મળી નથી. જોકે ભવિષ્યમાં સકારાત્મક પ્રગતિની આશા રાખવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Peace Negotiations J D Vance US-Iran talks
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ