બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / ઇસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વચ્ચે પેચ ફસાયો: હોર્મુઝ અને લેબનાન મુદ્દે 4 કલાક ચાલી મંત્રણા
Last Updated: 04:20 AM, 12 April 2026
ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાર કલાક સુધી ચાલેલી પ્રથમ તબક્કાની શાંતિ વાટાઘાટોમાં હોર્મુઝ સ્ટ્રેટ પરના નિયંત્રણ અને લેબનાનમાં ચાલી રહેલા સંઘર્ષને લઈને પેચ ફસાયો છે. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ પર સંપૂર્ણ સાર્વભૌમત્વ ઈચ્છે છે, જ્યારે અમેરિકા તેને મુક્ત વેપાર માટે સ્વતંત્ર રાખવાની માંગ પર અડગ છે. આ ઉપરાંત, લેબનાનમાં ઈઝરાયેલના હુમલા રોકવા અને અમેરિકામાં ફસાયેલી ઈરાની સંપત્તિને મુક્ત કરવા જેવા મુદ્દાઓ પર ઉગ્ર ચર્ચા થઈ છે. ઈરાને ચેતવણી આપી છે કે જો તેમના અધિકારોની રક્ષા નહીં થાય તો તેઓ મંત્રણા છોડી શકે છે.
ADVERTISEMENT
Iran-US hold two rounds of talks in Islamabad, third round expected 'tonight or tomorrow'
— ANI Digital (@ani_digital) April 11, 2026
Read @ANI Story | https://t.co/pWG22ZpjFi#Iran #US #WestAsiaConflict pic.twitter.com/9yJL3DQIxj
અહેવાલો મુજબ, આ મંત્રણામાં સૌથી મોટો અવરોધ હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ના સૈન્ય અને વ્યાપારી નિયંત્રણને લઈને ઊભો થયો છે. ઈરાન આ વ્યૂહાત્મક જળમાર્ગ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માંગે છે જેથી તે જહાજોની અવરજવર પર પોતાના નિયમો લાગુ કરી શકે. તેની સામે અમેરિકાની દલીલ છે કે આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે અને તે કોઈપણ દેશના હસ્તક્ષેપ વિના મુક્ત રહેવો જોઈએ. બીજી તરફ લેબનાનનો મુદ્દો પણ અત્યંત ગંભીર બન્યો છે. ઈરાન માંગ કરી રહ્યું છે કે સીઝફાયરના ભાગરૂપે લેબનાન પરના તમામ હુમલાઓ તાત્કાલિક બંધ કરવામાં આવે, જ્યારે અમેરિકા લેબનાનને આ સમજૂતીનો સીધો હિસ્સો માનવા તૈયાર નથી.
ADVERTISEMENT
United States, Iran peace talks begin in Pakistan
— ANI Digital (@ani_digital) April 11, 2026
Read @ANI Story | https://t.co/KuzQbRzJ8q#US #Iran #Pakistan pic.twitter.com/8N4EDMeqlb
વાટાઘાટો દરમિયાન ઈરાની પ્રતિનિધિમંડળે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. પ્રેસ ટીવીના અહેવાલ મુજબ, ઈરાને સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ કોઈ પણ ભોગે પોતાના દેશના અધિકારો સાથે સમાધાન નહીં કરે. જો અમેરિકા દ્વારા યોગ્ય ગેરંટી આપવામાં નહીં આવે, તો ઈરાન કોઈપણ ક્ષણે ટેબલ પરથી ઉભું થઈ શકે છે. ઈરાને મંત્રણા આગળ વધારવા માટે બે મુખ્ય શરતો મૂકી હતી, જેમાં લેબનાન પર ઈઝરાયેલના હુમલા અટકાવવા અને વર્ષોથી અમેરિકામાં ફ્રીઝ થયેલી ઈરાનની જંગી રકમને મુક્ત કરવાનો સમાવેશ થાય છે. અમેરિકાએ આ શરતો પર સકારાત્મક સંકેત આપ્યા હોવા છતાં વિગતો પર હજુ સમજૂતી બાકી છે.
ADVERTISEMENT
લેબનાનની સ્થિતિ અંગે ચર્ચા કરતા જણાવાયું હતું કે ઈઝરાયેલે બેરૂત પરના હુમલા અટકાવ્યા છે અને પોતાની સૈન્ય કાર્યવાહી દક્ષિણ લેબનાન સુધી મર્યાદિત રાખી છે, જેને શાંતિ તરફનું એક ડગલું માનવામાં આવે છે. ઈરાને આ મંત્રણા માટે 10-મુદ્દાનું માળખું (10-point framework) રજૂ કર્યું છે, જેમાં આર્થિક પ્રતિબંધો હટાવવા અને યુદ્ધને કારણે થયેલા નુકસાન માટે વળતરની માંગણી મુખ્ય છે. આટલી જટિલ માંગણીઓને કારણે પ્રથમ રાઉન્ડમાં કોઈ અંતિમ નિર્ણય લઈ શકાયો નથી અને ટેકનિકલ ટીમો હજુ પણ લેખિત દરખાસ્તો પર કામ કરી રહી છે.
આ પણ વાંચોઃ 'શાંતિથી બેસો, અને 15 હજાર...'', ડિવોર્સની માંગ કરનાર પતિને સુપ્રીમ કોર્ટની સલાહ
ADVERTISEMENT
શાંતિ મંત્રણાની વચ્ચે પણ સરહદો પર તણાવ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. એક તરફ ઇસ્લામાબાદમાં વાટાઘાટો ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ ઈરાની સેનાએ હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકી વિધ્વંસક જહાજ (Destroyer) ને રોકીને તેને પાછા વળવાની ચેતવણી આપી હતી. ઈરાને દાવો કર્યો છે કે પરવાનગી વિના કોઈપણ વિદેશી જહાજને પસાર થવા દેવામાં આવશે નહીં. આ ઘટનાએ ફરી સાબિત કર્યું છે કે જમીન પરની પરિસ્થિતિ અત્યંત સ્ફોટક છે. હવે આ 'મહા-મંથન' બીજા દિવસે પણ ચાલુ રહેશે તેવી પૂરેપૂરી શક્યતા છે, જેમાં આશા અને આશંકા બંને મિશ્રિત છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.