બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પના ડાંડિયા ડૂલ! અમેરિકામાં 7.5 લાખ સરકારી કર્મચારીઓને વગર પગારે ઘરભેગા કરાયાં, આ શું બન્યું?

અમેરિકા / ટ્રમ્પના ડાંડિયા ડૂલ! અમેરિકામાં 7.5 લાખ સરકારી કર્મચારીઓને વગર પગારે ઘરભેગા કરાયાં, આ શું બન્યું?

Hiralal Parmar

Last Updated: 11:53 AM, 1 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયા પર રાજ કરનારી અમેરિકી મહાસત્તાને પણ પૈસાની તંગી પડી છે અને તેની પહેલી મોટી અસર નોકરિયાત પર પડી છે.

જગત જમાદાર અમેરિકાને પણ નાણાભીડ નડી છે અને પરિણામે ત્યાં સરકારી શટડાઉન લાગુ પડી ગયું છે. શટડાઉન હેઠળ સરકારે ઈમરજન્સી સિવાયના વિભાગો બંધ કરી દીધાં હોવાથી લગભગ 7.5 લાખ કર્મચારીઓને વગર પગાર ઘેર જવાનો વારો આવ્યો છે અને જ્યારે શટડાઉન હટી જશે ત્યારે તેમને ફરી નોકરીએ લેવામાં આવશે.

ફંડિગ બિલ પાસ ન થતાં શટડાઉન

હકીકતમાં ટ્રમ્પની આગેવાની વાળી રિપબ્લિકન પાર્ટીની સરકાર સંસદમાંથી ફંડિગ બિલ અથવા બજેટ પાસ કરાવી શકી નહોતી. ફંડિગ બિલ પાસ ન થતાં સરકાર પાસે કાયદારીતે એક રપિયો પણ હોતો નથી અને આથી સરકારે શટડાઉનની જાહેરાત કરે છે જે હેઠળ ઈમરજન્સી ન હોય તેવી સેવામાં રોકાયેલા કર્મચારીઓને વગર પગાર ઘેર મોકલી દેવાય છે. ટ્રમ્પના બીજા કાર્યકાળના આ શટડાઉનમાં 7.5 લાખ કર્મચારીઓને વગર પગારે ઘેર મોકલી દેવાયાં છે જેમાં શિક્ષણ વિભાગના સૌથી વધુ કર્મચારીઓ છે.

શટડાઉન વખતે કયા વિભાગો બંધ

આ વખતના શટડાઉનમાં FBI તપાસ, CIA કામગીરી, હવાઈ ટ્રાફિક નિયંત્રણ, લશ્કરી સેવા, સામાજિક સુરક્ષા તપાસ, મેડિકેર દાવાઓ અને નિવૃત્ત સૈનિકો માટે હેલ્થ સંબંધિત વિભાગો ચાલુ રખાયા છે જ્યારે બાકીના બધા વિભાગો બંધ કરી દેવાયાં છે.

ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં 35 દિવસનું શટડાઉન

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન 35 દિવસના શટડાઉન દરમિયાન, 340,000 કર્મચારીઓને રજા પર ઉતારવામાં આવ્યા હતા, જ્યારે બાકીના લોકોએ શટડાઉન ન ખુલે ત્યાં સુધી વગર પગારે કામ કર્યું હતું.

વધુ વાંચો : જીત બાદ ટ્રોફી કાંડ : મોહસીન નકવીએ અડધી રાતે સંતાડી દીધી એશિયા કપની ટ્રોફી-મેડલ, મોટો વિવાદ

શું હોય છે શટડાઉન

અમેરિકન સરકારે સરકાર ચલાવવા માટે દર વર્ષે સંસદ પાસેથી ફંડિગ બિલ અથવા બજેટ પાસ કરાવાનું હોય છે. આ ફંડિગ કે બજેટ બિલ પાસ થાય તો જ અમેરિકન સરકારને ખર્ચ કરવા મળે છે, બજેટ કે બિલ ન થવાના કિસ્સામાં સરકાર પાસે પૈસા બચતાં નથી, આથી તે ઈમરજન્સી સિવાયના વિભાગો બંધ કરી નાખે છે અને કર્મચારીઓને પગાર વગર ઘેર મોકલી દે છે. અમેરિકામાં નવું નાણાકીય વર્ષ 1 ઓક્ટોબરથી શરૂ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

us government shutdown US shutdow US shutdown news
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ