બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે અમેરિકાનો મોટો નિર્ણય, આર્મી ચીફને તાત્કાલિક પદ છોડવાનો આદેશ

ઝટકો / ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે અમેરિકાનો મોટો નિર્ણય, આર્મી ચીફને તાત્કાલિક પદ છોડવાનો આદેશ

Priyankka Triveddi

Last Updated: 07:57 AM, 3 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના રક્ષા મંત્રીને હાલ ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે 'જબરદસ્તી' રિટાયર કરવામાં આવ્યા છે. તેમણે રેન્ડી જોર્જને તાત્કાલિક રાજીનામું આપીને રિટાયર થઈ જવા માટે જણાવ્યું છે. જણાવી દઈએ કે તેમના પછી ઉપ પ્રમુખ જનરલ ક્રિસ્ટોફર લા નેવે કાર્યવાહક સેના પ્રમુખનું પદ સંભાળશે.

US Army Chief: અમેરિકામાં સુરક્ષા વ્યવસ્થામાં મોટો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી પેન્ટાગોનના નેતૃત્વમાં ઉથલપાથલ વધી છે. આર્મી ચીફ રેન્ડી જ્યોર્જને તાત્કાલિક નિવૃત્તિ માટે કહેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે યુનાઇટેડ સ્ટેટ્સે પોતાના આર્મી ચીફ જનરલ રેન્ડી જ્યોર્જને તાત્કાલિક પદ છોડવાનો આદેશ આપ્યો છે. યુએસ ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે તેમને તરત નિવૃત્તિ લેવા જણાવ્યું છે. પેન્ટાગોને પણ આ નિર્ણયની સત્તાવાર પુષ્ટિ કરી છે. જો કે જ્યોર્જને અચાનક હટાવવાના ચોક્કસ કારણો હજુ જાહેર કરવામાં આવ્યા નથી. તેમના સ્થાને ડેપ્યુટી ચીફ જનરલ ક્રિસ્ટોફર લા નેવ હવે કાર્યકારી આર્મી ચીફ તરીકે કામગીરી સંભાળશે. જ્યોર્જે ઓગસ્ટ 2023માં આ પદ સંભાળ્યું હતું અને તેમનો કાર્યકાળ ચાર વર્ષનો હતો. જેમાં હજી એક વર્ષ બાકી હતું.

ટોચના અધિકારીઓ સામે કાર્યવાહી

પીટ હેગસેથે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા એજન્ડાને આગળ વધારવા માટે રક્ષણ વિભાગમાં ઝડપી ફેરફારો શરૂ કર્યા છે. આ પ્રક્રિયામાં ટોચના જનરલો અને એડમિરલોને હટાવવાનો સિલસિલો ચાલુ છે. માહિતી મુજબ હેગસેથે અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ ઉચ્ચ સૈનિક અધિકારીઓને બરતરફ કર્યા છે અથવા તેમને વહેલી નિવૃત્તિ લેવા મજબૂર કર્યા છે. આ પગલાંથી પેન્ટાગોનમાં મોટી લેવલ પર પુનર્ગઠન થઈ રહ્યું છે. જેની સીધી અસર અસર અમેરિકાની સેનાની નીતિ અને નેતૃત્વ પર પડી રહ્યો છે.

રેન્ડી જ્યોર્જનો સૈનિક જીવનપ્રવાસ

જનરલ રેન્ડી જ્યોર્જ સેનાના એક અનુભવી અધિકારી રહ્યા છે. તેઓ વેસ્ટ પોઇન્ટ મિલિટરી એકેડેમીના સ્નાતક છે અને તેમણે પ્રથમ ગલ્ફ યુદ્ધ ઉપરાંત ઇરાક અને અફઘાનિસ્તાનમાં પણ સેવા આપી છે. 2023માં તેમને આર્મીના સર્વોચ્ચ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પહેલા તેઓ આર્મી વાઇસ ચીફ તરીકે તેમજ તત્કાલીન ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિનના વરિષ્ઠ લશ્કરી સલાહકાર તરીકે કામ કરી ચૂક્યા છે. બિડેન સરકાર દરમિયાન 2021થી 2022 સુધી તેમણે ઓસ્ટિનના ટોચના લશ્કરી સહાયક તરીકે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો: "હજુ પણ સમય છે, ડીલ કરી લો, નહીં તો", મિડલ ઇસ્ટનો સૌથી મોટો બ્રિઝ તોડ્યા બાદ ટ્રમ્પની બીજી ધમકી

પેન્ટાગોનમાં વધતી ઉથલપાથલ

જ્યોર્જની બરતરફી પેન્ટાગોનમાં ચાલી રહેલી ઉથલપાથલને વધુ તેજ બનાવે છે. ગયા ફેબ્રુઆરીમાં થયેલા ફેરફારોમાં નૌકાદળની ટોચની અધિકારી એડમિરલ લિસા ફ્રેન્ચેટ્ટી અને વાયુસેનાના સેકન્ડ-ઇન-કમાન્ડ જનરલ જીમ સિલ્ફને પણ પદ પરથી હટાવવામાં આવ્યા હતા. તે જ સમયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ ચાર્લ્સ ક્યૂ બ્રાઉનને પણ બરતરફ કર્યા હતા. ઉપરાંત જ્યોર્જના ડેપ્યુટી જનરલ જેમ્સ મિંગસને પણ પદ પરથી હટાવવામાં આવ્યા હતા અને તેમની જગ્યાએ લેફ્ટનન્ટ જનરલ ક્રિસ્ટોફર લા નેવની નિમણૂક કરવામાં આવી હતી. લા નેવે દક્ષિણ કોરિયામાં આઠમી સેનાના કમાન્ડ પછી હેગસેથના ટોચના લશ્કરી સલાહકાર તરીકે સેવા આપી હતી અને હવે તેઓ કાર્યકારી આર્મી ચીફ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US Army Chief અમેરિકન આર્મી ચીફ US military leadership
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ