બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / "હજુ પણ સમય છે, ડીલ કરી લો, નહીં તો", મિડલ ઇસ્ટનો સૌથી મોટો બ્રિઝ તોડ્યા બાદ ટ્રમ્પની બીજી ધમકી
Last Updated: 02:38 AM, 3 April 2026
મિડલ ઇસ્ટના સૌથી ઊંચા પુલ B1 પર હવાઈ હુમલા બાદ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને ધમકી આપી છે. એમાં ટ્રમ્પે કહ્યું કે હજુ પણ ડીલ કરવા માટે સમય છે, નહીં તો ઘણું મોડું થઈ જશે. ઈરાનના અલ્બોર્ઝ પ્રાંતના કરજ વિસ્તારમાં સ્થિત B1 પુલનું નિર્માણ ચાલી રહ્યું છે. જેમાં હવાઈ હુમલાથી પુલને નુકસાન થયું હતું. હુમલામાં 2 લોકો માર્યા ગયા હતા અને આસપાસના વિસ્તારોમાં વીજળી પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો, જેના લીધે નાગરિક જીવન ખોરવાઈ ગયું હતું. રાજધાની તેહરાનને પશ્ચિમી શહેર કરજ સાથે જોડતો એક મહત્વનો હાઇવે, આ પુલ લગભગ પૂરો થઈ ગયો હતો.
ADVERTISEMENT
આ પ્રોજેક્ટ પર આશરે 400 મિલિયન અમેરિકન ડોલર ખર્ચ કરવામાં આવ્યો હતો. જેમાં આશરે 1050 મીટર લાંબા પુલને મિડલ ઇસ્ટનો સૌથી મોટા પુલોમાંનો એક માનવામાં આવતો હતો.
🚨BREAKING:🇺🇸 Trump posted footage of the US strike on the B-1 bridge in Karaj, Iran.
— Saturn World News (@SaturnWorldNews) April 2, 2026
He says, it is time to make a deal or face further destruction of civilian infrastructure.
🇮🇷 Iran's meditator has reportedly killed in Israel's strikes. pic.twitter.com/I8Jj8oNPML
ADVERTISEMENT
આ હુમલા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર થયો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ ઈરાનના સૌથી ઊંચા પુલ પર હુમલો હતો. ટ્રમ્પે આક્રમક રીતે જાહેર કર્યું, "હજુ પણ સમય છે, ડીલ કરો નહીં તો ખૂબ મોડું થઈ જશે. જો ઈરાન પોતાનું વલણ નહીં બદલે તો તેમાં કંઈ બચશે નહીં, હજુ પણ તે એક મહાન દેશ બની શકે છે."
ટ્રમ્પ આ નિવેદનથી સ્પષ્ટપણે સંકેત આપ્યો કે જો પરિસ્થિતિ નહીં બદલાય તો વધુ હુમલાઓ થશે. આ હુમલા બાદ ઈરાની રાજ્ય મીડિયા અને પ્રેસ ટીવીએ પુષ્ટિ આપી કે B1 બ્રિજને નિશાન બનાવવામાં આવ્યો હતો. જેના લીધે આ વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.
ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે, મિડલ ઇસ્ટ છેલ્લા દોઢ વર્ષથી કોન્ફ્લિક્ટ ઝોનમાં છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ઓક્ટોબર 2023 માં ગાઝામાં શરૂ થયું હતું અને ધીમે ધીમે સમગ્ર પ્રદેશમાં ફેલાઈ ગયું હતું. ત્યાર બાદ ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહ પર હુમલો કર્યો હતો. તો યમનના હુતી બળવાખોરોએ લાલ સમુદ્રમાં જહાજોને નિશાન બનાવ્યા હતા.
ADVERTISEMENT
ઈરાન આ કોન્ફ્લિક્ટમાં મુખ્ય રોલ ભજવી રહ્યું છે. ઈરાન હમાસ, હિઝબુલ્લાહ અને હુતી જેવા જૂથોને ટેકો આપતું હોવાનું માનવામાં આવે છે. જે તેને વારંવારનું ટાર્ગેટ બનાવે છે. તાજેતરના મહિનાઓમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સીધા મિસાઇલ અને ડ્રોન હુમલા થયા છે જેના લીધે તણાવ વધુ વધ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.