બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / ટ્રમ્પની જીભ લપસી, મેક્રોનની પત્ની પર કરેલી અંગત ટિપ્પણીથી ફ્રાન્સમાં બબાલ, વિરોધ પક્ષો પણ મેક્રોનની પડખે
Last Updated: 10:53 PM, 2 April 2026
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાન્સના ફર્સ્ટ લેડી બ્રિગિટ મેક્રોનનું જાહેરમાં મજાક ઉડાવતા ફ્રાન્સમાં ભારે વિવાદ સર્જાયો છે. ટ્રમ્પે એક ખાનગી લંચ દરમિયાન ફ્રેન્ચ લહેકાની નકલ કરી મેક્રોન અને તેમની પત્નીના અંગત જીવન પર કટાક્ષ કર્યો હતો. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે નાટો (NATO) દેશો ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાને સાથ આપવા મુદ્દે વિભાજિત છે. ફ્રાન્સના તમામ પક્ષોએ એક અવાજે આ નિવેદનની ટીકા કરી છે, જ્યારે દક્ષિણ કોરિયાની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ મેક્રોને પણ ટ્રમ્પને જડબાતોડ જવાબ આપતા કહ્યું છે કે આ પ્રકારની વાતો કોઈ રાષ્ટ્રપતિને શોભતી નથી.
ADVERTISEMENT

વિગતવાર માહિતી મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે એક પ્રાઈવેટ લંચ દરમિયાન નાટો સહયોગી દેશોની આકરી ટીકા કરી હતી કારણ કે તેઓ ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાની પડખે ઊભા નથી રહ્યા. આ દરમિયાન તેમણે મેક્રોનનો મજાક ઉડાવતા કહ્યું કે, "મેં મેક્રોનને ફોન કર્યો હતો, જેમની પત્ની તેમની સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કરે છે. તેઓ હજુ પણ જડબા પર પડેલા થપ્પડની ઈજામાંથી બહાર નથી આવી શક્યા." ટ્રમ્પ અહીં મે ૨૦૨૫ના એક જૂના વીડિયોનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમાં એવું દેખાતું હતું કે વિયેતનામ પ્રવાસ દરમિયાન બ્રિગિટ મેક્રોને રાષ્ટ્રપતિનો ચહેરો ધકેલ્યો હતો. જોકે, મેક્રોને આને ફેક ન્યૂઝ ગણાવીને ફગાવી દીધા હતા.
ADVERTISEMENT

ટ્રમ્પના આ હુમલાથી ફ્રાન્સના રાજકારણીઓમાં ભારે રોષ છે. ફ્રાન્સની સંસદના નીચલા ગૃહના અધ્યક્ષ યાએલ બ્રૌન-પિવેટે આકરા શબ્દોમાં કહ્યું કે જ્યારે દુનિયા ગંભીર કટોકટીમાંથી પસાર થઈ રહી છે, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ આવી હલકી વાતો કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે ઈરાન યુદ્ધને કારણે લાખો લોકોના જીવન પર સંકટ છે, યુદ્ધના મેદાનમાં લોકો મરી રહ્યા છે અને આપણી પાસે એક એવા રાષ્ટ્રપતિ છે જે બીજાની પત્નીઓ પર હસે છે અને મજાક ઉડાવે છે. કટ્ટર ડાબેરી પક્ષ 'ફ્રાન્સ અનબોડ' ના નેતા મેન્યુઅલ બોમ્પાર્ડે પણ કહ્યું કે ભલે તેમને મેક્રોન સાથે મતભેદ હોય, પણ ટ્રમ્પની આ ટિપ્પણી કદાપિ સ્વીકાર્ય નથી.
ADVERTISEMENT
દક્ષિણ કોરિયાના પ્રવાસે ગયેલા ઇમેન્યુઅલ મેક્રોને જ્યારે પત્રકારોએ આ વિશે પૂછ્યું ત્યારે તેમણે સંયમ જાળવતા કહ્યું કે ટ્રમ્પની ટિપ્પણીઓ 'ન તો શાલીન હતી અને ન તો તેમના હોદ્દાના સ્તરને અનુરૂપ.' ફ્રાન્સના રૂઢિચુસ્ત અખબાર 'લે ફિગારો' એ પણ આને ટ્રમ્પનું વધુ એક વિવાદાસ્પદ અને બિનજરૂરી નિવેદન ગણાવ્યું છે. વ્હાઇટ હાઉસની યુટ્યુબ ચેનલ પર આ મજાકનો વીડિયો થોડીવાર માટે પોસ્ટ કરવામાં આવ્યો હતો, જે વિવાદ વધતા બાદમાં બ્લોક કરી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ કચ્છ-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા
ADVERTISEMENT
ટ્રમ્પ અને મેક્રોન વચ્ચેના સંબંધો ૨૦૧૭માં ખૂબ જ સૌહાર્દપૂર્ણ રીતે શરૂ થયા હતા, પરંતુ ૨૦૧૮માં અમેરિકા પેરીસ ક્લાઈમેટ એગ્રીમેન્ટ અને ઈરાન ન્યુક્લિયર ડીલમાંથી બહાર નીકળી જતાં બંને વચ્ચે તિરાડ પડી હતી. ૨૦૨૫-૨૬માં જ્યારે ફ્રાન્સે ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં ઈઝરાયેલ અને અમેરિકાને સાથ આપવાની ના પાડી અને પોતાના હવાઈ ક્ષેત્ર (Airspace) નો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો, ત્યારે ટ્રમ્પનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. હાલમાં આ વિવાદને કારણે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો અત્યંત નાજુક તબક્કે પહોંચી ગયા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.